વલસાડમાં ઓવરલોડ વાહનો પર ફ્લાઈંગ સ્ક્વોડની ત્રાટક: ટ્રક માલિકોમાં ફફડાટ | Action Against Overloaded Vehicles in Valsad by Enforcement Squad વલસાડ જિલ્લામાં ઓવરલોડ વાહનો અને ગેરકાયદેસર પરિવહન સામે રાજ્ય સરકાર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ગાંધીનગર અને સુરતની એન્ફોર્સમેન્ટ ફ્લાઈંગ સ્ક્વોડ (AFX) દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો પર કાયમી ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવતા ટ્રક માલિકો અને પરિવહન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સરકારના આ કડક વલણને કારણે હાઈવે પર થતા અકસ્માતોમાં ઘટાડો થવાની અને સરકારી તિજોરીને થતા નુકસાનને અટકાવવાની આશા વ્યક્ત કરવામાં…
Read MoreCategory: Valsad
7 વર્ષથી પોલીસને ચકમો આપતો દારૂનો વોન્ટેડ આરોપી ઝડપાયો | Valsad LCB Arrests Absconding Liquor Accused After Seven Years
7 વર્ષથી પોલીસને ચકમો આપતો દારૂનો વોન્ટેડ આરોપી ઝડપાયો | Valsad LCB Arrests Absconding Liquor Accused After Seven Years કાયદાના હાથ લાંબા હોય છે તે કહેવતને વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ફરી એકવાર સાચી સાબિત કરી છે. દારૂના ગુનામાં છેલ્લા 7 વર્ષથી વોન્ટેડ રહેલો એક આરોપી આખરે પોલીસના જાળમાં ફસાયો છે. વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાંથી નાસતા ફરતા આ આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. વર્ષોથી પોલીસને ચકમો આપી ફરતો આરોપી ઝડપાતા પોલીસ તંત્રને મોટી સફળતા મળી છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સ્પષ્ટ સૂચના…
Read More20 વર્ષથી ‘Mr India’ બની છૂપાયેલો ઠગ ઝડપાયો | Wanted Fraud Accused Arrested After Two Decades
20 વર્ષથી ‘Mr India’ બની છૂપાયેલો ઠગ ઝડપાયો | Wanted Fraud Accused Arrested After Two Decades કાયદાના હાથ લાંબા હોય છે. ઉક્તિને વલસાડ એલસીબીની ટીમે ફરી એક વખત સાચી સાબિત કરી છે. પારડી પોલીસ સ્ટેશનમાં બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડીના ગુનામાં વર્ષ 2006થી વોન્ટેડ રહેલો આરોપી આખરે 20 વર્ષ બાદ પોલીસના જાળમાં ફસાયો છે. વર્ષો સુધી પોલીસને થાપ આપી અલગ-અલગ સ્થળે છુપાઈ ફરતો અને નામ બદલીને રહેતો આ આરોપી છોટા ઉદેપુરમાંથી ઝડપાયો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના અનુસાર જિલ્લામાં નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ…
Read Moreઉમરસાડીની દીકરી ધ્યેયા નાયક રાજ્ય વેરા નિરીક્ષક બની: પિતા સરપંચ અને પુત્રી અધિકારી | Umarsadi Girl Dhyeya Nayak Clears State Tax Inspector Exam 2024-25
ઉમરસાડીની દીકરી ધ્યેયા નાયક રાજ્ય વેરા નિરીક્ષક બની: પિતા સરપંચ અને પુત્રી અધિકારી | Umarsadi Girl Dhyeya Nayak Clears State Tax Inspector Exam 2024-25 વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ફરી એકવાર દીકરીએ ડંકો વગાડ્યો છે. રાજ્ય સરકારના નાણા મંત્રાલય દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector – STI) વર્ષ 2024-25ની ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડની તેજસ્વી દીકરી ધ્યેયા નાયકે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર ઉમરસાડી પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને દીકરીની આ સિદ્ધિને સૌ કોઈ વધાવી…
Read Moreવાપીમાં સેવા, શિક્ષણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ: જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ અને શાળાઓમાં ભવ્ય મહોત્સવની ઉજવણી | Vapi News Social Service and Grand School Events
વાપીમાં સેવા, શિક્ષણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ: જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ અને શાળાઓમાં ભવ્ય મહોત્સવની ઉજવણી | Vapi News Social Service and Grand School Events વલસાડ જિલ્લાના વાપી પંથકમાં તાજેતરમાં માનવતા, શિક્ષણ અને સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરતા ત્રણ મહત્વના કાર્યક્રમો સંપન્ન થયા છે જે સાબિત કરે છે કે આ વિસ્તારમાં સેવા અને સંસ્કારનું સિંચન ખૂબ જ ઊંડાણપૂર્વક થયેલું છે. પ્રથમ ઘટનામાં વાપીના જાણીતા અને સેવાભાવી વ્યક્તિત્વ હરીશભાઈ આર્ટ દ્વારા નવસારી જિલ્લામાં એક પ્રશંસનીય માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું હતું. શિયાળાની વધતી જતી ઠંડીને ધ્યાનમાં રાખીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાહત આપવાના…
Read Moreવલસાડમાં બે દિવસ મતદાર યાદી સઘન પુનઃસમીક્ષા કાર્યક્રમ, BLO દ્વારા ખાસ કેમ્પ | Two-Day Intensive Voter List Revision Drive in Valsad
વલસાડમાં બે દિવસ મતદાર યાદી સઘન પુનઃસમીક્ષા કાર્યક્રમ, BLO દ્વારા ખાસ કેમ્પ | Two-Day Intensive Voter List Revision Drive in Valsad વલસાડ જિલ્લામાં મતદાર યાદીની સઘન પુનઃસમીક્ષા (Special Intensive Revision) કાર્યક્રમ અંતર્ગત શનિવાર અને રવિવારના રોજ તમામ મતદાન મથકો પર વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન દરેક મતદાન મથક પર બી.એલ.ઓ. (Booth Level Officer) સવારે 10.00 કલાકથી સાંજે 5.00 કલાક સુધી હાજર રહી મતદારોને માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ અંતર્ગત મતદારો પોતાના નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરી શકશે. જો નામ મેપિંગમાં ન આવ્યું હોય…
Read Moreપ્રજાનો અવાજ: સેલવાસ રિવરફ્રન્ટની મરામત અને વાપી આસોપાલવ રોડના અધૂરા કામે નાગરિકો પરેશાન | Public Voice Highlights Selvas Riverfront Repair, Vapi Road Work Delay
પ્રજાનો અવાજ: સેલવાસ રિવરફ્રન્ટની મરામત અને વાપી આસોપાલવ રોડના અધૂરા કામે નાગરિકો પરેશાન | Public Voice Highlights Selvas Riverfront Repair, Vapi Road Work Delay દાનહના સેલવાસ નરોલી બ્રિજ પાસે પ્રશાસન દ્વારા વિકસાવાયેલ રિવરફ્રન્ટને સુશોભિત કરી જાહેર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સ્થળે રોજે રોજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો તેમજ પર્યટકો મુલાકાત લે છે. જોકે હાલમાં રિવરફ્રન્ટ વિસ્તારમાં ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે. સાથે સાથે અનેક જગ્યાએ પાથરેલા પથ્થરો તૂટી ગયા છે અને કેટલાક સ્થળોએ રેલિંગ પણ લટકી પડેલી હાલતમાં છે. આ કારણે મુલાકાતીઓ માટે જોખમ ઊભું થયું…
Read Moreવન પેદાશોથી રોજગારી, દીપડા–માનવ સંઘર્ષ ઘટાડવાનો સંકલ્પ | Livelihood Through Forest Produce, Reducing Human–Leopard Conflict
વન પેદાશોથી રોજગારી, દીપડા–માનવ સંઘર્ષ ઘટાડવાનો સંકલ્પ | Livelihood Through Forest Produce, Reducing Human–Leopard Conflict વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં દીપડાઓનું ગ્રામિણ વિસ્તાર છોડીને શહેરી વિસ્તારો તરફ વધતું આગમન ચિંતાનું કારણ બન્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા દીપડા–માનવ સંઘર્ષ ઘટાડવા માટે મક્કમ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. વલસાડ વન વર્તુળ વિભાગમાં ફરજ બજાવતા આઈએફએસ અધિકારી ડો. બી. સુચિન્દ્રના કાર્યકાળ દરમિયાન વન સંરક્ષણ સાથે માનવ સલામતી અને સ્થાનિકોને રોજગારી આપવાનું લક્ષ્ય રાખીને કામગીરી આગળ વધી રહી છે. વલસાડ જિલ્લાની આદિવાસી જંગલ પટ્ટીની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ ડો.…
Read Moreવલસાડ શહેરમાં રવિવારે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા, 7 કેન્દ્રો પર 1835 ઉમેદવાર | વલસાડ શહેરમાં રવિવારે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા, 7 કેન્દ્રો પર 1835 ઉમેદવાર | State Tax Inspector Exam in Valsad, 1835 Candidates to Appear
વલસાડ શહેરમાં રવિવારે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા, 7 કેન્દ્રો પર 1835 ઉમેદવાર | State Tax Inspector Exam in Valsad, 1835 Candidates to Appear ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ–3)ની પરીક્ષા રવિવાર તા. 04 જાન્યુઆરી 2026ના રોજ વલસાડ જિલ્લામાં યોજાનાર છે. આ પરીક્ષા માટે વલસાડ શહેરમાં કુલ 7 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં કુલ 1835 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા સંદર્ભે વલસાડ જિલ્લા અધિક કલેક્ટર ચુડાસમાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરીક્ષા માટેની તમામ તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.…
Read Moreવલસાડમાં મિલકત વેરાની 75 ટકા વસુલાત, પાલિકાને મોટી સફળતા | Valsad Municipality Achieves 75% Property Tax Collection
વલસાડમાં મિલકત વેરાની 75 ટકા વસુલાત, પાલિકાને મોટી સફળતા | Valsad Municipality Achieves 75% Property Tax Collection વલસાડ શહેરમાં મિલકતધારકો પાસેથી નાણાંકીય વર્ષ 2025–26 દરમિયાન એપ્રિલથી ડિસેમ્બર સમયગાળા સુધીમાં 75 ટકા મિલકત વેરાની વસુલાત થવામાં સફળતા મળી છે. Valsad Municipality દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં સો ટકા વેરા વસુલાત કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધી મળેલી મોટી સફળતાથી શહેરના વિકાસ અને સુવિધાના કામોમાં વેગ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વલસાડ નગરપાલિકાની હાઉસ ટેક્સ શાખા દ્વારા એપ્રિલ મહિનાથી જ મિલકત વેરાની વસુલાત માટે કામગીરી શરૂ…
Read More