September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Navsari

સરપંચો અને ખેડૂતોને ‘વીબી-જી રામજી’ યોજનાની નવી જોગવાઇથી માહિતગાર કરાયા | Sarpanches and Farmers Informed About New Provisions of VB-G Ramji Scheme

સરપંચો અને ખેડૂતોને ‘વીબી-જી રામજી’ યોજનાની નવી જોગવાઇથી માહિતગાર કરાયા | Sarpanches and Farmers Informed About New Provisions of VB-G Ramji Scheme

 

ગ્રામીણ ક્ષેત્રે રોજગાર અને આજીવિકા અંગે જાગૃતિ લાવવાના હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા સરપંચો અને ખેડૂતો માટે વિશેષ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી શહેરની આજુબાજુના ગામોના સરપંચો તથા ખેડૂતોને વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) એટલે કે વીબી–જી રામજી બિલ–2025 અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ સરપંચ સંમેલન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સુમિત સાળુંખેના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. તેમણે જણાવ્યું હતું કે વીબી–જી રામજી યોજના ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારની તકો વધારવા, ખેડૂતો અને ગ્રામજનોની આવકમાં વધારો કરવા તેમજ આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

સંમેલન દરમિયાન સરપંચો અને ખેડૂતોને આ યોજનાની નવી જોગવાઇઓ, લાભાર્થીઓ માટેની પાત્રતા, અરજી પ્રક્રિયા તથા અમલીકરણની રીત વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી. ડો. સાળુંખેએ ખાસ ભાર મૂકતાં જણાવ્યું હતું કે સરપંચો ગ્રામ્ય વિકાસમાં મહત્વની કડી છે, તેથી તેઓ આ યોજના અંગે ગામના દરેક નાગરિક સુધી માહિતી પહોંચાડે અને લોકોને તેનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ સંમેલનનું આયોજન કરીને ગ્રામ્ય વિસ્તારોમાં યોજનાના અમલને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંમેલનમાં હાજર સરપંચો અને ખેડૂતોએ યોજનાની માહિતી ઉપયોગી હોવાનું જણાવી, પોતાના ગામોમાં જનજાગૃતિ ફેલાવવાની ખાતરી આપી હતી.

#VBG_Ramji #ViksitBharat #GramyaVikas #SarpanchSamelan #FarmersAwareness #NavsariNews #RuralEmployment #LivelihoodMission #GovernmentScheme #GujaratiNews #વીબીજીરામજી #વિકસિતભારત #ગ્રામ્યવિકાસ #સરપંચસંમેલન #ખેડૂતજાગૃતિ


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *