ઉમરગામમાં યુવકની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા
ઘર બહારના ઝઘડાની અદાવતમાં જમવા બેઠેલા યુવક પર પાછળથી લાકડાનો ઘાતક હુમલો
ઉમરગામ તાલુકામાં થયેલી યુવકની હત્યાના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની કડક સજા સંભળાવી છે. વર્ષ 2022માં થયેલા આ ગંભીર ગુનામાં પડોશીએ ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી જમવા બેઠેલા યુવક પર પાછળથી લાકડાથી હુમલો કરતા તેનું મોત થયું હતું.
5 ફેબ્રુઆરી 2022ના રોજ ઉમરગામ તાલુકાના જંબૂરી છીપાવાડ ફળિયા ખાતે રહેતા અંજુબેન વારલીના ઘરમાં આરોપી વિપુલ નારણ હળપતિ (ઉ.વ. 35, રહે. જંબૂરી)એ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ઘર બહાર થયેલા ઝઘડાની અદાવત રાખી તેણે અંજુબેનના દીકરા કલ્પેશ વારલીના માથામાં લાકડાના ઘાતક ફટકા માર્યા હતા, જેના કારણે કલ્પેશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વચ્ચે બચાવવા ગયેલી મૃતકની બહેન કવિતા વારલીને પણ ઇજા પહોંચી હતી.
આ કેસમાં પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીની દલીલો માન્ય રાખી વાપી સેશન્સ કોર્ટના બીજા એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે આરોપીને આઈપીસીની કલમ 302 હેઠળ આજીવન કેદ અને રૂ.10,000 દંડ, કલમ 449 હેઠળ 10 વર્ષની કેદ અને રૂ.2,000 દંડ તથા કલમ 324 હેઠળ 1 વર્ષની કેદ અને રૂ.1,000 દંડની સજા ફટકારી છે. સાથે જ મૃતકના આશ્રિતોને વળતર આપવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને કેસ રિફર કરવાનો પણ હુકમ કરાયો છે.
#ઉમરગામ #હત્યાકેસ #આજીવનકેદ #કોર્ટફૈસલો #વલસાડસમાચાર #CrimeNews #Valsad
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
