વાપી બલીઠામાં જુગાર રેડ, 4 જુગારીઓ ઝડપાયા | Four Gamblers Caught in Vapi Balitha Gambling Raid
વાપીના બલીઠા વિસ્તારમાં જુગાર રમતા ચાર આરોપીઓને વાપી ટાઉન પોલીસે ઝડપી લઈને જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા કબજે લેવામાં આવ્યા છે.
વાપી ટાઉન પોલીસ ગુરૂવારે વાહન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે બલીઠા દાંડીવાડ ક્રિકેટ ગ્રાઉન્ડની ખુલ્લી જગ્યામાં રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન ચાર ઇસમો હારજીતનો જુગાર રમતા નજરે પડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી જીજ્ઞેશ ઉર્ફે પીન્ટુ પટેલ, દીપક રમણ હળપતિ, મુકેશ નાનુ પટેલ અને ગણેશ રમણ હળપતિ, તમામ રહેવાસી ચલાણે,ને ઝડપી લીધા હતા. આરોપીઓની દાવ તથા અંગઝડતી લેતાં કુલ રૂ. 11,310 રોકડા મળી આવ્યા હતા, જેને કબજે લઈ પોલીસે જુગારધારા મુજબની કાર્યવાહી શરૂ કરી છે.
વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
#VapiNews #Balitha #GamblingCase #VapiPolice #CrimeNews #GujaratNews #Jugar #VapiCrime
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
