વલસાડમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા હાઉસિંગ બોર્ડ નજીક સિટી પોલીસની કાર્યવાહી, રૂ. 14 હજારનો મુદ્દામાલ કબજે વલસાડમાં સિટી પોલીસે હાઉસિંગ બોર્ડ નજીક ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા. સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં કેટલાક ઇસમો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા ચાર ઇસમો તીનપત્તીનો જુગાર રમતા જોવા મળ્યા હતા, જેને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતી લેતા રૂ. 14 હજાર રોકડ તથા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો…
Read MoreCategory: Valsad
વલસાડમાં પ્રજાનો અવાજ
વલસાડમાં પ્રજાનો અવાજ વલસાડમાં રસ્તા પર રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી ક્યારે કરાશે?:- વલસાડ શહેરમાં ભૌગોલિક રીતે રસ્તાઓ સાંકડા છે અને વાહનોની સંખ્યા સતત વધી રહી હોવાથી ટ્રાફિકની સમસ્યા રોજબરોજ વિકટ બની રહી છે. આ વચ્ચે રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા વધુ ગંભીર બની છે. ઢોરના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે તો બીજી તરફ રાહદારીઓ, ખાસ કરીને વડીલો, મહિલાઓ અને બાળકો માટે આ ઢોર જીવલેણ સાબિત થઈ શકે છે. ઢોરના માલિકો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી હોવા છતાં નગરપાલિકા માટે માલિકોને ઓળખવું મુશ્કેલ બનતું હોવાનું કહેવામાં આવે છે.…
Read Moreવલસાડ પોલીસનો ‘ખૌફ’: જિલ્લામાં ત્રણ દિવસમાં 400થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા
વલસાડ પોલીસનો ‘ખૌફ’: જિલ્લામાં ત્રણ દિવસમાં 400થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા થર્ટી ફર્સ્ટે કડક બંદોબસ્ત જોઈ લોકોએ દમણ–સેલવાસ જવાનું ટાળ્યું, બાર-રેસ્ટોરન્ટ ખાલીખમ રહ્યા થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન વલસાડ જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરીને જિલ્લામાં ‘પોલીસનો ખૌફ’ ઉભો કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં વલસાડ જિલ્લા પોલીસે 400થી વધુ લોકોને દારૂના નશામાં ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી. કડક બંદોબસ્ત અને સઘન ચેકિંગને કારણે વાપી અને આજુબાજુના વિસ્તારના લોકોએ સંઘપ્રદેશ દમણ અને સેલવાસ તરફ જવાનું મોટા પ્રમાણમાં ટાળ્યું હોવાનું જોવા મળ્યું. 31 ડિસેમ્બરની રાત્રે વાપી કચીગામ અને ડાભેલ ચેકપોસ્ટ પર દમણ…
Read Moreગાડરિયામાં હેઠલા પ્રાથમિક શાળાના બાળકોને ધાબળા વિતરણ
ગાડરિયામાં હેઠલા પ્રાથમિક શાળાના બાળકોને ધાબળા વિતરણ વલસાડ–વાપી નિવાસી કિરણભાઈ રાવલ અને તેમના પરિવાર દ્વારા શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે હેતુસર સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત ગાડરિયા ગામની હેઠલા ફળિયા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકોને ધાબળા (બ્લેન્કેટ)નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મિત્તલબેન અને રિયા રાવલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ રમણભાઈ, શિક્ષણવિદ્ રામુભાઈ અને દિવ્યેશકુમાર (દેવા) પરિવાર સાથે હાજર રહી બાળકોને સ્ટીલના કૂકરની ભેટ પણ અર્પણ કરી હતી. આ સેવાકાર્યને ગામમાં સરાહના મળી રહી છે. #ગાડરિયા #સેવાકાર્ય #બ્લેન્કેટવિતરણ #શિક્ષણસમાચાર #Valsad
Read Moreપાટી સ્કૂલના લાભાર્થે 887મી રામકથામાં રામેશ્વર પૂજા ઉત્સવ ઉજવાયો
પાટી સ્કૂલના લાભાર્થે 887મી રામકથામાં રામેશ્વર પૂજા ઉત્સવ ઉજવાયો ગીતા મંદિર પાટી સ્કૂલના લાભાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્લાની 887મી રામકથામાં આજે રામેશ્વર પૂજા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દમયંતીબેન ખંડુભાઈ સોલંકીના નિવાસે વિશેષ રામ–હનુમંત યજ્ઞ સંપન્ન થયો હતો. મુખ્ય આયોજક વાલજીભાઈ સોલંકી અને તેમના પરિવાર દ્વારા પોથી તથા તુલસીપીઠનું પૂજન કરવામાં આવ્યું હતું. ઉત્સવ યજમાન ડો. સુષ્માબેન રાઠોડ, ડો. રાજુલભાઈ રાઠોડ અને મધુબેન પ્રજાપતિના પરિવાર દ્વારા ભગવાન રામેશ્વરની પૂજા કરવામાં આવી હતી. પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી નરેશભાઈ રામાનંદી અને કિશન દવે દ્વારા રુદ્રી પાઠ કરવામાં આવ્યો હતો.…
Read Moreવલસાડ કથક સાધના કેન્દ્ર દ્વારા શાસ્ત્રીય કથક નૃત્યની પરીક્ષા યોજાઈ
વલસાડ કથક સાધના કેન્દ્ર દ્વારા શાસ્ત્રીય કથક નૃત્યની પરીક્ષા યોજાઈ દેશની સંસ્કૃતિ, પરંપરા અને ધરોહરને જાળવવા માટે ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથકને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી વલસાડ કથક સાધના કેન્દ્ર સતત કાર્યરત છે. કેન્દ્રના સંચાલિકા ઝરણાંબેન દિક્ષીતના માર્ગદર્શન હેઠળ કથક નૃત્યની તાલીમ લઈ રહેલી કુલ 31 વિદ્યાર્થીનીઓની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં સૂરતથી આવેલ પરીક્ષક પ્રતિભાબેન આચાર્યએ સેવા આપી હતી અને ઝરણાંબેન દિક્ષીતના કાર્યને બિરદાવ્યું હતું. મહાગુજરાત ગંધર્વ સંગીત સમિતિ સાથે સંલગ્ન આ કેન્દ્ર દ્વારા પ્રારંભિકથી લઈને વિશારદ અને અલંકાર સુધીની સરકાર માન્ય ડિગ્રી માટે વિદ્યાર્થીનીઓને તૈયાર કરવામાં આવી…
Read Moreવલસાડમાં માહ્યાવંશી સમાજની મહિલા ક્રિકેટને પ્રોત્સાહન, પુષ્પા–શારદા કપ રમાઈ
વલસાડમાં માહ્યાવંશી સમાજની મહિલા ક્રિકેટને પ્રોત્સાહન, પુષ્પા–શારદા કપ રમાઈ લીલાપોર ક્રિકેટ ક્લબના 50 વર્ષ નિમિત્તે યોજાયેલી ટુર્નામેન્ટમાં વલસાડ ઇલેવન ચેમ્પિયન વલસાડમાં માહ્યાવંશી સમાજની બહેનો અને દીકરીઓને ક્રિકેટ માટે પ્રોત્સાહિત કરવા પુષ્પા–શારદા કપ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. લીલાપોર ક્રિકેટ ક્લબને 50 વર્ષ પૂર્ણ થતાં આ વિશેષ ટુર્નામેન્ટ વલસાડ કોલેજ મેદાનમાં યોજાઈ હતી. સમાજના વડિલોની ક્રિકેટ પ્રત્યેની લાગણીઓની સ્મૃતિમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં મહિલાઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ટુર્નામેન્ટમાં હરિયા વુમન્સ ઇલેવન, વલસાડ ઇલેવન, જય જલારામ ઇલેવન સલવાવ, ખડકી વુમન્સ ઇલેવન, લીલાપુર વુમન્સ વોરિયર્સ અને અટગામ ગર્લ્સ જેવી ટીમોએ ભાગ…
Read Moreઆજથી વલસાડમાં ગુજરાત–કર્ણાટક કૂચ બિહાર ટ્રોફી મેચ
આજથી વલસાડમાં ગુજરાત–કર્ણાટક કૂચ બિહાર ટ્રોફી મેચ વલસાડમાં બીડીસીએ સંચાલિત સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે તા. 1 થી 4 જાન્યુઆરી 2026 દરમિયાન ગુજરાત અને કર્ણાટક અન્ડર-19 ટીમો વચ્ચે પ્રતિષ્ઠિત કૂચ બિહાર ટ્રોફી ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચાર દિવસીય મેચમાં અન્ડર-19ના પ્રતિભાશાળી ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. બીડીસીએના માનદ મંત્રી જનકભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ મેચ દરમિયાન જૂનિયર સિલેક્શન કમિટીના સભ્યો પણ હાજર રહેશે અને યુવા ખેલાડીઓની પ્રતિભા પર નજીકથી નજર રાખશે. વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમના આંગણે ગુરૂવાર 1 જાન્યુઆરીથી શરૂ થનારી આ મહત્વપૂર્ણ ક્વાર્ટર ફાઇનલ મેચને…
Read Moreવલસાડ કંપનીમાં કામદારોની હડતાળનો પાંચમો દિવસ, સમાધાન માટે ધારાસભ્ય પહોંચ્યા
વલસાડ કંપનીમાં કામદારોની હડતાળનો પાંચમો દિવસ, સમાધાન માટે ધારાસભ્ય પહોંચ્યા વલસાડની ગુંદલાવ GIDCમાં આવેલી ડેમોસા કંપનીમાં છેલ્લા પાંચ દિવસથી ચાલતી કામદારોની હડતાળ મામલે હવે સમાધાનના પ્રયાસો શરૂ થયા છે. હડતાળનો મુદ્દો ગંભીર બનતા સ્થાનિક ધારાસભ્ય ભરત પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કામદારો તેમજ કંપની સંચાલન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી છે. હડતાળ પર બેઠેલા કામદારોનું કહેવું છે કે વાયરમેન, ફિટર અને ઓપરેટર જેવા કુશળ કામદારોને હજુ સુધી એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા નથી. ઉપરાંત 25-25 વર્ષથી સેવા આપતા કર્મચારીઓને તેમના અનુભવ મુજબ યોગ્ય પગાર વધારો આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં…
Read More21 કરોડના ખર્ચે વલસાડમાં નવી શાકભાજી માર્કેટ તૈયાર થશે, 200 કેબિન દુકાનોની સુવિધા મળશે
21 કરોડના ખર્ચે વલસાડમાં નવી શાકભાજી માર્કેટ તૈયાર થશે, 200 કેબિન દુકાનોની સુવિધા મળશે ઘણાં વર્ષો બાદ વલસાડ શહેરને નગરપાલિકા દ્વારા નવીન અને ભવ્ય શાકભાજી માર્કેટ સંકુલની સુવિધા મળવાની છે. વર્ષ 2026 દરમિયાન કાર્યરત થનાર આ ન્યૂ વેજિટેબલ માર્કેટનું બાંધકામ હાલ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આશરે રૂ. 21 કરોડના ખર્ચે તૈયાર થનારા આ આધુનિક માર્કેટમાં વેપારીઓ તથા નાગરિકોને અનેક સુવિધાઓ મળશે. વલસાડમાં નવી શાકભાજી માર્કેટનું ખાતમુહૂર્ત વર્ષ 2024માં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ માર્કેટમાં અદ્યતન સુવિધાઓ સાથે કુલ 200 પાથરણાં તથા લારી-કેબિન ધારકો…
Read More