નોકરી શોધનારા માટે મોટી તક: વાપીમાં 6 જાન્યુઆરીએ મેગા જોબ ફેરનું આયોજન | Mega Job Fair in Vapi on 6 January for Job Seekers
વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાનાં રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવાની ઉત્તમ તક ઊભી થઈ છે. જિલ્લા રોજગાર કચેરી વલસાડ, નવસારી અને ડાંગના સંયુક્ત ઉપક્રમે તારીખ 06 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે પદ્મભૂષણ રજજુભાઈ શ્રોફ ઓડિટોરિયમ, નામધા, વાપી ખાતે કલસ્ટર મેગા જોબ ફેર કાર્યક્રમ યોજાનાર છે.
આ મેગા જોબ ફેરમાં ખાનગી કંપનીઓના નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોની પસંદગી અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ધોરણ 8 પાસથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ જોબ ફેર ખુલ્લો રહેશે. રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત સંબંધિત તમામ પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી તેમજ બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે.
જિલ્લામાં બેરોજગારીની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે. એક અહેવાલ મુજબ છેલ્લા એક વર્ષ દરમિયાન જિલ્લામાં શિક્ષિત અને અર્ધશિક્ષિત મળીને આશરે 11,114 જેટલા યુવાનો બેરોજગાર નોંધાયા છે. રાજ્ય વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબ મુજબ ગુજરાતમાં પૂરતી શિક્ષા ધરાવતા બેરોજગાર યુવાનોની સંખ્યા 2,38,978 અને અર્ધશિક્ષિત યુવાનોની સંખ્યા 10,757 છે, આમ રાજ્યમાં કુલ બેરોજગાર યુવાનોની સંખ્યા 2,49,735 જેટલી થાય છે.
આ પરિસ્થિતિમાં વાપીમાં યોજાનાર મેગા જોબ ફેર રોજગારવાંચ્છુ યુવાનો માટે મહત્વપૂર્ણ તક બની રહેશે, જ્યાં તેઓ ખાનગી કંપનીઓ સાથે સીધો સંપર્ક સાધી પોતાની કારકિર્દી માટે નવા રસ્તા ખોલી શકશે.
#JobFair #VapiJobFair #MegaJobFair #EmploymentNews #VapiNews #Valsad #Navsari #Dang #PrivateJobs #CareerOpportunity #GujaratJobs
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

[…] […]