September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Vapi Daman Union Territory

દમણમાં ગૌશાળાના લાભાર્થે ભાગવત કથા: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

દમણના ડોરી કડઇયા ખાતે ગૌ રક્ષામંચ દ્વારા પીડાગ્રસ્ત ગૌશાળાના લાભાર્થે આયોજિત ભાગવત કથામાં સોમવારે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લની આ 889મી ભાગવત કથા છે, જેમાં ચોથા દિવસે મુખ્ય પ્રસંગ એવા ‘કૃષ્ણ જન્મોત્સવ’ની અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ ગોપાલ દાદા અને અગ્રણી ઉદ્યોગપતિ અનિલભાઈ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કથાના પ્રારંભે માક્ષિત રાજ્યગુરુ અને કિશન દવે દ્વારા કાગભૂશુંડી રામાયણના પાઠ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ મુખ્ય યજમાન હર્ષલભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા પોથી પૂજન અને વ્યાસ પૂજન સંપન્ન કરાયું હતું. ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય સમયે સમગ્ર કથા મંડપ ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના નાદથી ગુંજી ઉઠ્યો હતો. ગૌ રક્ષક શંકરભાઈ ભાનુશાલી વાસુદેવ બનીને ભગવાનને ટોપલામાં પધરાવી વ્યાસપીઠ સુધી લાવ્યા હતા, જ્યાં કોન્ટ્રાક્ટર હિતેષભાઈ રાઠોડના પરિવારે ભગવાનનું પારણું ઝુલાવવાનો લ્હાવો લીધો હતો.

નંદ મહોત્સવમાં ભક્તિ અને દાનનો ત્રિવેણી સંગમ

કથાકાર પ્રફુલભાઇ શુક્લએ વ્યાસપીઠ પરથી ભક્તિનો મહિમા સમજાવતા કહ્યું કે, જ્યારે જીવનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. ભારતની સંસ્કૃતિ યજ્ઞ અને દાન પ્રધાન છે. આ કથાનું આયોજન પીડિત ગૌમાતાઓની સેવા માટે કરવામાં આવ્યું હોવાથી શ્રોતાઓએ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી. આચાર્ય ચેતનભાઈ જોષી (ભીમપોર) દ્વારા કરવામાં આવેલા વેદમંત્રોચ્ચાર સાથે વાતાવરણ દિવ્ય બન્યું હતું.

આ ધાર્મિક મહોત્સવમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓની પણ વિશેષ હાજરી રહી હતી. કચીગામના સરપંચ ફાલ્ગુનીબેન પટેલ, સોમનાથના સરપંચ વર્ષિકાબેન પટેલ, મહિલા અગ્રણી સિમ્પલબેન કાટેલા અને સંજયભાઈ મહારાજે વ્યાસપીઠના આશીર્વાદ લીધા હતા. કથાના આયોજક દમણ ગૌ રક્ષા મંચના કાર્યકરો દ્વારા તમામ મહેમાનોનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગૌશાળા માટે સાંસદ દ્વારા એમ્બ્યુલન્સ અને પટેલ પરિવારનું મોટું દાન

ગૌસેવા માટેના આ ભગીરથ કાર્યમાં દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે ગૌ રક્ષા મંચને એક નવી એમ્બ્યુલન્સ આપવાની મહત્વની જાહેરાત કરી હતી, જે બીમાર ગૌવંશની સારવારમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત, દમણ પ્રદેશ કોળી પટેલ સમાજના પ્રમુખ ચંચળબેન ડાયાભાઈ પટેલ, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ પટેલ અને ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલે સ્વ. ડાયાભાઈ પટેલ પરિવાર વતી ₹2,00,000 (બે લાખ રૂપિયા) નું માતબર દાન અર્પણ કર્યું હતું.

ઉદ્યોગપતિ અનિલભાઈ અગ્રવાલ અને સુલોચનાજી અગ્રવાલે પણ ગૌસેવા માટે સહયોગની ખાતરી આપી હતી. ગૌ રક્ષામંચ દ્વારા આયોજિત આ કથાના માધ્યમથી દમણ અને આસપાસના વિસ્તારોમાં ગૌરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કથાના અંત સુધી ભક્તોએ કૃષ્ણ જન્મની વધામણી કરી પ્રસાદનો લાભ લીધો હતો.

#દમણ #ભાગવતકથા #કૃષ્ણજન્મ #ગૌસેવા #ગુજરાતસમાચાર #બ્રેકિંગન્યૂઝ #દમણન્યૂઝ


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

One thought on “દમણમાં ગૌશાળાના લાભાર્થે ભાગવત કથા: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *