September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Valsad Vapi

અનાવિલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આર.આર.કે. સ્ટ્રાઈકર્સ વિજેતા, કપ સાથે રૂ. 43,500ની માતબર ઇનામ રકમ

અનાવિલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આર.આર.કે. સ્ટ્રાઈકર્સ વિજેતા, કપ સાથે રૂ. 43,500ની માતબર ઇનામ રકમ

 

વાપી-વલવાડાના સ્વ. રમેશચંદ્ર મણીલાલ વશી, સ્વ. રમેશચંદ્ર રણછોડજી દેસાઈ (સોનવાડા-વાપી), સ્વ. કિશોરભાઈ ગુલાબભાઈ દેસાઈ (પરિયા-મુંબઈ) પરિવાર તથા મિત્ર વર્તુળ દ્વારા સતત પાંચમા વર્ષે આર. આર. કે. સ્પોર્ટ્સ ક્લબ અનાવિલ ક્રિકેટ ટુર્નામેન્ટ–2025નું આયોજન મેઘપન સ્પોર્ટ્સલાઈફ ક્રિકેટ ગ્રાઉન્ડ, વેલવાગડ (પરિયા) ખાતે કરવામાં આવ્યું હતું.

દીપ પ્રાગટ્ય તથા ઉદ્ઘાટન વિધિ આર.આર.કે. સ્પોર્ટ્સ ક્લબના પ્રાયોજકો નિમિષભાઈ રમેશચંદ્ર વશી, સુરેખભાઈ રમેશચંદ્ર દેસાઈ તથા સિદ્ધાર્થ કિશોરભાઈ દેસાઈ અને મિત્ર વર્તુળ દ્વારા કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે કનુભાઈ મોહનલાલ દેસાઈ (નાણાંમંત્રી)નું શાલ ઓઢી અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ટુર્નામેન્ટમાં આર.આર.કે. સ્ટ્રાઈકર્સ ચેમ્પિયન તરીકે વિજેતા બની હતી, જ્યારે આર.આર.કે. ચેમ્પિયન રનર્સઅપ રહી હતી. વિજેતા ટીમને કપ સાથે દરેક ખેલાડીને મેડલ પહેરાવી રૂ. 43,500ની રોકડ રકમ પુરસ્કારરૂપે આપવામાં આવી હતી. રનર્સઅપ ટીમને કપ, દરેક ખેલાડીને મેડલ તથા રૂ. 33,500ની ઇનામ રકમ અપાઈ હતી. અન્ય ભાગ લેનારી બે ટીમોને પણ કપ, મેડલ તથા રૂ. 23,500ની ઇનામ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વ્યક્તિગત પુરસ્કારોમાં બેસ્ટ બોલર તરીકે મીત્ત ડી. દેસાઈ, બેસ્ટ બેટ્સમેન તથા મેન ઓફ ધ સિરીઝ તરીકે શશાંક દેસાઈ, મેન ઓફ ધ ફાઈનલ મેચ તરીકે કરણ દેસાઈ અને બેસ્ટ ફીલ્ડર તરીકે પાર્થ દેસાઈને ટ્રોફી, રોકડ રકમ તથા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મનીષ બળભદ્રભાઈ દેસાઈ (પ્રમુખ—વાપી શહેર ભાજપ), મિલનભાઈ રમણલાલ દેસાઈ (આર.કે. દેસાઈ ગ્રુપ), સતીશ પટેલ (પ્રમુખ—વીઆઈએ વાપી), દર્પણભાઈ વિનોદરાય દેસાઈ, વિનયભાઈ દેસાઈ, વિજયભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા ક્લબ આયોજક સમિતિ ભાવિન (ભાવેશ) નવીનચંદ્ર દેસાઈ, નીરવ (રવિ) જશવંત દેસાઈ તેમજ આયુષ વશી, વત્સલ દેસાઈ, નીલ દેસાઈ, ધ્રુવલ દેસાઈ અને મનન દેસાઈએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ભાવિન (ભાવેશ) નવીનચંદ્ર દેસાઈએ કર્યું હતું.

#અનાવિલક્રિકેટટુર્નામેન્ટ #RRKStrikers #RRKChampions #વાપી #વલવાડા #ક્રિકેટસમાચાર #સ્પોર્ટ્સન્યૂઝ #CricketTournament #Valsad #AnavilSamaj


 


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *