સરોધીમાં ભવ્ય સરોધી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉત્સાહભેર પ્રારંભ: પ્રખ્યાત કવિ દીપક દેસાઈના હસ્તે ખેલ મહોત્સવને ખુલ્લો મુકાયો | Sarodhi Premier League Cricket Tournament Grand Opening In Pardi By Renowned Poet Deepak Desai

સરોધીમાં ભવ્ય સરોધી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉત્સાહભેર પ્રારંભ: પ્રખ્યાત કવિ દીપક દેસાઈના હસ્તે ખેલ મહોત્સવને ખુલ્લો મુકાયો | Sarodhi Premier League Cricket Tournament Grand Opening In Pardi By Renowned Poet Deepak Desai   પારડી તાલુકાના સરોધી ગામે રમતગમત પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન આપવા માટે સરોધી ક્રિકેટ ક્લબ દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સરોધી ગામના રમતવીરોની પ્રતિભાને નિખારવા અને યુવાનોમાં ખેલદિલીની ભાવના જળવાઈ રહે તે હેતુથી સરોધી પ્રીમિયર લીગનું આ વર્ષે ખૂબ જ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં વિશેષ અતિથિ તરીકે પારડી તીઘરાના ગૌરવ…

Read More

વાપીમાં સેવા, શિક્ષણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ: જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ અને શાળાઓમાં ભવ્ય મહોત્સવની ઉજવણી | Vapi News Social Service and Grand School Events

વાપીમાં સેવા, શિક્ષણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ: જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ અને શાળાઓમાં ભવ્ય મહોત્સવની ઉજવણી | Vapi News Social Service and Grand School Events   વલસાડ જિલ્લાના વાપી પંથકમાં તાજેતરમાં માનવતા, શિક્ષણ અને સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરતા ત્રણ મહત્વના કાર્યક્રમો સંપન્ન થયા છે જે સાબિત કરે છે કે આ વિસ્તારમાં સેવા અને સંસ્કારનું સિંચન ખૂબ જ ઊંડાણપૂર્વક થયેલું છે. પ્રથમ ઘટનામાં વાપીના જાણીતા અને સેવાભાવી વ્યક્તિત્વ હરીશભાઈ આર્ટ દ્વારા નવસારી જિલ્લામાં એક પ્રશંસનીય માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું હતું. શિયાળાની વધતી જતી ઠંડીને ધ્યાનમાં રાખીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાહત આપવાના…

Read More

વાપી સહિત 9 નવી મનપામાં મોટી રાહત: નોન-ટીપી લેન્ડ કન્ટ્રીબ્યુશનના નવા નિયમો જાહેર | Gujarat Gov Announces New Land Contribution Norms for 9 New Municipal Corporations

વાપી સહિત 9 નવી મનપામાં મોટી રાહત: નોન-ટીપી લેન્ડ કન્ટ્રીબ્યુશનના નવા નિયમો જાહેર | Gujarat Gov Announces New Land Contribution Norms for 9 New Municipal Corporations   ગુજરાત રાજ્ય સરકારે વાપી સહિત 9 નવી મહાનગરપાલિકાઓ માટે એક ઐતિહાસિક અને રાહતદાયક નિર્ણય લીધો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા નોન-ટીપી એરિયામાં લેન્ડ કન્ટ્રીબ્યુશનને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વાપી સહિત 9 નવી મનપામાં મોટી રાહત રૂપે આ નોન-ટીપી લેન્ડ કન્ટ્રીબ્યુશનના નવા નિયમો જાહેર કરવામાં…

Read More

પ્રજાનો અવાજ: સેલવાસ રિવરફ્રન્ટની મરામત અને વાપી આસોપાલવ રોડના અધૂરા કામે નાગરિકો પરેશાન | Public Voice Highlights Selvas Riverfront Repair, Vapi Road Work Delay

પ્રજાનો અવાજ: સેલવાસ રિવરફ્રન્ટની મરામત અને વાપી આસોપાલવ રોડના અધૂરા કામે નાગરિકો પરેશાન | Public Voice Highlights Selvas Riverfront Repair, Vapi Road Work Delay   દાનહના સેલવાસ નરોલી બ્રિજ પાસે પ્રશાસન દ્વારા વિકસાવાયેલ રિવરફ્રન્ટને સુશોભિત કરી જાહેર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સ્થળે રોજે રોજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો તેમજ પર્યટકો મુલાકાત લે છે. જોકે હાલમાં રિવરફ્રન્ટ વિસ્તારમાં ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે. સાથે સાથે અનેક જગ્યાએ પાથરેલા પથ્થરો તૂટી ગયા છે અને કેટલાક સ્થળોએ રેલિંગ પણ લટકી પડેલી હાલતમાં છે. આ કારણે મુલાકાતીઓ માટે જોખમ ઊભું થયું…

Read More

પારડી હાઈવે પર વલસાડના વેપારીની કારને ટ્રકે ટક્કર મારી ફરાર | Truck Hits Businessman’s Car on Pardi Highway, Driver Absconds

પારડી હાઈવે પર વલસાડના વેપારીની કારને ટ્રકે ટક્કર મારી ફરાર | Truck Hits Businessman’s Car on Pardi Highway, Driver Absconds   પારડી હાઈવે પર વલસાડના એક વેપારીની કારને ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ જવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં રહેતા અને દવાના વ્યવસાય સાથે સંકળાયેલા વિશાલ સુનીલકુમાર શાહ સવારે પોતાની કાર લઈને કામ અર્થે કપરાડા જઈ રહ્યા હતા. આ દરમિયાન પારડી ફાઉન્ટેન હોટલ સામેથી પસાર થતા વેળા વલસાડ તરફથી વાપી જઈ રહેલી ટ્રક નં.…

Read More

વાપી કરમખલ ખાડી ફળીયાની યુવતી ગુમ, પોલીસમાં ફરિયાદ | Young Woman Missing from Karamkhal Area, Vapi

વાપી કરમખલ ખાડી ફળીયાની યુવતી ગુમ, પોલીસમાં ફરિયાદ | Young Woman Missing from Karamkhal Area, Vapi   વાપી નજીક કરમખલ ખાડી ફળીયામાં એક યુવતી ગુમ થવાનો બનાવ સામે આવ્યો છે. કરમખલ ખાડી ફળીયામાં રામચન્દ્ર યાદવની ચાલીમાં રહેતી અને મૂળ મધુબની, બિહારની રહેવાસી 20 વર્ષીય પ્રિતીકુમારી રામસાગર કામત 31 ડિસેમ્બર 20251ના રોજ બપોરે બે વાગ્યા પહેલા કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. યુવતી મોડે સુધી પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. પરિવાર દ્વારા ભારે શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતાં અંતે ડુંગરા પોલીસ મથકમાં યુવતી…

Read More

મોતીવાડા ગામમાં અજગર દેખાતાં દહેશત, વન વિભાગની મદદથી સુરક્ષિત રેસ્ક્યુ | Python Rescued Safely from Motiwada Village

મોતીવાડા ગામમાં અજગર દેખાતાં દહેશત, વન વિભાગની મદદથી સુરક્ષિત રેસ્ક્યુ | Python Rescued Safely from Motiwada Village   પારડી તાલુકાના મોતીવાડા ગામના આહીર ફળીયામાં પંકજભાઈ આહીરના ઘર નજીક અજગર દેખાતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અચાનક માનવ વસાહતમાં અજગર દેખાતાં સ્થાનિકો ચિંતિત બન્યા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તરત જ વન્યજીવ પ્રેમી ભાવનાબેન પટેલનો સંપર્ક કર્યો હતો. ભાવનાબેન પટેલે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી (WRIN)ની પારડી વિભાગની ટીમને માહિતી આપતા જીગ્નેશ નાયકા અને સિદ્ધાર્થ નાયકા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. રેસ્ક્યુ ટીમે જરૂરી સાવચેતી સાથે અજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો…

Read More

વાપી બલીઠામાં જુગાર રેડ, 4 જુગારીઓ ઝડપાયા | Four Gamblers Caught in Vapi Balitha Gambling Raid

વાપી બલીઠામાં જુગાર રેડ, 4 જુગારીઓ ઝડપાયા | Four Gamblers Caught in Vapi Balitha Gambling Raid   વાપીના બલીઠા વિસ્તારમાં જુગાર રમતા ચાર આરોપીઓને વાપી ટાઉન પોલીસે ઝડપી લઈને જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા કબજે લેવામાં આવ્યા છે. વાપી ટાઉન પોલીસ ગુરૂવારે વાહન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે બલીઠા દાંડીવાડ ક્રિકેટ ગ્રાઉન્ડની ખુલ્લી જગ્યામાં રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન ચાર ઇસમો હારજીતનો જુગાર રમતા નજરે પડ્યા હતા. પોલીસે સ્થળ પરથી જીજ્ઞેશ ઉર્ફે પીન્ટુ પટેલ, દીપક રમણ હળપતિ, મુકેશ નાનુ પટેલ…

Read More

SBPP બેન્કની ચૂંટણી પૂર્વે બે ટર્મના ડિરેક્ટરોના નિર્ણય પર સૌની નજર | SBPP Bank Election: Two-Term Directors Face Uncertainty

SBPP બેન્કની ચૂંટણી પૂર્વે બે ટર્મના ડિરેક્ટરોના નિર્ણય પર સૌની નજર | SBPP Bank Election: Two-Term Directors Face Uncertainty   સરદાર ભીલાડવાળા બેન્ક (SBPP Bank)ના વર્તમાન શાસકોની ટર્મ હવે એકથી દોઢ માસમાં પૂર્ણ થવા જઈ રહી છે. આગામી ચૂંટણી 8 માર્ચે યોજવા અંગે વલસાડના રજિસ્ટ્રારને જાણ કરવાની તૈયારી ચાલી રહી છે. જોકે ચૂંટણી પૂર્વે સૌથી મહત્વની બાબત એ છે કે ભીલાડવાળા બેન્કની આવનારી ચૂંટણીમાં આરબીઆઈના નવા નિયમોનો અમલ થવાનો છે, જેના કારણે અનેક ડિરેક્ટરો ચૂંટણી લડી શકશે નહીં. ચૂંટણી પૂર્વે બેન્કના ચેરમેન જીતુભાઈ દેસાઈએ અચાનક રાજીનામું આપી દેતાં બેન્કના આંતરિક…

Read More

નોકરી શોધનારા માટે મોટી તક: વાપીમાં 6 જાન્યુઆરીએ મેગા જોબ ફેરનું આયોજન | Mega Job Fair in Vapi on 6 January for Job Seekers

નોકરી શોધનારા માટે મોટી તક: વાપીમાં 6 જાન્યુઆરીએ મેગા જોબ ફેરનું આયોજન | Mega Job Fair in Vapi on 6 January for Job Seekers   વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાનાં રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવાની ઉત્તમ તક ઊભી થઈ છે. જિલ્લા રોજગાર કચેરી વલસાડ, નવસારી અને ડાંગના સંયુક્ત ઉપક્રમે તારીખ 06 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે પદ્મભૂષણ રજજુભાઈ શ્રોફ ઓડિટોરિયમ, નામધા, વાપી ખાતે કલસ્ટર મેગા જોબ ફેર કાર્યક્રમ યોજાનાર છે. આ મેગા જોબ ફેરમાં ખાનગી કંપનીઓના નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોની પસંદગી અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ધોરણ 8…

Read More