September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Vapi Bagvada

બગવાડાની શેઠ જી.એચ.એન્ડ ડી.જે. સાર્વજનિક હાઈસ્કૂલમાં ઈનામ વિતરણ: તેજસ્વી છાત્રોનું સન્માન અને હસ્તલિખિત અંકોનું વિમોચન

વલસાડ જિલ્લાના બગવાડા ખાતે આવેલી શ્રી બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટી સંચાલિત શેઠ જી. એચ એન્ડ ડી. જે સાર્વજનિક હાઈસ્કૂલમાં વર્ષ 2025-26નો વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ ભક્તિભાવ અને સાદગીપૂર્ણ માહોલમાં યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના ઇન્ચાર્જ પ્રમુખ ઉજેશ શાહ, મંત્રી દિનેશભાઈ શાહ, સહમંત્રી ભાવિન શાહ અને ટ્રસ્ટી હાર્દિક શાહ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જવાહર શાહ અને અન્ય કમિટી સભ્યોએ હાજરી આપી તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

જોકે, આ વર્ષનો કાર્યક્રમ અન્ય વર્ષોની સરખામણીએ સાદગીપૂર્ણ રહ્યો હતો. સંસ્થાના પ્રમુખ સ્વ. હેમંતભાઈ શાહના દુઃખદ અવસાનને કારણે શાળા પરિવારે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય લીધો હતો. દિવંગત પ્રમુખને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ જ ઇનામ વિતરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક દર્પણ સોલંકીએ વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો.

સ્તલિખિત અંકોનું વિમોચન અને શૈક્ષણિક સિદ્ધિઓહાઈસ્કૂલ

આ કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા બે વિશેષ હસ્તલિખિત અંકોનું વિમોચન હતું. જેમાં ‘ઓપરેશન સિંદૂર’ અને ‘લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી’ નિમિત્તે તૈયાર કરાયેલા અંકોને મહેમાનોના હસ્તે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ અંકો દ્વારા વિદ્યાર્થીઓની લેખન કલા અને સંશોધન વૃત્તિને મંચ પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ ધોરણોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારા ‘ક્લાસ ટોપર્સ’ વિદ્યાર્થીઓને મેડલ અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહાનુભાવોનું સંબોધન અને કાર્યક્રમનું સંચાલન

સંસ્થાના માનદ મંત્રી દિનેશ શાહ અને મુખ્ય મહેમાન જવાહરભાઈ શાહે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પરંતુ સર્વાંગી શિક્ષણ અને ચારિત્ર્ય નિર્માણ એ જ શિક્ષણનો સાચો ઉદ્દેશ્ય છે. શાળાના સર્વાંગી વિકાસ માટે જૈન એજ્યુકેશન સોસાયટીના સહયોગ અને શિક્ષકોની મહેનતની પણ સરાહના કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષક ગૌરાંગ ઠાકોર અને કાજલ પરમારે કર્યું હતું. અંતમાં શાળાની શિક્ષિકા ચૈતાલી ઠાકોરે ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓ, વાલીઓ અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. વાલીઓએ પણ શાળાની શૈક્ષણિક ગુણવત્તા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની આ પરંપરાને બિરદાવી હતી.

#બગવાડા #ઈનામવિતરણ #શિક્ષણ #સન્માન #વલસાડન્યૂઝ #ગુજરાતસમાચાર #સરદારપટેલ #હાઈસ્કૂલ


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *