2026માં વલસાડને રૂ. 39 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતની નવી કચેરીની ભેટ મળશે

2026માં વલસાડને રૂ. 39 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતની નવી કચેરીની ભેટ મળશે શિક્ષણ, આરોગ્ય અને ICDS વિભાગ માટે નવી ઓફિસ, લિફ્ટ સહિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે વલસાડ જિલ્લાના નાગરિકો માટે વર્ષ 2026માં એક મહત્વની સુવિધાની ભેટ મળવાની છે. જિલ્લા પંચાયત દ્વારા વલસાડ ખાતે રૂ. 39 કરોડના ખર્ચે અદ્યતન જિલ્લા પંચાયતની નવી કચેરીનું ભવ્ય સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના છ તાલુકાના વિકાસલક્ષી કામો તેમજ અરજદારોના વિવિધ કામો માટે મુખ્ય મથક તરીકે આ નવી કચેરી મહત્વની ભૂમિકા ભજવશે. બે વિંગમાં ગ્રાઉન્ડ પ્લસ 6 માળનું આ નવું સંકુલ આધુનિક સુવિધાઓથી સજ્જ…

Read More

વિશ્વાસ વધારવા પોલીસે 21 મોબાઇલ મૂળ માલિકોને પરત કર્યા

વિશ્વાસ વધારવા પોલીસે 21 મોબાઇલ મૂળ માલિકોને પરત કર્યા વાપી ટાઉનમાં રૂ. 5.06 લાખના મોબાઇલ પોલીસે કબજે લીધા વાપી ટાઉન પોલીસે ગુમ થયેલા અને ચોરીમાં ગયેલા 21 મોબાઇલ ફોન મૂળ માલિકોને પરત સોંપી પોલીસ પ્રત્યે પ્રજાનો વિશ્વાસ વધે તેવા પ્રશંસનીય પ્રયત્નો કર્યા છે. કુલ રૂ. 5,06,881 કિંમતના મોબાઇલ ફોન શોધી કાઢી માલિકોને પરત આપવામાં આવ્યા હતા. ગુજરાતના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા પ્રજાલક્ષી અભિગમ અંતર્ગત લોકો સાથે તાદાત્મ્ય વધારવા તથા પોલીસ પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવા “તેરા તુજકો અર્પણ” અભિગમ મુજબ કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.…

Read More

અનાવિલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આર.આર.કે. સ્ટ્રાઈકર્સ વિજેતા, કપ સાથે રૂ. 43,500ની માતબર ઇનામ રકમ

અનાવિલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આર.આર.કે. સ્ટ્રાઈકર્સ વિજેતા, કપ સાથે રૂ. 43,500ની માતબર ઇનામ રકમ   વાપી-વલવાડાના સ્વ. રમેશચંદ્ર મણીલાલ વશી, સ્વ. રમેશચંદ્ર રણછોડજી દેસાઈ (સોનવાડા-વાપી), સ્વ. કિશોરભાઈ ગુલાબભાઈ દેસાઈ (પરિયા-મુંબઈ) પરિવાર તથા મિત્ર વર્તુળ દ્વારા સતત પાંચમા વર્ષે આર. આર. કે. સ્પોર્ટ્સ ક્લબ અનાવિલ ક્રિકેટ ટુર્નામેન્ટ–2025નું આયોજન મેઘપન સ્પોર્ટ્સલાઈફ ક્રિકેટ ગ્રાઉન્ડ, વેલવાગડ (પરિયા) ખાતે કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય તથા ઉદ્ઘાટન વિધિ આર.આર.કે. સ્પોર્ટ્સ ક્લબના પ્રાયોજકો નિમિષભાઈ રમેશચંદ્ર વશી, સુરેખભાઈ રમેશચંદ્ર દેસાઈ તથા સિદ્ધાર્થ કિશોરભાઈ દેસાઈ અને મિત્ર વર્તુળ દ્વારા કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે કનુભાઈ મોહનલાલ દેસાઈ (નાણાંમંત્રી)નું શાલ…

Read More

Valsad News Today, Latest Local Updates — 04 December 2025

ધરમપુર અને ઉમરગામ તાલુકા પંચાયત ચૂંટણી અનામતમાં OBC 27% અને મહિલા 50% રોટેશન જાહેર.   જિલ્લાની 54 બેઠકમાં 27% OBC તથા 50% મહિલા અનામત રહેશે: વલસાડ જિલ્લાના ધરમપુર અને ઉમરગામ તાલુકા પંચાયતની કુલ 54 બેઠકોની અનામત ફાળવણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં 27 ટકા બેઠકો OBC ઉમેદવારો માટે આરક્ષિત રહેશે અને કુલ બેઠકોમાં 50 ટકા મહિલા અનામત લાગુ થશે. આ રોટેશન જિલ્લા સ્તરે મતદાર પ્રતિનિધિત્વ અને સામાજિક સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ચૂંટણી પૂર્વ રોટેશન પ્રક્રિયા પૂર્ણ, નાગરિકોમાં ઉત્સાહ: આગામી ફેબ્રુઆરીમાં જિલ્લાની 6 તાલુકા પંચાયતોની…

Read More

Valsad News Today, Latest Local Updates — 03 December 2025

BLO સામે મોટો પ્રશ્નાર્થ, એપાર્ટમેન્ટોમાં અનેક ફ્લેટો બંધ, ફોન કરે તો કહે બહારગામ છીએ, વલસાડ જિલ્લામાં SIR-2026ની કાર્યવાહીમાં 9.26 ટકા મતદારોના ફોર્મ હજી પરત મળ્યા નથી   વલસાડ જિલ્લામાં SIR-2026 હેઠળ ચાલી રહેલી મતદાર યાદી સઘન નોંધણી અને ડિજિટલાઈઝેશન પ્રક્રિયામાં બીએલઓ સામે મોટો પડકાર ઊભો થયો છે. છેલ્લા એક માસથી સતત કામગીરી છતાં હજુ પણ 9.26 ટકા મતદારોએ ફોર્મ પરત આપ્યા નથી કે ઘણા મતદારો હાલના સરનામે ઉપલબ્ધ નથી. અત્યાર સુધી જિલ્લામાં 80.46 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું જાણવા મળે છે. કુલ 13,85,807 મતદારોમાંથી અંદાજે 11 લાખથી વધુ મતદારોના ફોર્મનું…

Read More

Valsad News Today, Latest Local Updates — 02 December 2025

ફોર્મ ડિજિટલાઇઝેશનમાં વલસાડ જિલ્લો 80.89 ટકા સાથે રાજ્યમાં 27મા ક્રમે   ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ફોર્મ ડિજિટલાઇઝેશનમાં વલસાડ જિલ્લો 80.89 ટકા સાથે રાજ્યમાં 27મા ક્રમે નોંધાયો છે. વર્ષ 2002ની મતદારયાદી મુજબ અત્યાર સુધીમાં જિલ્લામાં 42.64 ટકા મેપિંગ પૂર્ણ થયું છે. તેમ છતાં મતદારયાદી સુધારણા કામગીરીમાં વલસાડ જિલ્લો હજુ પાછળ હોવાનું ચિત્ર સામે આવ્યું છે. બીએલઓ અને સંબંધિત અધિકારીઓ લક્ષ્યાંક પૂર્ણ કરવા સતત કામગીરી કરી રહ્યા છે. વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભામાં કુલ 41,179 મૃતક મતદારો નોંધાયા છે. મૃત્યુ, સ્થળાંતર સહિતના વિવિધ કારણોસર જિલ્લામાંથી કુલ 1,32,414 મતદારોના નામ મતદારયાદીમાંથી કમી…

Read More