September 4, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Vapi

વાપી શાકભાજી માર્કેટમાં ફરી લોહિયાળ મારામારી [Breaking Crime] | Iron Rod Attack Shocks Vapi Market

વાપી શાકભાજી માર્કેટમાં ફરી લોહિયાળ મારામારી [Breaking Crime] | Iron Rod Attack Shocks Vapi Market

 

વાપી શહેરના શાકભાજી માર્કેટમાં ફરી એકવાર હિંસક ઘટના સામે આવતા ભયનો માહોલ સર્જાયો છે. જૂની અદાવતના કારણે લોખંડના સળિયાથી વેપારી અને નોકર પર નિર્દય હુમલો કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક યુવકને ગંભીર ઇજા પહોંચી છે, જ્યારે સમગ્ર માર્કેટ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

વાપી શાકભાજી માર્કેટમાં અગાઉ થયેલા ઝઘડાનો બદલો લેવા માટે ફરીવાર હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. હુમલાખોરો સ્વિફ્ટ કારમાં આવી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અચાનક ગાળો બોલી હુમલો શરૂ કરી દીધો હતો. ઘટનાને લઈને વાપી ટાઉન પોલીસ મથકમાં સાત ઇસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

શાકભાજી માર્કેટમાં આવેલા શૈલેષ ફૂટ સેન્ટરમાં નોકરી કરતા વિજયપાલ ઉર્ફે વિક્કી કૈલાશ તિવારીએ વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મંગળવારે રાત્રે આશરે 9 વાગ્યાના સમયે તેઓ શેઠ શૈલેષના ભાઈ લાલુ સાથે સુલભ શૌચાલયની સામે ઉભા હતા. તે સમયે સ્વિફ્ટ કારમાંથી અભિષેક સુભાષ તિવારી અને તેની સાથે ચાર અન્ય માણસો નીચે ઉતરી આવ્યા હતા.

કારમાંથી ઉતરતાં જ આરોપીઓ ગાળો આપવા લાગ્યા હતા. વિજય અને લાલુએ ગાળો આપવા મનાઈ કરતા જ વાત વણસી ગઈ હતી. આરોપી અભિષેક કારમાંથી લોખંડનો પાઈપ લઈ આવ્યો હતો અને અચાનક વિજય પર હુમલો શરૂ કરી દીધો હતો. લોખંડના પાઈપના પ્રહારથી વિજયને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું.

હુમલા દરમિયાન અન્ય ચાર ઇસમોએ પણ વિજયને ઢીકમુક્કીનો માર માર્યો હતો. અચાનક થયેલા આ હુમલાથી આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા. શાકભાજી માર્કેટમાં હાજર વેપારીઓ અને નોકરોમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને થોડા સમય માટે સમગ્ર માર્કેટમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ દરમિયાન રાહુલ રાણા અને દિપેશ તિવારી ઘટનાસ્થળે આવી પહોંચતા આરોપીઓએ લાલુને પણ નિશાન બનાવ્યો હતો. આરોપીઓએ લાલુ પર પણ લોખંડના પાઈપથી હુમલો શરૂ કરી દીધો હતો. ફરિયાદ મુજબ અભિષેકે ધમકી આપતા જણાવ્યું હતું કે અગાઉ બોલાચાલીમાં તું બચી ગયો હતો, આજે તો તને જાનથી મારી નાખીશું.

હુમલાની ગંભીરતા વધતા આજુબાજુના લોકો એકઠા થવા લાગ્યા હતા. લોકો ભેગા થતા લાલુ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે તણાવ સર્જાયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત વિજયને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની આંગળીમાં ચાર ટાંકા લેવા પડ્યા હતા.

ઈજાગ્રસ્ત વિજયપાલ તિવારીએ આરોપી અભિષેક સુભાષ તિવારી રહે. શિવસાગર રેસીડેન્સી કુંભારવાડ, રાહુલ રાણા રહે. નામધા નીલકંઠ રોહાઉસ, દિવ્યેશ તિવારી તેમજ ચાર અજાણ્યા ઇસમો સામે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ ઘટનાએ ફરી એકવાર વાપી શાકભાજી માર્કેટમાં ચાલતી ગેંગવોરની હકીકત સામે લાવી છે. બંને પક્ષ વચ્ચે અગાઉ પણ વારંવાર મારામારીના બનાવ બન્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ માર્કેટમાં જ યાદવ ગેંગ દ્વારા તિવારી ગેંગ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેનો બદલો લેવા માટે હાલ તિવારી ગેંગ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બંને પક્ષ વચ્ચેની અદાવત સતત વધી રહી છે. વારંવાર થતા હુમલાઓને કારણે વેપારીઓ અને નોકરોમાં ભય ફેલાયો છે. જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે તો આ ઝઘડો ક્યારેક હત્યા સુધી પહોંચે તો નવાઈ નહીં, તેવી ગંભીર ચિંતા લોકો વ્યક્ત કરી રહ્યા છે.

આ બંને પક્ષને સમાજ માટે જોખમી ગણાવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા તડીપાર કે પાસા જેવી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. શાકભાજી માર્કેટ જેવા જાહેર સ્થળે ખુલ્લેઆમ લોખંડના પાઈપથી હુમલો થવો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ પ્રશ્ન ઉભા કરે છે.

વાપીની કેટલીક સોસાયટીઓમાં પણ આવા અસામાજિક તત્વોનું દૂષણ વધી રહ્યું છે. મોડી રાત સુધી જાહેર માર્ગો પર બેસી રહેતા ઈસમો નજીવી બાબતે રહીશો સાથે બબાલ કરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઘણી વખત આવા ઈસમો ગેંગના માણસોને બોલાવી મારામારી કરતા મામલો સીધો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે.

વાપીમાં સતત વધી રહેલી મારામારી અને ગેંગ પ્રવૃત્તિઓને લઈને શહેરમાં ચિંતા વધી છે. શાકભાજી માર્કેટની આ ઘટના બાદ ફરી એકવાર શહેરમાં કડક પોલીસ કાર્યવાહી અને અસામાજિક તત્વો સામે કાયદેસર પગલાં લેવાની માંગ ઉઠી છે.

#વાપી #VapiNews #VegetableMarket #MarketFight #IronRodAttack #VapiCrime #BreakingNews #GujaratCrime #LocalNews #GangFight #TownPolice #PublicSafety #VapiIncident #CrimeNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *