વાંસદામાં 4500માં ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ વેચનારને SOGએ ઝડપ્યો | Navsari SOG Arrests Man for Selling Fake Driving Licenses in Vansda
નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ વાંસદા તાલુકાના હનુમાનબારી ગામ પાસેથી ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. મોબાઈલ એપ્લિકેશન દ્વારા એડિટિંગ કરી અને ઝેરોક્ષની દુકાનમાં પ્રિન્ટ કઢાવી અસલ જેવા જ દેખાતા લાયસન્સ વેચનાર ચીખલીના એક યુવકની 59 ડુપ્લીકેટ લાયસન્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપી એક લાયસન્સના બદલામાં ગ્રાહકો પાસેથી 4500 રૂપિયા જેવી માતબર રકમ વસૂલતો હોવાનું બહાર આવ્યું છે.
નવસારી જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ફેક ડોક્યુમેન્ટ બનાવતા તત્વો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત એસઓજી ઇન્ચાર્જ પીઆઈ પી.વાય. ચિતે અને તેમની ટીમ વાંસદા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મયુરભાઈને સચોટ બાતમી મળી હતી કે રાણીફળિયા મહારાજા ગેસ્ટ હાઉસ તરફ એક યુવક બેગમાં ડુપ્લીકેટ લાયસન્સ ભરીને ગ્રાહકોને આપવા આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી જીગરભાઈ ભીખુભાઈ પટેલ (ઉ.વ. 31, રહે. વેલણપૂર, તા. ચીખલી) ને દબોચી લીધો હતો.
આરોપી જીગરની બેગની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેની પાસેથી કુલ 59 શંકાસ્પદ લાયસન્સ મળી આવ્યા હતા, જેમાં ગોલ્ડન કલરની ચીપ વગરના 32 લાયસન્સ, મોબાઈલ એપથી એડિટ કરેલા ચીપવાળા 21 લાયસન્સ અને 6 લર્નિંગ લાયસન્સનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે આરોપી તેના વોટ્સએપ પર ગ્રાહકો પાસેથી ડોક્યુમેન્ટ મંગાવતો હતો અને ત્યારબાદ મોબાઈલ એપ્લિકેશનની મદદથી તેમાં નામ, સરનામું, જન્મ તારીખ અને વેલિડિટી એડિટ કરતો હતો. નવાઈની વાત એ છે કે તે જૂના લાયસન્સના નંબર જ બીજા ગ્રાહકોના ફોટા સાથે જોડી દેતો હતો.
આરોપી જીગરની મોડસ ઓપરેન્ડી વિશે વધુ વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, તે મોબાઈલમાં લાયસન્સ તૈયાર કર્યા બાદ નવસારીના એરુ ચાર રસ્તા પાસે આવેલી ‘પરફેક્ટ ઝેરોક્ષ’ નામની દુકાનમાં જઈને પીવીસી પ્રિન્ટ કઢાવતો હતો. આ પ્રિન્ટ અસલ લાયસન્સ જેવી જ દેખાતી હોવાથી સામાન્ય લોકો છેતરાઈ જતા હતા. જ્યારે પોલીસે આ લાયસન્સોની વિગતો આરટીઓ (RTO) માં ઓનલાઈન તપાસી, ત્યારે જાણવા મળ્યું કે 36 જેટલા લાયસન્સમાં વિગતો ખોટી હતી અથવા બીજાના નામે રજીસ્ટર હતી. ઘણા લાયસન્સ તો વ્યારા કે નવસારી આરટીઓમાંથી બીજા જ વ્યક્તિઓને ઇસ્યૂ થયેલા હતા.
આરોપી આ ડુપ્લીકેટ લાયસન્સ ગ્રાહકોને રૂબરૂમાં આપી નાણાં મેળવતો હતો. એસઓજીએ હાલમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કે તેણે અત્યાર સુધી કેટલા લોકોને આવા લાયસન્સ વેચ્યા છે અને આ કૌભાંડમાં ઝેરોક્ષ સેન્ટરના સંચાલકની કોઈ ભૂમિકા છે કે કેમ. વાંસદા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સરકારી દસ્તાવેજોમાં થતી ગેરરીતિઓ સામે લાલબત્તી ધરી છે.
#Vansda #Navsari #SOG #FakeLicense #CrimeNews #GujaratPolice #RTO #Forgery #Chikhli #BreakingNewsGujarat #NavsariNews #SocialMediaCrime #DigitalFraud #GujaratNews #નવસારી #વાંસદા #એસઓજી #ડુપ્લીકેટલાયસન્સ #ક્રાઈમસમાચાર #ગુજરાતપોલીસ #છેતરપિંડી #ચીખલી #નવસારીન્યૂઝ #ઝેરોક્ષ #ગેરકાયદેસર
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
