September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Vapi Bhadakmoda

વાપી ભડકમોરામાં નશામાં ઘૂત ડમ્પર ચાલકે યુવતીને કચડી | Drunk Dumper Driver Crushes Girl in Bhadkamora Vapi, Safety Questions Raised Again

વાપી ભડકમોરામાં નશામાં ઘૂત ડમ્પર ચાલકે યુવતીને કચડી | Drunk Dumper Driver Crushes Girl in Bhadkamora Vapi, Safety Questions Raised Again

 

વાપી શહેરના ભડકમોરા વિસ્તારમાં ફરી એકવાર ટ્રાફિક બેદરકારી અને નશામાં વાહન ચલાવવાની ગંભીર ઘટના સામે આવી છે. દારૂના નશામાં ચૂર ડમ્પર ચાલકે મોપેડ પર જતી યુવતીને અડફેટમાં લઈ તેના પગને કચડી નાખતા યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ જ વિસ્તારમાં માત્ર બે દિવસ અગાઉ એક કન્ટેનરની અડફેટે બે મહિલા મજૂરોના મોત થયા હતા, છતાં ભારે વાહનો અને નશામાં ડ્રાઇવિંગ સામે કોઈ અસરકારક નિયંત્રણ જોવા મળતું નથી.

સેલવાસથી જીઆઇડીસી તરફ જઈ રહી હતી યુવતી:-

પ્રાપ્ત વિગતો મુજબ વાપી છરવાડા રોડ પર આવેલા ઓમ સાંઈ એપાર્ટમેન્ટમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા પ્રેમશંકર શિવપ્રસાદ તિવારીની 23 વર્ષીય પુત્રી અંજલી શનિવારે મોપેડ લઈને સેલવાસ તરફથી જીઆઇડીસી ચાર રસ્તા તરફ જઈ રહી હતી. જ્યારે તે ભડકમોરા ચાર રસ્તા નજીક શિવ મંદિર સામે પહોંચી, ત્યારે પાછળથી આવેલા ટાટા ડમ્પર નં. DD01AF9367 ના ચાલકે અચાનક બેદરકારીપૂર્વક વાહન ચલાવતા તેની મોપેડને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અંજલી રોડ પર પટકાઈ ગઈ અને ડમ્પરનું ટાયર તેના ડાબા પગ પર ફરી વળ્યું.

સ્થાનિકોએ પકડી લીધો નશામાં ચૂર ડ્રાઇવર:-

અકસ્માતના દ્રશ્યો જોતા જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ઘાયલ યુવતીને બચાવવા સાથે જ તેમણે ડમ્પર ચાલકને પકડી લીધો હતો. ચાલક અજય જયપ્રકાશ તિવારી, રહે. ભીલાડ નરોલી ચાર રસ્તા, ભિલોસા કંપની રોડ, ભૂમિરાજ સોલંકીના મકાનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આરોપી દારૂના નશામાં ચૂર હતો. ઘટના બાદ તરત જ જીઆઇડીસી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ:-

અકસ્માત બાદ ગંભીર રીતે ઘાયલ થયેલી અંજલીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેના પગને ગંભીર ઇજા પહોંચી છે અને આગળની સારવાર ચાલી રહી છે. પરિવારજનોમાં ઘટનાને લઈ ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

બે દિવસ અગાઉ બે મહિલાના મોત:-

ભડકમોરા વિસ્તાર માટે આ ઘટના નવી નથી. માત્ર બે દિવસ અગાઉ જ આ જ મુખ્ય માર્ગ પર એક કન્ટેનરે બે મહિલા મજૂરોને અડફેટમાં લેતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સતત બની રહેલી આવી ગંભીર ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે ભડકમોરા અને આસપાસના વિસ્તારમાં ભારે વાહનોનું બેફામ સંચાલન અને નશામાં ડ્રાઇવિંગ સામાન્ય બની ગઈ છે.

પ્રશાસન અને પોલીસ સામે ગંભીર સવાલો:-

એક પછી એક અકસ્માતો સર્જાઈ રહ્યા હોવા છતાં ટ્રાફિક નિયંત્રણ, નશામાં વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી અને ભારે વાહનોની ચકાસણી બાબતે તંત્રની ભૂમિકા પર સવાલ ઊભા થયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં નિયમિત ટ્રાફિક પોલીસની હાજરી હોવી જરૂરી છે, તેમજ દારૂ પીધેલા ડ્રાઇવરો સામે ઝીરો ટોલરન્સ નીતિ અમલમાં મૂકવી જોઈએ.

સ્થાનિકોમાં ફફડાટ અને રોષ:-

આ સતત અકસ્માતોથી ભડકમોરા વિસ્તારના રહીશો અને રસ્તા પરથી આવન-જાવન કરતા નાગરિકોમાં ફફડાટનો માહોલ છે. ખાસ કરીને મહિલાઓ અને યુવાનો માટે આ માર્ગ જોખમી બની ગયો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે તાત્કાલિક સ્પીડ બ્રેકર, સિગ્નલ વ્યવસ્થા, CCTV કેમેરા અને ભારે વાહનો માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવે.

નશામાં ડ્રાઇવિંગ બની રહી છે જીવલેણ:-

આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે દારૂના નશામાં વાહન ચલાવવું માત્ર ડ્રાઇવર માટે નહીં પરંતુ નિર્દોષ નાગરિકો માટે પણ જીવલેણ સાબિત થાય છે. કાયદા અને નિયમો હોવા છતાં જો અમલ ન થાય તો આવી દુર્ઘટનાઓ અટકાવવી મુશ્કેલ બની જાય છે. વાપી જેવા ઔદ્યોગિક શહેરમાં ટ્રાફિક સલામતી માટે કડક પગલાં લેવાની જરૂરિયાત હવે વધુ તીવ્ર બની છે.

#વાપીસમાચાર #ભડકમોરા #DrunkDriving #RoadAccident #VapiNews #TrafficSafety #દારૂનોશો #ડમ્પરઅકસ્માત #જીઆઇડીસી #મહિલાસુરક્ષા #RoadSafety #ValsadDistrict


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

One thought on “વાપી ભડકમોરામાં નશામાં ઘૂત ડમ્પર ચાલકે યુવતીને કચડી | Drunk Dumper Driver Crushes Girl in Bhadkamora Vapi, Safety Questions Raised Again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *