ઉદવાડામાં સિસિકા દ્વારા સન્માન સમારોહ યોજાયો, સિનિયર સિટીઝનોનું માન વધારાયું | Udvada Senior Citizens Felicitation Program Held

ઉદવાડામાં સિસિકા દ્વારા સન્માન સમારોહ યોજાયો, સિનિયર સિટીઝનોનું માન વધારાયું | Udvada Senior Citizens Felicitation Program Held

 

ઉદવાડા સિનિયર સિટીઝન મંડળ (સિસિકા) દ્વારા સભ્યોના સન્માન માટે ખાસ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મંડળની વર્ષ 2025 દરમિયાન યોજાયેલી મીટિંગો, વિવિધ પ્રવૃત્તિઓ તથા થયેલ ખર્ચનું વિગતવાર વાંચન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.

ત્યારબાદ મંડળના 75 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ સભ્યોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સાથે તેઓ નિરોગી, તંદુરસ્ત અને દીર્ધાયુ જીવન વિતાવે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે વલસાડથી પધારેલ મિસિસ પંડિત અને તેમની ટીમ દ્વારા વરિષ્ઠ નાગરિકોને હેલ્થ અવેરનેસ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેને સભ્યો દ્વારા ખૂબ સરાહના મળી હતી.

કાર્યક્રમના અંતે મંડળના પ્રમુખ હસુભાઈ પટેલે ઉપસ્થિત તમામ સભ્યો, મહેમાનો અને સહયોગીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં કિશોરભાઈ, બિપીનભાઈ, હર્ષદભાઈ, ગિરીશભાઈ, શૈલેષભાઈ, સુધાબેન સહિત મોટી સંખ્યામાં મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન વસંત જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

#ઉદવાડા #સિનિયર_સિટીઝન #સિસિકા #સન્માન_સમારોહ #વરિષ્ઠ_નાગરિક #સમાજસેવા #ValsadNews #UdvadaNews #SeniorCitizens #HealthAwareness


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

Leave a Comment