પારડી પંચલાઈના નિવૃત્ત ASIની પુત્રી સુરભીબેનને PhDની સિદ્ધિ | Pardi Panchlai ASI’s Daughter Surbhiben Earns PhD
વાપી–પારડી પંચલાઈ વિસ્તારમાં રહેતા નિવૃત્ત એએસઆઈની પુત્રી સુરભીબેન અમૃતલાલ પરમારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી કોમર્સ વિષયમાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ પર સંશોધન કરીને પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ બદલ પરિવારજનો તેમજ કોલેજ તરફથી તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
પારડીના પંચલાઈ ગામે રહેતા નિવૃત્ત એએસઆઈ અમૃતલાલ નારણભાઈ પરમાર અને વિણાબેન એ. પરમારની પુત્રી સુરભીબેન અમૃતલાલ પરમાર હાલમાં શાહ એન. એચ. કોમર્સ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવી રહ્યા છે. પીએચડીની પદવી મેળવી તેમણે માત્ર પરિવારનું નહીં પરંતુ સમગ્ર સમાજનું પણ નામ રોશન કર્યું છે.
સુરભીબેનએ રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વાપીના પ્રાધ્યાપિકા ડૉ. રશ્મિબેન બી. મહેતાના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ તૈયાર કર્યો હતો. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરતે આ સંશોધન કાર્યને માન્ય રાખીને તેમને પીએચડીની પદવી એનાયત કરી હતી. આ મહત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ બદલ તેમને વિવિધ સ્તરે શુભેચ્છાઓ મળી રહી છે.
#પારડી #પંચલાઈ #PhD #શૈક્ષણિકસિદ્ધિ #વીરનર્મદયુનિવર્સિટી #CommercePhD #EducationNews #VapiNews #PardiNews #AcademicAchievement
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
