નંદીગામમાં વન જમીનમાંથી રસ્તો પહોળો કરવાની તજવીજ સામે આદિવાસી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો | Tribal Farmers Protest Forest Land Road Widening Plan in Nandigram
ઉમરગામ તાલુકાના નંદીગામ વિસ્તારમાં વન ખાતાની જમીનમાંથી રસ્તો પહોળો કરવાની તજવીજ સામે કબજેદાર આદિવાસી ખેડૂતોએ રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો છે. નંદીગામ હાઇવેથી પટેલ પાડા પ્રાથમિક શાળા સુધીના અંદાજે 80 મીટર લાંબા માર્ગને પહોળો કરવાની પ્રક્રિયા અંતર્ગત વન ખાતાના અધિકારીઓએ શુક્રવારે સ્થળ ચકાસણી કરતા સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો હતો.
ઉમરગામ તાલુકાના નંદીગામ ગામમાં ને.હા.48થી પટેલ પાડા પ્રાથમિક શાળા સુધી વન ખાતાની જમીન આવેલી છે. આ જમીનમાંથી ઝરોલી તરફ જવા માટે આશરે 3 મીટર પહોળો માર્ગ અગાઉથી બનાવવામાં આવ્યો છે. માર્ગની બન્ને બાજુ વન ખાતાની જમીન પર વર્ષોથી આદિવાસી પરિવારો ખેતી કરી રહ્યા છે તેમજ આંબા સહિતના ફળાઉ વૃક્ષો ઉગાડેલા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ લાંબા સમયથી આ જમીન પર નિર્ભર રહી જીવનનિર્વાહ કરે છે.
વન વિભાગ દ્વારા આ જમીન વન ખાતાની હોવાનું દર્શાવી અગાઉ ચોમાસામાં નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. હવે માર્ગ કિનારે આવેલા વૃક્ષોને નંબર પાડવાની તજવીજ હાથ ધરાતા ખેડૂતોમાં ચિંતા અને રોષ વધ્યો છે. શુક્રવારે વન ખાતાના અધિકારીઓ સ્થળ પર પહોંચતા જમીન પર કબજો ધરાવતા આદિવાસી ખેડૂતોએ રસ્તો પહોળો કરવાની કામગીરીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.
આ અંગે સંજાણ વન ખાતાના અધિકારી તેજસ પટેલે જણાવ્યું હતું કે ઉમરગામના ટીડીઓ દ્વારા બીજી બાજુ રસ્તો પહોળો કરવાની દરખાસ્ત કરાઈ હોવાથી સ્થળ મુલાકાત લેવામાં આવી છે. બીજી તરફ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે જગ્યા વિકાસના નામે નીતિ-નિયમોને નેવે મૂકી ચોક્કસ વિસ્તારોમાં લાભ પહોંચાડવા પ્રયાસ થઈ રહ્યો છે.
આ મુદ્દે જંગલ મંડળીના પ્રમુખ સ્વામુભાઈએ પણ રસ્તો પહોળો કરવાની કાર્યવાહીનો વિરોધ વ્યક્ત કર્યો છે. વન ખાતાની જમીન, આદિવાસી ખેતી અને વિકાસના મુદ્દે હવે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ તંગ બનવાની શક્યતા જોવાઈ રહી છે.
#નંદીગામ #ઉમરગામ #વનખાતું #ForestLand #TribalFarmers #RoadWidening #AdivasiRights #GujaratNews #ValsadNews
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

[…] […]