રોફેલ કોલેજના આચાર્ય અને પ્રોફેસરને વીર નર્મદ યુનિ.માં મહત્વના હોદ્દા | Rofel College Principal, Professor Appointed to VNSGU Bodies

રોફેલ કોલેજના આચાર્ય અને પ્રોફેસરને વીર નર્મદ યુનિ.માં મહત્વના હોદ્દા | Rofel College Principal, Professor Appointed to VNSGU Bodies

 

વાપી સ્થિત રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માટે ગૌરવની વાત સામે આવી છે. કોલેજના આચાર્ય ડો. હેમાલીબેન દેસાઈની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સાથે જ કોલેજના સિનિયર અધ્યાપક ડૉ. મહેશ દરુની યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ અમલમાં આવ્યા બાદ રચાયેલા મહત્વના અધિકાર મંડળોમાં કરવામાં આવેલી આ નિમણૂંક રોફેલ કોલેજ માટે વિશેષ ગૌરવરૂપ છે. આ હોદ્દાઓ દ્વારા યુનિવર્સિટી સંચાલન અને શૈક્ષણિક નીતિમાં સક્રિય ભૂમિકા ભજવવાની જવાબદારી બંનેને સોંપાઈ છે.

આ નિમણૂંક બદલ વાપી સ્થિત રોફેલ કોલેજના સ્ટાફ, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ડો. હેમાલીબેન દેસાઈ અને ડૉ. મહેશ દરુને દિલથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શૈક્ષણિક ક્ષેત્રે કોલેજનું નામ વધુ ઉજાગર થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

#વાપી #રોફેલકોલેજ #વીરનર્મદયુનિવર્સિટી #VNSGU #AcademicNews #EducationNews #CollegePride #ExecutiveCouncil #BoardOfManagement


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

Leave a Comment