સરીગામના બંધ ફ્લેટમાં ચોરી કરનાર ઝડપાયો, એલસીબીને મોટી સફળતા ભીલાડના સરીગામ વિસ્તારમાં લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે આવેલા વિવાન હાઈટ્સ બિલ્ડિંગના બંધ ફ્લેટમાં થયેલી ચોરીના કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. વિવાન હાઈટ્સ બિલ્ડિંગના ફ્લેટ નં. 303માં રહેતા લક્ષ્મણ પ્રતાપસિંહ સોળકેએ 19 ડિસેમ્બરે ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા ઇસમે ઘરનો દરવાજાનો સ્ટોપર તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બેડરૂમના કબાટમાંથી સોનાનું મંગળસૂત્ર, પેન્ડલ તેમજ રોકડ રૂ. 1500 મળી કુલ રૂ. 44,700ની મતા ચોરીને ફરાર થયો હતો. ફરિયાદના આધારે ભીલાડ પોલીસે ગુનાસ્થળ તથા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ…
Read More