વાપી રોજગાર મેળામાં 284ને નોકરી, યુવાઓમાં ખુશી | 284 Get Jobs at Vapi Job Fair
વાપી શહેરમાં મંગળવારે યોજાયેલા રોજગાર મેળામાં મોટી સફળતા સામે આવી છે. વાપીના નામધા સ્થિત શ્રી રજજુભાઈ શ્રોફ ઓડિટોરિયમ ખાતે આયોજિત રોજગાર મેળામાં કુલ 458 ઉમેદવારોમાંથી 284 ઉમેદવારોની નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી. આ રોજગાર મેળાને લઈને બેરોજગાર યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના બેરોજગાર અને શિક્ષિત યુવાનો માટે જિલ્લા રોજગાર કચેરી વલસાડ, નવસારી અને ડાંગના સંયુક્ત ઉપક્રમે કલસ્ટર મેગા જોબફેર કાર્યક્રમ યોજાયો હતો. આ રોજગાર મેળામાં ખાનગી એકમોમાં રોજગારી માટે સીધી પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
રોજગાર મેળામાં કુલ 1690 નોટીફાઇડ વેકેન્સી જાહેર કરવામાં આવી હતી. જેમાં વલસાડ માટે 1550, નવસારી માટે 140 અને ડાંગ માટે નોટીફાઇડ વેકેન્સી રાખવામાં આવી હતી. વાપી શહેરની 52 કંપનીઓએ રોજગાર મેળામાં પોતાના સ્ટોલ લગાવ્યા હતા અને ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.
વલસાડ જિલ્લામાંથી રોજગાર મેળામાં 351 ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાંથી 236 ઉમેદવારોની ખાનગી કંપનીઓમાં નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાંથી 89 ઉમેદવારો હાજર રહ્યા હતા અને તેમાંમાંથી 42 ઉમેદવારોને રોજગારી માટે પસંદ કરવામાં આવ્યા હતા.
ડાંગ જિલ્લામાંથી રોજગાર મેળામાં કુલ 18 ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાંથી 6 ઉમેદવારોની નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી. આમ ત્રણેય જિલ્લાઓમાંથી કુલ 458 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 284 ઉમેદવારોને રોજગારીની તક મળી હતી.
આ રોજગાર મેળામાં જિલ્લા રોજગાર અધિકારી પારૂલબેન અધિકારી પટેલ, ડાંગના વી.એસ. ભોયે તેમજ ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રોજગાર મેળાની વ્યવસ્થા અને સફળ આયોજન બદલ તંત્રની કામગીરીને સરાહનીય ગણાવી હતી.
રોજગાર મેળામાં ભાગ લેનાર કંપનીઓએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. કંપની પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે જોબફેર થકી તેમને યોગ્ય અને તાલીમપ્રાપ્ત કર્મચારીઓ સરળતાથી મળી જાય છે. બેરોજગાર યુવાનોને પણ સીધી રોજગારીની તક મળતી હોવાથી આ પ્રકારના રોજગાર મેળા ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
રોજગાર મેળામાં ઇન્ટરવ્યુ આપનાર યુવાનોમાં પણ સકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો હતો. કેટલાક યુવાનોએ જણાવ્યું હતું કે તાજેતરમાં ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ રોજગાર મેળાની માહિતી મળતા અહીં ઇન્ટરવ્યુ આપ્યા છે અને પોઝિટિવ જવાબ મળ્યો છે. આ મેળો બેરોજગાર યુવાનો માટે આશાનો કિરણ બન્યો છે.
વાપી રોજગાર મેળામાં મોટી સંખ્યામાં નોકરી મળતા હાલ જિલ્લામાં રોજગારને લઈને સકારાત્મક માહોલ સર્જાયો છે અને આગામી સમયમાં પણ આવા રોજગાર મેળા યોજાય તેવી માંગ ઉઠી રહી છે.
#વાપી_રોજગાર_મેળો #VapiJobFair #VapiRojgarMelo #વાપી_સમાચાર #VapiNews #EmploymentNews #GujaratJobFair #ValsadNews #NavsariNews #DangNews #RojgarMela #JobFairNews #GujaratBreakingNews #YouthEmployment #PrivateJobs #VapiUpdates
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
