September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Valsad

આજથી વલસાડમાં ગુજરાત–કર્ણાટક કૂચ બિહાર ટ્રોફી મેચ

આજથી વલસાડમાં ગુજરાત–કર્ણાટક કૂચ બિહાર ટ્રોફી મેચ

 

વલસાડમાં બીડીસીએ સંચાલિત સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે તા. 1 થી 4 જાન્યુઆરી 2026 દરમિયાન ગુજરાત અને કર્ણાટક અન્ડર-19 ટીમો વચ્ચે પ્રતિષ્ઠિત કૂચ બિહાર ટ્રોફી ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચાર દિવસીય મેચમાં અન્ડર-19ના પ્રતિભાશાળી ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.

બીડીસીએના માનદ મંત્રી જનકભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ મેચ દરમિયાન જૂનિયર સિલેક્શન કમિટીના સભ્યો પણ હાજર રહેશે અને યુવા ખેલાડીઓની પ્રતિભા પર નજીકથી નજર રાખશે. વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમના આંગણે ગુરૂવાર 1 જાન્યુઆરીથી શરૂ થનારી આ મહત્વપૂર્ણ ક્વાર્ટર ફાઇનલ મેચને નિહાળવા ક્રિકેટપ્રેમીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

આ મેચથી વલસાડમાં ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે અને સ્થાનિક ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

#વલસાડ #કૂચબિહારટ્રોફી #ગુજરાતવર્સસકર્ણાટક #અન્ડર19ક્રિકેટ #સરદારપટેલસ્ટેડિયમ #બીડીસીએ #CricketNews #Valsad


 


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *