September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Dang Ahwa

આહવાની 13 વર્ષની ફ્રેની ચૌધરીની U-15 ટીમમાં પસંદગી, ડાંગની દીકરીએ રાષ્ટ્રીય સ્તરે ઝળહળાટ કર્યો | Ahwa’s 13-Year-Old Freni Selected for India U-15 Team

આહવાની 13 વર્ષની ફ્રેની ચૌધરીની U-15 ટીમમાં પસંદગી, ડાંગની દીકરીએ રાષ્ટ્રીય સ્તરે ઝળહળાટ કર્યો | Ahwa’s 13-Year-Old Freni Selected for India U-15 Team

 

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાંથી એક ગૌરવસભર સમાચાર સામે આવ્યા છે. આહવાના ચીરાપાડા વિસ્તારમાં રહેતી માત્ર 13 વર્ષની ફ્રેની ચૌધરીની બીસીસીઆઈ અંડર-15 મહિલા વન-ડે ટ્રોફી 2025-26 માટે પસંદગી થતાં સમગ્ર ડાંગ જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આદિવાસી વિસ્તારથી રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ સ્પર્ધામાં પહોંચનાર દીકરી તરીકે ફ્રેની ચૌધરી પ્રેરણારૂપ બની છે.

ડાંગ જિલ્લાના આહવાના ચીરાપાડાની રહેવાસી ફ્રેની ચૌધરી હાલ ધોરણ-8માં કામરેજ સ્થિત જે.બી. એન્ડ કાર્ય વિદ્યાસંકુલમાં અભ્યાસ કરી રહી છે. નાની ઉમરથી જ ક્રિકેટ પ્રત્યે ઝોક ધરાવતી ફ્રેનીએ ધોરણ-5થી ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી અને સતત મહેનતના કારણે આજે અંડર-15 ટીમમાં સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાંથી આવતી દીકરી માટે વિશેષ મહત્વની માનવામાં આવી રહી છે.

ફ્રેની ચૌધરી માત્ર ક્રિકેટર જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરની એથ્લીટ પણ છે. તાજેતરમાં ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં રાજ્ય કક્ષાએ આયોજિત એથ્લેટિક્સ મીટમાં ફ્રેનીએ 800 મીટર દોડમાં ચેમ્પિયન બની પોતાની રમતગમતની પ્રતિભા સાબિત કરી હતી. ક્રિકેટ અને એથ્લેટિક્સ બંને ક્ષેત્રે તેની સિદ્ધિએ સૌને આશ્ચર્યમાં મૂક્યા છે.

ક્રિકેટમાં ફ્રેની એક ઓલરાઉન્ડર ખેલાડી તરીકે પોતાની અલગ ઓળખ બનાવી રહી છે. તે સુરત સ્થિત ફ્રી ક્રિકેટ એકેડેમીમાં નિયમિત તાલીમ લે છે, જ્યાં તેમને કોચ ધનસુખભાઈનું સતત માર્ગદર્શન અને વિશેષ સહયોગ મળતો રહ્યો છે. આ સાથે જય અંબે ક્રિકેટ કોચિંગના કોચ ચિરાગભાઈ દ્વારા પણ તેમને સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેના કારણે ફ્રેનીની રમત વધુ નિખરી છે.

ફ્રેનીના પિતા અરવિંદભાઈ ચૌધરી ગુજરાત પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે સુરતના વાવ-કામરેજ વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા 18 વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અરવિંદભાઈએ પોતાની વ્યસ્ત ફરજ વચ્ચે પણ દીકરીના સપનાને સાકાર કરવા સંપૂર્ણ સહયોગ આપ્યો છે. પરિવારના સહકાર અને માર્ગદર્શનથી ફ્રેની આજે આ ઊંચા મુકામ સુધી પહોંચી છે.

ડાંગ જિલ્લાના લોકો માટે આ સિદ્ધિ ગૌરવની બાબત બની છે. આહવા જેવા આદિવાસી વિસ્તારમાંથી ઉગતી ફ્રેની ચૌધરીની ક્રિકેટ યાત્રા અનેક દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે. રમતગમત ક્ષેત્રે ડાંગ જિલ્લાનું નામ રાષ્ટ્રીય ફલક પર ઉજાગર થતાં સમગ્ર વિસ્તારમાં ગર્વની લાગણી જોવા મળી રહી છે.

ફ્રેની ચૌધરીની U-15 ટીમમાં પસંદગીથી સ્પષ્ટ થાય છે કે યોગ્ય માર્ગદર્શન, સતત મહેનત અને પરિવારના સહયોગથી કોઈપણ અંતરિયાળ વિસ્તારની દીકરી પણ રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી શકે છે. આ સફળતાથી આહવા અને ડાંગ જિલ્લામાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધુ વધ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.

#AhwaCricket #DangPride #FreniChaudhari #U15Cricket #WomenCricketIndia #DangNews #AhwaNews #TribalGirlSuccess #GujaratCricket #BCCIU15 #GirlPower #SportsBreakingNews #YoungCricketer #IndianWomenCricket #Inspiration


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *