છેલ્લા 50 વર્ષથી કાર્યરત વાપી એસટી ડેપો એજ સ્થળે નવેસરથી બનશે | Vapi ST Depot to Be Rebuilt at Same Location

છેલ્લા 50 વર્ષથી કાર્યરત વાપી એસટી ડેપો એજ સ્થળે નવેસરથી બનશે | Vapi ST Depot to Be Rebuilt at Same Location   વાપી જુના ફાટક સામે છેલ્લા લગભગ 50 વર્ષથી કાર્યરત એસટી ડેપો પર દૈનિક મોટી સંખ્યામાં મુસાફરોની અવર-જવર રહે છે. વાપી ઓવરબ્રિજના કામને કારણે હાલમાં એસટીનું કામચલાઉ કંટ્રોલ પોઈન્ટ બલીઠા હાઈવે પર ખસેડવામાં આવ્યું છે, પરંતુ નવા ડેપો માટે હાઈવે પર સરકારી જગ્યા ન મળતાં આખરે જુના ફાટક સામેની એજ જગ્યા પર જ નવો અદ્યતન ડેપો બનાવવાનો નિર્ણય લેવાયો છે. એસટી નિગમ દ્વારા હાઈવે પર ડેપો બનાવવા અનેક પ્રયાસો…

Read More

રોફેલ કોલેજના આચાર્ય અને પ્રોફેસરને વીર નર્મદ યુનિ.માં મહત્વના હોદ્દા | Rofel College Principal, Professor Appointed to VNSGU Bodies

રોફેલ કોલેજના આચાર્ય અને પ્રોફેસરને વીર નર્મદ યુનિ.માં મહત્વના હોદ્દા | Rofel College Principal, Professor Appointed to VNSGU Bodies   વાપી સ્થિત રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માટે ગૌરવની વાત સામે આવી છે. કોલેજના આચાર્ય ડો. હેમાલીબેન દેસાઈની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સાથે જ કોલેજના સિનિયર અધ્યાપક ડૉ. મહેશ દરુની યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ અમલમાં આવ્યા બાદ રચાયેલા મહત્વના અધિકાર મંડળોમાં કરવામાં આવેલી આ નિમણૂંક રોફેલ કોલેજ માટે વિશેષ ગૌરવરૂપ છે.…

Read More

સુરત સાર્વજનિક યુનિવર્સિટીની પ્રથમ PhDનું ગૌરવ ઉદવાડાની નિમિષાને | Udvada Girl Becomes First PhD of Sarvajanik University

સુરત સાર્વજનિક યુનિવર્સિટીની પ્રથમ PhDનું ગૌરવ ઉદવાડાની નિમિષાને | Udvada Girl Becomes First PhD of Sarvajanik University   વાપી–પારડીના ઉદવાડામાં રહેતી નિમિષા સુરેશભાઈ અગ્રવાલે ભૌતિકશાસ્ત્ર વિષયમાં સાર્વજનિક યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સૂરત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક યુનિવર્સિટીની પ્રથમ પીએચડી વિદ્યાર્થિની બનવાનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું છે. નિમિષાએ “INFLUENCE OF SODIUM NITRATE AND POTASSIUM NITRATE ON PRISTINE GLYCINE LITHIUM NITRATE AND ITS ALLIED STUDIES” વિષય પર સંશોધન કાર્ય કર્યું છે. મટીરીઅલ સાયન્સ રિસર્ચ અંતર્ગત તેમણે નોન લિનિયર ઓપ્ટિકલ મટીરીઅલની કાર્યક્ષમતા, પરફોર્મન્સ અને ઉપયોગીતા વધારવા હેતુસર…

Read More

પારડી પંચલાઈના નિવૃત્ત ASIની પુત્રી સુરભીબેનને PhDની સિદ્ધિ | Pardi Panchlai ASI’s Daughter Surbhiben Earns PhD

પારડી પંચલાઈના નિવૃત્ત ASIની પુત્રી સુરભીબેનને PhDની સિદ્ધિ | Pardi Panchlai ASI’s Daughter Surbhiben Earns PhD   વાપી–પારડી પંચલાઈ વિસ્તારમાં રહેતા નિવૃત્ત એએસઆઈની પુત્રી સુરભીબેન અમૃતલાલ પરમારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી કોમર્સ વિષયમાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ પર સંશોધન કરીને પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ બદલ પરિવારજનો તેમજ કોલેજ તરફથી તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. પારડીના પંચલાઈ ગામે રહેતા નિવૃત્ત એએસઆઈ અમૃતલાલ નારણભાઈ પરમાર અને વિણાબેન એ. પરમારની પુત્રી સુરભીબેન અમૃતલાલ પરમાર હાલમાં શાહ એન. એચ. કોમર્સ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવી રહ્યા છે. પીએચડીની…

Read More

વાપીમાં રોહિત સમાજનો ભવ્ય ખેલ મહોત્સવ: વર્લ્ડ કપ વિજેતા ઓપીનાબેન ભીલારની ખાસ હાજરી | 300+ Athletes Shine at Rohit Samaj Sports Fest in Vapi

વાપીમાં રોહિત સમાજનો ભવ્ય ખેલ મહોત્સવ: વર્લ્ડ કપ વિજેતા ઓપીનાબેન ભીલારની ખાસ હાજરી | 300+ Athletes Shine at Rohit Samaj Sports Fest in Vapi   રોહિત સમાજ સેવા ટ્રસ્ટના સ્પોર્ટ્સ વિંગ દ્વારા રવિવારના રોજ વાપી ખાતે આશાધામ સ્કૂલના મેદાનમાં ભવ્ય ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેલ મહોત્સવમાં રોહિત સમાજના 28 ગામોમાંથી આશરે 300થી વધુ રમતવીરોએ ભાગ લઈને રમત, શિસ્ત અને ખેલદિલીની ભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પધારેલા મહેમાનો દ્વારા પરંપરાગત રીતે દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ખેલ મહોત્સવ દરમિયાન તાજેતરમાં અવસાન પામેલ સમાજના યુવાનોની આત્માની…

Read More

વિશ્વાસ વધારવા પોલીસે 21 મોબાઇલ મૂળ માલિકોને પરત કર્યા

વિશ્વાસ વધારવા પોલીસે 21 મોબાઇલ મૂળ માલિકોને પરત કર્યા વાપી ટાઉનમાં રૂ. 5.06 લાખના મોબાઇલ પોલીસે કબજે લીધા વાપી ટાઉન પોલીસે ગુમ થયેલા અને ચોરીમાં ગયેલા 21 મોબાઇલ ફોન મૂળ માલિકોને પરત સોંપી પોલીસ પ્રત્યે પ્રજાનો વિશ્વાસ વધે તેવા પ્રશંસનીય પ્રયત્નો કર્યા છે. કુલ રૂ. 5,06,881 કિંમતના મોબાઇલ ફોન શોધી કાઢી માલિકોને પરત આપવામાં આવ્યા હતા. ગુજરાતના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા પ્રજાલક્ષી અભિગમ અંતર્ગત લોકો સાથે તાદાત્મ્ય વધારવા તથા પોલીસ પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવા “તેરા તુજકો અર્પણ” અભિગમ મુજબ કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.…

Read More

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દવે લાયન્સ વિજેતા

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દવે લાયન્સ વિજેતા   દરેક ટીમમાં 2 મહિલા ખેલાડીઓનો સમાવેશ, મહાદેવ વોરિયર્સ રનર-અપ શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાઈ હતી. ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો અને દરેક ટીમમાં ફરજિયાત રીતે 2-2 મહિલા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના કારણે રમત સાથે સમાનતા અને સામૂહિક ભાગીદારીનો સુંદર સંદેશ મળ્યો હતો. ફાઈનલ મુકાબલામાં દવે લાયન્સ ટીમ વિજેતા બની હતી, જ્યારે મહાદેવ વોરિયર્સ ટીમ રનર-અપ રહી હતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્સાહપૂર્ણ અને રમતભાવનાપૂર્વક પ્રદર્શન કર્યું હતું.…

Read More

પારડી વિસ્તારમાં થર્ટી ફર્સ્ટ પર ખાનગી પાર્ટીઓ પર પોલીસની કડક નજર, ડ્રોનથી વોચ

પારડી વિસ્તારમાં થર્ટી ફર્સ્ટ પર ખાનગી પાર્ટીઓ પર પોલીસની કડક નજર, ડ્રોનથી વોચ   થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પારડી પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓ અને ખાનગી પાર્ટીઓ પર લગામ કસવા કડક પગલાં લીધા છે. પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીના નેતૃત્વમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ફાર્મહાઉસ અને ખાનગી સ્થળો પર ડ્રોન સર્વેલન્સનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આધુનિક ટેકનોલોજીની મદદથી આકાશમાંથી બાજ નજર રાખી પોલીસ દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટના અટકાવવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ડ્રોન દ્વારા સંદિગ્ધ હિલચાલ, ભીડભાડ અને નિયમોના…

Read More

અનાવિલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આર.આર.કે. સ્ટ્રાઈકર્સ વિજેતા, કપ સાથે રૂ. 43,500ની માતબર ઇનામ રકમ

અનાવિલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આર.આર.કે. સ્ટ્રાઈકર્સ વિજેતા, કપ સાથે રૂ. 43,500ની માતબર ઇનામ રકમ   વાપી-વલવાડાના સ્વ. રમેશચંદ્ર મણીલાલ વશી, સ્વ. રમેશચંદ્ર રણછોડજી દેસાઈ (સોનવાડા-વાપી), સ્વ. કિશોરભાઈ ગુલાબભાઈ દેસાઈ (પરિયા-મુંબઈ) પરિવાર તથા મિત્ર વર્તુળ દ્વારા સતત પાંચમા વર્ષે આર. આર. કે. સ્પોર્ટ્સ ક્લબ અનાવિલ ક્રિકેટ ટુર્નામેન્ટ–2025નું આયોજન મેઘપન સ્પોર્ટ્સલાઈફ ક્રિકેટ ગ્રાઉન્ડ, વેલવાગડ (પરિયા) ખાતે કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય તથા ઉદ્ઘાટન વિધિ આર.આર.કે. સ્પોર્ટ્સ ક્લબના પ્રાયોજકો નિમિષભાઈ રમેશચંદ્ર વશી, સુરેખભાઈ રમેશચંદ્ર દેસાઈ તથા સિદ્ધાર્થ કિશોરભાઈ દેસાઈ અને મિત્ર વર્તુળ દ્વારા કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે કનુભાઈ મોહનલાલ દેસાઈ (નાણાંમંત્રી)નું શાલ…

Read More

આર.એસ. ઝુનઝુનવાલા સ્કૂલમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી

આર.એસ. ઝુનઝુનવાલા સ્કૂલમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી   જ્યાં સંસ્કારોથી શિક્ષણ સજ્જ થાય ત્યાં ઉજવાતો દરેક ઉત્સવ ભવિષ્ય ઘડે છે: સંજય રાવલ વાપી ખાતે આવેલી આર.એસ. ઝુનઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિકોત્સવની ભવ્ય અને પ્રેરણાદાયી ઉજવણી યોજાઈ હતી. આ અવસરે પ્રથમવાર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રેરણા આપવા માટે વિશ્વસ્તરીય પ્રેરણાદાયી વક્તા સંજય રાવલને આમંત્રિત કરી એક નવી પહેલ કરવામાં આવી હતી. શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધનના ઉદ્દેશ સાથે આયોજિત આ મહોત્સવ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ રાઠોડ, ટ્રસ્ટી પાયલબેન રાઠોડ, ટ્રસ્ટી તિશા રાઠોડ તેમજ આચાર્ય ડો. પ્રખર ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો…

Read More