August 31, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Umbergaon

ઉમરગામ દહાડ ગામે સગીરાની ગળુ કાપી હત્યા કરનાર 4 વર્ષ બાદ પંજાબથી ઝડપાયો | Minor Girl Murder Accused Arrested from Punjab

ઉમરગામ દહાડ ગામે સગીરાની ગળુ કાપી હત્યા કરનાર 4 વર્ષ બાદ પંજાબથી ઝડપાયો | Minor Girl Murder Accused Arrested from Punjab

 

ઉમરગામ તાલુકાના દહાડ ગામે ચાર વર્ષ અગાઉ ટ્યુશનથી ઘરે આવતી 17 વર્ષની સગીરાની ગળુ કાપી નિર્મમ હત્યા કરનાર મુખ્ય આરોપીને અંતે પોલીસ દ્વારા પંજાબથી ઝડપી લેવામાં આવ્યો છે. વર્ષ 2022માં બનેલી આ ઘટનાએ સમગ્ર વલસાડ જિલ્લાને હચમચાવી દીધો હતો અને લાંબા સમયથી ફરાર રહેલો આરોપી હવે પોલીસના હાથે ઝડપાયો છે.

વર્ષ 2022માં ઉમરગામના નાની દહાડ રોડ પર એક 17 વર્ષની સગીરા ટ્યુશન પૂરી કરીને ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન રસ્તામાં આરોપીઓએ સગીરાને અટકાવી ઝઘડો શરૂ કર્યો હતો. ઝઘડો ઉગ્ર બનતા આરોપીએ ચપ્પુ કાઢી સગીરાનું ગળું રહેંસી નાખ્યું હતું. ગંભીર રીતે ઘાયલ બનેલી સગીરાને બચાવવા સ્થાનિક લોકો ભેગા થયા હતા.

ઘટનાના બાદ સગીરાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેણીનું મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર ઉમરગામ સહિત વલસાડ જિલ્લામાં ભારે આઘાત અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. સગીરાની હત્યાનો બનાવ ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો.

આ ગંભીર ગુનામાં આરોપી ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં ચિત્રકુટમાં રહેતો અને મૂળ બિહારનો રહેવાસી પંકજ યોગેન્દ્ર પાસવાન હોવાનું બહાર આવ્યું હતું. હત્યા કર્યા બાદ પંકજ યોગેન્દ્ર પાસવાન ફરાર થઈ ગયો હતો. આ કેસમાં તે સમયે પોલીસ દ્વારા બે સગીર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય આરોપી હાથમાં આવતો નહોતો.

સગીરાની હત્યા કોણે કરી અને કેમ કરી તે જાણવા માટે સમગ્ર જિલ્લાની પોલીસ ટીમ કામે લાગી હતી. હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. ચાર વર્ષ સુધી આરોપી નાસતો ફરતો રહ્યો હતો અને અલગ-અલગ સ્થળે પોતાનું ઠેકાણું બદલી રહ્યો હતો.

આરોપીને ઝડપી પાડવા માટે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવે, વાપી વિભાગના માર્ગદર્શન હેઠળ ઉમરગામ પોલીસે આ કેસમાં ફરી તપાસને વેગ આપ્યો હતો.

ઉમરગામ પોલીસના કોન્સ્ટેબલ રાકેશકુમાર ગ્રીજનાથ યાદવને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી હતી. મળેલી માહિતી મુજબ આરોપી પંજાબમાં છુપાયો હોવાની જાણ થતાં પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સતત દેખરેખ અને ટેકનિકલ સર્વેલન્સ બાદ અંતે આરોપી પંકજ યોગેન્દ્ર પાસવાનને પંજાબથી પકડી પાડવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે વર્ષ 2022માં પંકજ યોગેન્દ્ર પાસવાને તેના બે સગીર સાગરીતો સાથે મળી આ ભયાનક હત્યાને અંજામ આપ્યો હતો. ત્રણેયએ સગીરાને રસ્તામાં અટકાવી પહેલા ઝઘડો કર્યો અને ત્યારબાદ ચપ્પુ વડે ગળું કાપી નાખ્યું હતું. ઘટનાના સમયે આસપાસના લોકોએ ટોળું ભેગું કરી બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પહેલાં જ સગીરાને ઘાતક ઇજા પહોંચી હતી.

આ કેસમાં અગાઉ પકડાયેલા બે સગીર આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. મુખ્ય આરોપી લાંબા સમયથી ફરાર હોવાને કારણે કેસ અધવચ્ચે અટકેલો હતો. હવે ચાર વર્ષ બાદ આરોપીની ધરપકડ થતાં ફરી એકવાર કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.

ઉમરગામ પોલીસ દ્વારા આરોપીને પંજાબથી લાવી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હત્યાના કારણો, ઘટનાની પાછળની સમગ્ર સચ્ચાઈ અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. પોલીસ તંત્ર દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

ચાર વર્ષ બાદ મળેલી આ સફળતાને કારણે ઉમરગામ સહિત વલસાડ જિલ્લામાં પોલીસની કામગીરીની ચર્ચા શરૂ થઈ છે. સગીરાની હત્યાના કેસમાં આરોપી ઝડપાતાં મૃતકના પરિવારને થોડી ન્યાયની આશા જાગી છે. આ ઘટનાએ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની ગંભીરતા તરફ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

#ઉમરગામન્યૂઝ #UmargamNews #દહાડગામ #MinorMurder #CrimeNews #ValsadDistrict #હત્યાકેસ #GujaratCrime #PoliceAction #PunjabArrest #GujaratiNews #LawAndOrder #MurderCase #BreakingNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

One thought on “ઉમરગામ દહાડ ગામે સગીરાની ગળુ કાપી હત્યા કરનાર 4 વર્ષ બાદ પંજાબથી ઝડપાયો | Minor Girl Murder Accused Arrested from Punjab

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *