વાપી મનપામાં 11 ગામોનો સમાવેશ મુદ્દો ફરી સળગ્યો | Vapi Municipal 11 Villages Issue Turns Political

વાપી મનપામાં 11 ગામોનો સમાવેશ મુદ્દો ફરી સળગ્યો | Vapi Municipal 11 Villages Issue Turns Political   ચૂંટણીને હજુ સમય બાકી હોવા છતાં વાપી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 11 ગામોને લઈ રાજકીય ગરમાવો તેજ બનતો જઈ રહ્યો છે. છેલ્લાં થોડા દિવસોથી વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં આ મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા ગ્રામજનોના પ્રશ્નોને લઈને કરવામાં આવેલા વિરોધ બાદ હવે આ મુદ્દો ખુલ્લેઆમ રાજકીય સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યો છે. વાપી પાલિકાને મહાનગરપાલિકા તરીકે સત્તાવાર જાહેર કરાયા બાદ હવે લગભગ એક વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો…

Read More

પારડી પાલિકાનો અજીબ કારસો: સુવિધા શૂન્ય છતાં વેરો વસૂલાત, અભિનવ સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ | Pardi Municipality Tax Scandal: No Drainage Connection But Tax Collected From 80 Families

પારડી પાલિકાનો અજીબ કારસો: સુવિધા શૂન્ય છતાં વેરો વસૂલાત, અભિનવ સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ | Pardi Municipality Tax Scandal: No Drainage Connection But Tax Collected From 80 Families   પારડી નગરપાલિકાની ગંભીર બેદરકારી અને વહીવટી લાપરવાહીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની અભિનવ પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી પાલિકાના અન્યાયી વલણનો ભોગ બની રહ્યા છે. આ સોસાયટીના રહીશો પાસેથી નગરપાલિકા દ્વારા છેલ્લા ૩ થી ૪ વર્ષથી નિયમિતપણે ગટર વેરો વસૂલવામાં આવી રહ્યો છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલા વર્ષો વીતી જવા છતાં હજુ સુધી સોસાયટીને મુખ્ય…

Read More

વાપી શાકભાજી માર્કેટમાં ભડકો: 350 વેપારીઓને મનપાનું અલ્ટિમેટમ, આજે આરપારની લડાઈ | Vapi Vegetable Market Crisis: 350 Traders Get Ultimatum, Protest Erupts

વાપી શાકભાજી માર્કેટમાં ભડકો: 350 વેપારીઓને મનપાનું અલ્ટિમેટમ, આજે આરપારની લડાઈ | Vapi Vegetable Market Crisis: 350 Traders Get Ultimatum, Protest Erupts   વાપી શહેરના હૃદય સમાન ગણાતા જૂના બજાર વિસ્તારમાં આવેલી વર્ષો જૂની શાકભાજી માર્કેટમાં આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વાપી નગરપાલિકા દ્વારા અહીંના અંદાજે 350 થી વધુ નાના-મોટા વેપારીઓને ચલા ખાતેની નવી બનેલી માર્કેટમાં ખસી જવા માટે કડક અલ્ટિમેટમ આપતા સમગ્ર વેપારી આલમમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે. મનપા દ્વારા આપવામાં આવેલી આ નોટિસના પગલે આજે શુક્રવારે તમામ વેપારીઓએ એકત્રિત થઈને વિરોધ…

Read More

ડાંગમાં ખેડૂતોનું વળતર લૂંટનાર VCE ફરજમુક્ત [BIG BREAKING] | Dang Farmer Compensation Scam Exposed, Action Begins

ડાંગમાં ખેડૂતોનું વળતર લૂંટનાર VCE ફરજમુક્ત [BIG BREAKING] | Dang Farmer Compensation Scam Exposed, Action Begins   ડાંગ જિલ્લામાં ખેડૂતોના પાક નુકસાની વળતર મામલે થયેલી ગંભીર ગેરરીતિ સામે આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. વર્ષ 2024-25ના પાક નુકસાની વળતર તરીકે સરકાર દ્વારા DBT મારફતે ખેડૂતોના ખાતામાં જમા કરાયેલું નાણું ગ્રામ પંચાયતના VCE દ્વારા બારોબાર ઉપાડી લેવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતાં જિલ્લા વહીવટ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. આ કૌભાંડ સામે આવતા જ સંબંધિત VCEને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લાના દીવાનટેમ્બરુન ગ્રામ પંચાયતમાં થયેલી આ ગેરરીતિ સામે જિલ્લા…

Read More

પીપલખેડમાં ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાનનો શંખનાદ: ગ્રામજનોને અપાયું કાયદાકીય માર્ગદર્શન | Seminar on Child Marriage Free India Campaign Organized at Pipalkhed

પીપલખેડમાં ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાનનો શંખનાદ: ગ્રામજનોને અપાયું કાયદાકીય માર્ગદર્શન | Seminar on Child Marriage Free India Campaign Organized at Pipalkhed   નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પીપલખેડ ગામે સામાજિક જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વાંસદા તાલુકા કાનૂની સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. સમાજમાંથી બાળલગ્ન જેવી કુપ્રથાને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ભાર મૂક્યો હતો. આ પ્રસંગે કાયદાકીય નિષ્ણાતો અને સામાજિક કાર્યકરોએ…

Read More

જોગવેલની ટેકરી પર મસમોટા ખાડા: નાનાપોંઢા-કપરાડા માર્ગ બન્યો ડેથ ટ્રેપ | Jogvel Hill Potholes on Nanapondha-Kaprada Road: Major Accident Threat

જોગવેલની ટેકરી પર મસમોટા ખાડા: નાનાપોંઢા-કપરાડા માર્ગ બન્યો ડેથ ટ્રેપ | Jogvel Hill Potholes on Nanapondha-Kaprada Road: Major Accident Threat   વલસાડ જિલ્લાના નાનાપોંઢાથી કપરાડાને જોડતા વ્યસ્ત નેશનલ હાઈવે નંબર 848 પર હાલમાં મોતનો સામાન પથરાયેલો હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને જોગવેલની ટેકરી પાસે માર્ગ પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. આ માર્ગ પરથી પસાર થવું એટલે મોતને હાથતાળી આપવા બરાબર હોવાનો આક્રોશ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીને કારણે આ મહત્વનો માર્ગ અત્યારે અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો…

Read More

નાનાપોંઢામાં ૧૩ ફૂટ લાંબો વિશાળ અજગર રહેણાંક વિસ્તારમાં ઘૂસતા ફફડાટ: ૧૮ કિલોના અજગરનું રેસ્ક્યુ | 13 Feet Long Python Rescued in Nanapondha Vapi: 18 Kg Weight

નાનાપોંઢામાં ૧૩ ફૂટ લાંબો વિશાળ અજગર રહેણાંક વિસ્તારમાં ઘૂસતા ફફડાટ: ૧૮ કિલોના અજગરનું રેસ્ક્યુ | 13 Feet Long Python Rescued in Nanapondha Vapi: 18 Kg Weight   વલસાડ જિલ્લાના નાનાપોંઢા વિસ્તારમાં એક વિશાળકાય અજગર ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતા ગ્રામજનોમાં ભારે ફફડાટ અને કુતૂહલનો માહોલ જોવા મળ્યો હતો. નાનાપોંઢાના ડુંગરી ફળિયામાં બનેલી આ ઘટનામાં ૧૩ ફૂટ જેટલો લાંબો અજગર એક ઘરના વાડામાં દેખાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે જીવદયા પ્રેમીની સતર્કતાને કારણે આ મહાકાય અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘટનાની વિગત મુજબ નાનાપોંઢાના ડુંગરી ફળિયાના રહીશ સુભાષ…

Read More

માલુંગીમાં શિક્ષણ માટે દીકરીઓની જીવના જોખમે હોડી સફર [BIG BREAKING] | Girls Risk Lives Crossing River for School in Kaprada

માલુંગીમાં શિક્ષણ માટે દીકરીઓની જીવના જોખમે હોડી સફર [BIG BREAKING] | Girls Risk Lives Crossing River for School in Kaprada   કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા માલુંગી ગામમાં આજે પણ શિક્ષણ માટે સંઘર્ષ કરતી એક કડવી હકીકત સામે આવી છે. અહીંના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ, ખાસ કરીને દીકરીઓ, રોજિંદા શિક્ષણ માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને દમણ ગંગા નદી પાર કરવા મજબૂર બન્યા છે. પુલના અભાવ અને સલામત માર્ગ ન હોવાના કારણે માલુંગીની દીકરીઓને હોડીમાં બેસીને નદી પાર કરવી પડે છે, જે દૃશ્ય કોઈપણ સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી નાખે એવું છે. માલુંગી ગામના…

Read More

બિલપુડી BRS કોલેજમાં ‘મધમાખી ઉછેર તાલીમ’નો પ્રારંભ: 60 વિદ્યાર્થીઓને મળશે રોજગારીની તક | Bilpudi BRS College Beekeeping Training Starts

બિલપુડી BRS કોલેજમાં ‘મધમાખી ઉછેર તાલીમ’નો પ્રારંભ: 60 વિદ્યાર્થીઓને મળશે રોજગારીની તક | Bilpudi BRS College Beekeeping Training Starts   વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામે આવેલી વન સેવા મહાવિદ્યાલય BRS કોલેજ ખાતે વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન માટે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક પહેલ કરવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન અને ગ્રામ સેવા સભા ધરમપુર સંચાલિત આ કોલેજમાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નહીં પરંતુ સ્વનિર્ભર બનવા માટે વ્યવસાયલક્ષી તાલીમ આપવાનું અભિયાન તેજ કરવામાં આવ્યું છે. આ શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓને જન શિક્ષણ સંસ્થાન અંભેટી દ્વારા NCVET ના માન્ય પ્રમાણપત્રો સાથે…

Read More

વલસાડના ચીખલામાં હાઈ સ્પીડ કારનો ભયાનક અકસ્માત: 4 પલટી માર્યા બાદ પણ ચાલકનો ચમત્કારિક બચાવ | Valsad Chikhla Car Accident: Driver Survives Miraculously After Car Flips 4 Times

વલસાડના ચીખલામાં હાઈ સ્પીડ કારનો ભયાનક અકસ્માત: 4 પલટી માર્યા બાદ પણ ચાલકનો ચમત્કારિક બચાવ | Valsad Chikhla Car Accident: Driver Survives Miraculously After Car Flips 4 Times   વલસાડ જિલ્લાના ચીખલા રોડ પર આજે એક અત્યંત ભયાનક અને કાળજું ધ્રુજાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે જઈ રહેલી એક કાર અચાનક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને જોતજોતામાં ચાર જેટલી પલટીઓ ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, પરંતુ સદનસીબે કાર ચાલકનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર,…

Read More