September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Umbergaon

ઉમરગામમાં જીવતા બોમ્બ સમા ગેસ સિલિન્ડરો ખુલ્લેઆમ વેચાયા, 100થી વધુ દુકાન શંકાના ઘેરા | Illegal Gas Cylinder Sale Exposed in Umargam

ઉમરગામમાં જીવતા બોમ્બ સમા ગેસ સિલિન્ડરો ખુલ્લેઆમ વેચાયા, 100થી વધુ દુકાન શંકાના ઘેરા | Illegal Gas Cylinder Sale Exposed in Umargam

 

ઉમરગામ પંથકમાં ગેસ સિલિન્ડરના ગેરકાયદે વેચાણ અને રિફિલિંગનો ભયાનક કાળો કારોબાર ખુલ્લેઆમ ચાલી રહ્યો હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. અનાજ અને કરિયાણાની દુકાનમાં શાકભાજીની માફક વિવિધ કંપનીઓના ગેસ સિલિન્ડર વેચાતા જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ગેસ સિલિન્ડરો જીવતા બોમ્બ સમાન સાબિત થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ઉમરગામ ઔદ્યોગિક વસાહતને અડીને આવેલા ગાંધીવાડી સહિતના વિસ્તારોમાં મોટાભાગની કરિયાણાની દુકાનોમાં ગેસના બાટલા ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. રહેણાંક મકાનોના તળિયે આવેલી દુકાનોમાં કોઈપણ પ્રકારની સેફ્ટી વિના જોખમી રીતે ગેસ સિલિન્ડરો રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં નાનકડી ભૂલ પણ ભયાનક દુર્ઘટનાનું કારણ બની શકે છે.

તાજેતરમાં ગુરુવારે ઉમરગામના ગોકુલધામ વિસ્તારમાં એક મકાનમાં ગેસ લીકેજથી દંપતી ગંભીર રીતે દાઝી ગયાની ઘટના બની હતી. આ ઘટનાએ સમગ્ર ઉમરગામમાં ભયનો માહોલ સર્જ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગેસ સિલિન્ડરની ખામી અને પાઇપ કપાઈ જવાથી લીકેજ થયું હોવાનું સામે આવ્યું છે. છતાં આ ઘટના બાદ પણ ગેરકાયદે રીતે ગેસ સિલિન્ડર વેચાણ ચાલુ રહેતા સવાલો ઊભા થયા છે.

ઉમરગામ નગરપાલિકાના ગાંધીવાડી, દેવધામ, ચિત્રકૂટ, કૃષ્ણાનગર, ગોકુલધામ જેવા વિસ્તારોમાં હજારોની સંખ્યામાં ભાડાના રૂમો આવેલા છે. અહીં વસતા મોટા ભાગના પરપ્રાંતીયો આધાર પુરાવા વગર સહેલાઈથી મળતા ગેસ સિલિન્ડરોનો ઉપયોગ કરે છે. આ પરિસ્થિતિને કારણે ઉમરગામમાં વિવિધ કંપનીઓના ગેસ સિલિન્ડરનો કાળો બજાર ફૂલી ફાલેલો જોવા મળી રહ્યો છે.

ગેરકાયદે રિફિલિંગ પ્રક્રિયા બિન-ટેકનિકલ અને બેદરકારીપૂર્વક થતી હોવાથી સિલિન્ડર લીકેજ, ગેસ ગળતર અને આગ જેવી ઘટનાઓ વારંવાર સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ પણ ગેસ ગળતરથી આગ લાગવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે, છતાં તંત્ર તરફથી કડક કાર્યવાહી ન થવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે ઉમરગામમાં 100થી વધુ ઠેકાણે વિવિધ કંપનીઓના ગેસ સિલિન્ડર ગેરકાયદે રીતે વેચાઈ રહ્યા છે. દિવ્યભાસ્કરની ટીમે આનંદનગર વિસ્તારમાં તપાસ કરતાં એક જર્જરિત દુકાનમાંથી ગેસ સિલિન્ડરનો મોટો જથ્થો વેચાતો હોવાનું જોયું હતું. ટીમને જોઈ દુકાનદાર ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યાં હાજર વ્યક્તિએ રોજ સેંકડો ગેસ સિલિન્ડર વેચાતા હોવાનું સ્વીકાર્યું હતું.

આ ઉપરાંત સરકાર માન્ય ગેસ એજન્સી દ્વારા પણ ગેરરીતિની ફરિયાદો સામે આવી છે. સબસિડીવાળા ઘરગથ્થુ ગેસ સિલિન્ડરમાંથી એકથી બે કિલો ગેસ કાઢી કોમર્શિયલ સિલિન્ડરમાં ટ્રાન્સફર કરી નફો કમાવાનું નેટવર્ક સક્રિય હોવાનું જણાવાઈ રહ્યું છે. આ રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની પણ ગંભીર આશંકા છે.

પુરવઠા વિભાગના અધિકારી હિતેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે ગોકુલધામ વિસ્તારમાં બનેલી ઘટનાનો રિપોર્ટ ઉપર મોકલવામાં આવ્યો છે અને ગેસ સિલિન્ડર વેચાણ અંગે તપાસ ચાલી રહી છે. જોકે કિરાણાની દુકાનમાં સિલિન્ડર વેચાતા હોવાના પુરાવા હજુ રજૂ ન થયા હોવાનું તેમણે જણાવ્યું છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉમરગામમાં ગેરકાયદે ગેસ સિલિન્ડર વેચાણ અને રિફિલિંગનો આ ખુલાસો કોઈ મોટી દુર્ઘટનાની ચેતવણી સમાન માનવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકો હવે તંત્ર પાસે કડક કાર્યવાહી અને જીવના જોખમે ચાલતા આ કાળા કારોબારને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી રહ્યા છે.

#ઉમરગામ_ગેસ_કાંડ #UmargamGasScam #ગેરકાયદે_ગેસ_સિલિન્ડર #IllegalGasCylinder #GasCylinderBlackMarket #UmargamNews #Gandhiwadi #GasLeakDanger #PublicSafety #BreakingNews #ValsadDistrict #GasRefilling #SafetyAlert #CrimeNews #GujaratBreaking


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

One thought on “ઉમરગામમાં જીવતા બોમ્બ સમા ગેસ સિલિન્ડરો ખુલ્લેઆમ વેચાયા, 100થી વધુ દુકાન શંકાના ઘેરા | Illegal Gas Cylinder Sale Exposed in Umargam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *