September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Vapi Pardi

ગુજરાત બજેટ 2026: વાપીના ઉદ્યોગકારો અને રાજકીય આગેવાનો ઉમટ્યા ગાંધીનગર, નાણામંત્રી કનુભાઈ દેસાઈનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત

ગુજરાત બજેટ 2026: વાપીના ઉદ્યોગકારો અને રાજકીય આગેવાનો ઉમટ્યા ગાંધીનગર, નાણામંત્રી કનુભાઈ દેસાઈનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી અને પારડીના લોકપ્રિય ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ સતત પાંચમી વખત રાજ્યનું અંદાજપત્ર રજૂ કરી એક નવો ઈતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વાપી અને વલસાડ જિલ્લાના અનેક અગ્રણી ઉદ્યોગકારો તેમજ રાજકીય નેતાઓ વહેલી સવારે જ ગાંધીનગર પહોંચી ગયા હતા. બજેટ રજૂ કરતા પહેલા સવારે નાણામંત્રીના નિવાસસ્થાને વાપી, પારડી અને વલસાડના આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કરી બજેટ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યારબાદ તેઓની સાથે જ વિધાનસભામાં હાજરી આપી હતી.

આ પ્રસંગે વાપી ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ મુકેશસિંહ ઠાકુર, વાપી શહેર ભાજપ પ્રમુખ મનિષ દેસાઈ, VIA પ્રમુખ સતિષ પટેલ, VIA સેક્રેટરી કલ્પેશ વોરા, નોટિફાઈડ ચેરમેન યોગેશ કાબરિયા, એડવાઈઝરી બોર્ડના મેમ્બર મિલનભાઈ દેસાઈ, વિજય પંચાલ, બિલ્ડર રમેશ કોટડિયા, લઘુ ઉદ્યોગ ભારતીના મેહુલભાઈ પટેલ, અને માજી નોટિફાઈડ ભાજપ પ્રમુખ હેમંત પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

પારડી અને કપરાડાના નેતાઓની પણ હાજરી

નાણામંત્રી કનુભાઈ દેસાઈના સ્વાગત માટે પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, પાલિકા પ્રમુખ ચૈતન નાયકા, ખડકીના સરપંચ શંકરભાઈ પટેલ, અને પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા. આ દરમિયાન પારડી પાલિકાના વિરોધ પક્ષના નેતા બિપિન પટેલની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેના પગલે રાજકીય વર્તુળોમાં તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની છે. બીજી તરફ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ બજેટને આવકારી ઉદ્યોગજગત માટેની જોગવાઈઓની પ્રશંસા કરી હતી.

ઉદ્યોગજગતમાં ખુશીનો માહોલ

વાપીના જાણીતા ઉદ્યોગપતિ અને વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીના માજી પ્રમુખ ચૈતન્ય ભટ્ટ સહિત વાપી VIA ના સભ્યોએ બજેટમાં MSME સેક્ટર અને GIDC આધુનિકીકરણની જાહેરાતોને હર્ષભેર વધાવી લીધી હતી. ઉદ્યોગકારોનું માનવું છે કે નાણામંત્રીએ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોની જરૂરિયાતોને બજેટમાં યોગ્ય સ્થાન આપ્યું છે, જે આવનારા સમયમાં રોજગારી અને વેપારમાં નવી તેજી લાવશે.

આવી જ અન્ય સ્થાનિક ખબરો માટે લોકગુજરાતી સાથે જોડાયેલા રહો.

#ગુજરાતબજેટ2026 #વાપીન્યૂઝ #કનુભાઈદેસાઈ #વલસાડરાજકારણ #વાપીGIDC #ગાંધીનગરવિધાનસભા #બજેટસત્ર #લોકગુજરાતી


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *