ઉમરગામના નાહુલીમાં કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી
માજી ધારાસભ્યના હસ્તે તિરંગો ફરકાવાયો, ભાજપ પર આકરા પ્રહાર
ઉમરગામ તાલુકાના નાહુલી ગામે 28 ડિસેમ્બરે સવારે 11 કલાકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રવેશ પટેલની આગેવાનીમાં આયોજિત આ કાર્યક્રમમાં તાલુકાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ પટેલના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
આ અવસરે છોટુભાઈ પટેલે ભાજપ સરકારની નીતિઓ પર કડક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં કોંગ્રેસ સરકાર દરમિયાન ફાળવાયેલી હજારો એકર જમીન આજે કરોડો રૂપિયામાં વેચાઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ભાજપના શાસનમાં શિક્ષણનું મૂલ્ય ઘટ્યું છે અને હવે યુવાનોને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી મળતી સ્થિતિ સર્જાઈ છે. તેમણે લોકોને ભાજપ સરકારને હટાવવા માટે મતદાન કરવાની અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી મિલન દેસાઈ અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે પણ સંબોધન કરતાં કોંગ્રેસ સરકારના સમયમાં થયેલા વિકાસ કાર્યો, સંવિધાનની મહત્તા અને લોકશાહી મૂલ્યો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
ઉજવણી પ્રસંગે કોંગ્રેસના માજી પ્રમુખ ફૂલજીભાઈ પટેલ, તાલુકા પંચાયતના માજી પ્રમુખ ગોવિંદભાઈ પટેલ, માજી ઉપપ્રમુખ લક્ષિભાઈ ધોડી, વલવાડા સરપંચ જયેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધ્વજ અને સૂત્રોચ્ચાર સાથે ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.
#ઉમરગામ #નાહુલી #કોંગ્રેસસ્થાપનાદિન #CongressFoundationDay #છોટુભાઈપટેલ #કોંગ્રેસ #રાજકારણસમાચાર #Valsad #Umargam
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
