સરીગામના બંધ ફ્લેટમાં ચોરી કરનાર ઝડપાયો, એલસીબીને મોટી સફળતા ભીલાડના સરીગામ વિસ્તારમાં લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે આવેલા વિવાન હાઈટ્સ બિલ્ડિંગના બંધ ફ્લેટમાં થયેલી ચોરીના કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. વિવાન હાઈટ્સ બિલ્ડિંગના ફ્લેટ નં. 303માં રહેતા લક્ષ્મણ પ્રતાપસિંહ સોળકેએ 19 ડિસેમ્બરે ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા ઇસમે ઘરનો દરવાજાનો સ્ટોપર તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બેડરૂમના કબાટમાંથી સોનાનું મંગળસૂત્ર, પેન્ડલ તેમજ રોકડ રૂ. 1500 મળી કુલ રૂ. 44,700ની મતા ચોરીને ફરાર થયો હતો. ફરિયાદના આધારે ભીલાડ પોલીસે ગુનાસ્થળ તથા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ…
Read MoreCategory: Umbergaon
ઉમરગામના નાહુલીમાં કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી
ઉમરગામના નાહુલીમાં કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી માજી ધારાસભ્યના હસ્તે તિરંગો ફરકાવાયો, ભાજપ પર આકરા પ્રહાર ઉમરગામ તાલુકાના નાહુલી ગામે 28 ડિસેમ્બરે સવારે 11 કલાકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રવેશ પટેલની આગેવાનીમાં આયોજિત આ કાર્યક્રમમાં તાલુકાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ પટેલના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ અવસરે છોટુભાઈ પટેલે ભાજપ સરકારની નીતિઓ પર કડક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં કોંગ્રેસ સરકાર દરમિયાન ફાળવાયેલી હજારો એકર જમીન આજે કરોડો રૂપિયામાં વેચાઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ભાજપના શાસનમાં…
Read Moreમરોલીમાં કોળી પટેલ એકજ પરિવારના 616 સભ્યો એકત્ર, તેજસ્વી વિદ્યાર્થીઓ અને ઉચ્ચ સિદ્ધિ મેળવનારાનું સન્માન
મરોલીમાં કોળી પટેલ એકજ પરિવારના 616 સભ્યો એકત્ર, તેજસ્વી વિદ્યાર્થીઓ અને ઉચ્ચ સિદ્ધિ મેળવનારાનું સન્માન મરોલી ખાતે કોળી પટેલ સમાજના રામા જીવન કારાવાલા પરિવારનો બીજો સ્નેહમિલન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. ઉમરગામના કોળીવાડ પંચાયત વિસ્તારમાં રાજેન્દ્ર કોળીની વાડીમાં આયોજિત આ સ્નેહમિલનમાં એકજ પરિવારના કુલ 616 સભ્યો એક જ મંડપ હેઠળ ભેગા થઈ સંગઠિત અને એકતાભર્યા પરિવારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સ્નેહમિલન સમારોહ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ પરિવારના વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12માં ઉત્તમ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ, ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી…
Read MoreUmbergaon News Today, Bhilad, Sanjan & Nargol Updates — 04 December 2025
કરમબેલામાં સરપંચ સામે સત્તાના દુરઉપયોગની મામલતદારને રાવ: ઉમરગામ તાલુકાના Karambele ખાતે રહેણાંક જમીન દબાણ અંગે વર્તમાન સરપંચે આપેલી નોટિસને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. માજી સરપંચ અને તેમના પરિવારને નોટિસ આપવામાં આવતા સમગ્ર ગામ અને તાલુકા સ્તરે તેની ચકાસણી કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ કહ્યું કે આવી સંવેદનશીલ બાબતમાં મનસ્વી નોટિસ આપવાથી સામાજિક અસંતુલન અને ભય ફેલાઈ શકે છે, તેથી અધિકૃત તપાસ જરૂરી બની ગઈ છે. સરપંચે દબાણની નોટિસ આપતા માજી સરપંચે મામલતદાર સમક્ષ પુરાવા રજૂ કર્યા: કરમબેલા ગામના માજી સરપંચ જીજ્ઞેશ પટેલનું કોરોનાના કાળ દરમિયાન અવસાન થયું હતું.…
Read MoreValsad News Today, Latest Local Updates — 04 December 2025
ધરમપુર અને ઉમરગામ તાલુકા પંચાયત ચૂંટણી અનામતમાં OBC 27% અને મહિલા 50% રોટેશન જાહેર. જિલ્લાની 54 બેઠકમાં 27% OBC તથા 50% મહિલા અનામત રહેશે: વલસાડ જિલ્લાના ધરમપુર અને ઉમરગામ તાલુકા પંચાયતની કુલ 54 બેઠકોની અનામત ફાળવણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં 27 ટકા બેઠકો OBC ઉમેદવારો માટે આરક્ષિત રહેશે અને કુલ બેઠકોમાં 50 ટકા મહિલા અનામત લાગુ થશે. આ રોટેશન જિલ્લા સ્તરે મતદાર પ્રતિનિધિત્વ અને સામાજિક સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ચૂંટણી પૂર્વ રોટેશન પ્રક્રિયા પૂર્ણ, નાગરિકોમાં ઉત્સાહ: આગામી ફેબ્રુઆરીમાં જિલ્લાની 6 તાલુકા પંચાયતોની…
Read MoreUmbergaon News Today, Bhilad, Sanjan & Nargol Updates — 03 December 2025
વલવાડામાં દીકરીના લગ્ન માટે રાખેલા એક લાખ ઘરની આગમાં સ્વાહા, પરિવાર કામ અર્થે બહાર ગયો ત્યારે બની ઘટના ઉમરગામ તાલુકાના વલવાડા સડક ફળિયામાં સોમવારે સાંજે એક પરિવાર પર અચાનક આફત તૂટી પડી હતી. હળપતિ પરિવારના બંધ ઘરમાં લાગેલી ભયાનક આગમાં દીકરીના લગ્ન માટે રાખેલી એક લાખ રૂપિયાની રોકડ સહિત ઘર વખરી, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક સામાન બળીને ભસ્મ થઈ ગયો હતો. પરિવારના સભ્યો કામ અર્થે બહાર ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. વલવાડા સડક ફળિયામાં રહેતા નરેશભાઈ છીબુભાઈ હળપતિનો પરિવાર દીકરીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો. 1 ડિસેમ્બરના રોજ સાંજે…
Read MoreUmbergaon News Today, Bhilad, Sanjan & Nargol Updates — 02 December 2025
ઉમરગામમાં કામદારોનું શોષણ થશે તો જીઆઈડીસી બંધ કરાવી દઈશું: ચૈતર વસાવા ઉમરગામ તાલુકાની કેટલીક કંપનીઓ દ્વારા સરકારના મિનિમમ વેજીસના પરિપત્રનું પાલન ન થતું હોવા તેમજ બહેન-દીકરીઓ અને શ્રમિકોના શોષણની ફરિયાદોને લઈને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરીગામ બિરસા મુંડા પ્રતિમાથી સરીગામ જીઆઈડીસી સુધી પદયાત્રા યોજી હતી. સરીગામ બાયપાસથી નીકળેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પદયાત્રા દરમિયાન ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે ઉમરગામ તાલુકાની કેટલીક કંપનીઓમાં સ્થાનિક કામદારોને ડોડીયા મજૂર તરીકે રાખી પગાર સ્લીપ, પીએફ, બોનસ, વીમો, ઓવરટાઈમ, ઈન્ક્રિમેન્ટ, ઈએસઆઈ જેવી સુવિધાઓ આપવામાં આવતી નથી. તેમણે જણાવ્યું હતું કે…
Read More