September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Valsad

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજનું ફેમિલી ગેટ-ટુ-ગેધર વલસાડમાં યોજાયું, કામગીરીની રૂપરેખા રજૂ કરી વિજેતાઓને ઇનામો અપાયા | Gujarat Brahma Samaj Family Get Together Held in Valsad

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજનું ફેમિલી ગેટ-ટુ-ગેધર વલસાડમાં યોજાયું, કામગીરીની રૂપરેખા રજૂ કરી વિજેતાઓને ઇનામો અપાયા | Gujarat Brahma Samaj Family Get Together Held in Valsad

 

વલસાડ જિલ્લામાં સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા આયોજિત ફેમિલી ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ હર્ષોલ્લાસપૂર્વક યોજાયો હતો. વલસાડ જિલ્લા પ્રમુખ તરૂણભાઈ દિક્ષિતના હરીરૂદ્ર હાઉસ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો તેમજ બાળકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આ ફેમિલી ગેટ-ટુ-ગેધરનો મુખ્ય ઉદ્દેશ સમાજની એકતા મજબૂત કરવો, આગામી કાર્યોની રૂપરેખા રજૂ કરવી અને વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.

કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રદેશ મંત્રી ગીરીશભાઈ ત્રિવેદી, સાઉથ ગુજરાત અધ્યક્ષ શરદભાઈ ઠાકર, સહ અધ્યક્ષ કીર્તિભાઈ ત્રિવેદી, માજી પ્રમુખ મહેશભાઈ પંડયા તેમજ ભૂતપૂર્વ કાર્યકારી પ્રમુખ ચંદુભાઈ પંડયા વિશેષ હાજર રહ્યા હતા. તમામ મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન જાવિત્રિ ભટ્ટ અને નીધી બધેકા દ્વારા કરવામાં આવ્યું હતું.

મહિલા મંત્રી પ્રિયંકાબેન ઠાકરે વર્ષ 2023થી 2025 દરમિયાન સમાજ દ્વારા યોજાયેલા વિવિધ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી. તેમણે મહિલાઓ અને યુવાનોની સક્રિય ભાગીદારી અંગે પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ મહિલા પ્રમુખ જયોતિબેન બધેકાએ વર્ષ 2026-27 દરમિયાન યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી, જેમાં સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સંગઠનની નવી જવાબદારીઓની પણ ઘોષણા કરવામાં આવી હતી. મંત્રી ચંદ્રેશભાઈ ઠાકરે વાપી તાલુકાના પ્રમુખ તરીકે કિશોરભાઈ બધેકા, ઉપપ્રમુખ તરીકે ચંદ્રકાન્તભાઈ વ્યાસ, ઉમરગામ તાલુકાના પ્રમુખ તરીકે કેયુરભાઈ ભટ્ટ અને મંત્રી તરીકે ભાર્ગવભાઈ ઉપાધ્યાયની સત્તાવાર જાહેરાત કરી હતી. નવી ટીમને સમાજના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.

આ ફેમિલી ગેટ-ટુ-ગેધરનું મુખ્ય આકર્ષણ બાળકોની રજૂઆત રહી હતી. ભુલકાઓએ સંસ્કૃતના શ્લોકો નિર્ભય અને કડકડાટ અવાજે બોલી સમાજની સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર દર્શન કરાવ્યું હતું. બાળકોની આ પ્રતિભાને બિરદાવતાં કુણાલભાઈ ઠાકર તરફથી તેમને ઇનામો આપવામાં આવ્યા હતા, જેના કારણે બાળકોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.

કાર્યક્રમના રજીસ્ટ્રેશન અને વ્યવસ્થાપનની જવાબદારી બીનીતા વ્યાસ અને જાગૃતીબેન ઉપાધ્યાયે સંભાળી હતી. તેમના સુચારુ આયોજનના કારણે સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર પાઠક, વાપીના ડીવાયએસપી દવે, વલસાડથી ગૌરવભાઈ પંડયા તેમજ ડીએફઓ જીનલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજના સંગઠન, શિક્ષણ અને સંસ્કાર પર ભાર મૂકતા માર્ગદર્શન આપ્યું હતું અને આવી સામૂહિક પ્રવૃત્તિઓ સમાજને મજબૂત બનાવે છે તેવું જણાવ્યું હતું.

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના આ ફેમિલી ગેટ-ટુ-ગેધર કાર્યક્રમથી સમાજના સભ્યો વચ્ચે પરસ્પર સંવાદ અને એકતા વધારવાનો હેતુ સફળ રહ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે સમાજના સર્વાંગી વિકાસ માટે સહકાર અને એકતાની લાગણી સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

#વલસાડ #બ્રહ્મસમાજ #FamilyGetTogether #SamastGujaratBrahmaSamaj #સમાજિકકાર્ય #વલસાડસમાચાર #CommunityEvent #GujaratiSamaj #CulturalProgram


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *