September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Union Territory Daman Vapi

દમણની ACE કંપનીમાં ભીષણ આગ: કરોડોની મિલકત ખાખ, બાજુની કંપની પણ ચપેટમાં | Massive Fire at ACE Company in Daman: Adjoining Factory Gutted as Blasts Worsen Situation

દમણની ACE કંપનીમાં ભીષણ આગ: કરોડોની મિલકત ખાખ, બાજુની કંપની પણ ચપેટમાં | Massive Fire at ACE Company in Daman: Adjoining Factory Gutted as Blasts Worsen Situation

 

સંઘપ્રદેશ દમણના ઘેલવાડ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સોમવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘેલવાડ સ્થિત ટોટલ પેકેજીંગ અને ACE પેકેજીંગ કંપનીમાં લાગેલી આ વિકરાળ આગને કારણે આસપાસના રહીશો અને અન્ય કંપનીઓના સંચાલકોમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાસ્થળે કેમિકલના ડ્રમમાં એક પછી એક બ્લાસ્ટ થતાં આગ વધુ વકરી હતી અને જોતજોતામાં બંને કંપનીઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

મળતી પ્રાથમિક વિગતો મુજબ, ટોટલ પેકેજીંગ કંપનીમાં પ્રથમ શોર્ટ સર્કિટના કારણે નાની આગ લાગી હતી. જોકે, ત્યાં લાગેલી આગને ઓલવી દેવામાં આવી હતી, પરંતુ દુર્ભાગ્યવશ તેમાંથી એક તણખલું ઉડીને બાજુમાં આવેલી ACE પેકેજીંગ કંપનીમાં મુકેલા કેમિકલના ડ્રમ પર પડ્યું હતું. કેમિકલ અત્યંત જ્વલનશીલ હોવાને કારણે તણખલું પડતાની સાથે જ ત્યાં પ્રચંડ વિસ્ફોટો થવા લાગ્યા હતા અને આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આગની ભયાનકતા જોઈને કંપનીના સંચાલકોએ તાત્કાલિક સ્ટાફ અને કામદારોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી અને અગ્નિશમન વિભાગને જાણ કરી હતી. દમણ ફાયર વિભાગના બંબા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે વાપી નગરપાલિકા, વાપી GIDC, આરતી ઇન્ડસ્ટ્રીઝ, વેલનોન કંપની અને મેરીલ જેવી વિવિધ સંસ્થાઓના ૧૫ થી વધુ ફાયર ફાઈટરોને મદદ માટે બોલાવવા પડ્યા હતા.

આ બંને કંપનીઓ પ્લાસ્ટિકના દાણામાંથી ઘરેલું અને ફૂડ પ્રોડક્ટ બનાવતી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગને કાબૂમાં લેવામાં ફાયર જવાનોને ભારે મુશ્કેલી પડી રહી હતી. પૂરજોશમાં પવન ફૂંકાવાને કારણે અને કેમિકલના બ્લાસ્ટને લીધે આગ સતત વધતી જતી હતી. મોડી સાંજ સુધી અગ્નિશમન વિભાગના જવાનો જીવના જોખમે આગ પર કાબૂ મેળવવા મથામણ કરી રહ્યા હતા.

ફાયર ફાઈટરો માટે સૌથી મોટો પડકાર કંપનીની ચારે બાજુ લગાવવામાં આવેલા ગેરકાયદે પતરાંના શેડ હતા. નિયમ મુજબ કટોકટીના સમયે અવરજવર માટે કંપનીની ચારે બાજુ ખુલ્લી જગ્યા રાખવાની હોય છે, પરંતુ અહીં સંચાલકોએ ખુલ્લી જગ્યામાં પતરાં મારીને રો-મટીરીયલ ભરી દીધું હતું, જેને કારણે પાણીનો છંટકાવ કરવામાં ભારે અડચણ ઉભી થઈ હતી. આ બેદરકારીને કારણે આગ વધુ ફેલાઈ હોવાનું મનાઈ રહ્યું છે.

દમણ ફાયર વિભાગના ડિરેક્ટર એ.કે. વાળાએ આ મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ બંને કંપનીઓ પાસે ફાયર વિભાગની ક્લીયરન્સ એનઓસી (NOC) નહોતી. એટલું જ નહીં, દમણની બીજી ઘણી કંપનીઓ પાસે પણ જરૂરી ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ નથી. તંત્રની આ ઢીલી નીતિને કારણે આજે કરોડોની મિલકત રાખ થઈ ગઈ છે અને મોટું જોખમ સર્જાયું છે.

બીજી એક આશ્ચર્યજનક વિગત એ સામે આવી છે કે દમણ પાસે ઉપલબ્ધ કરોડોની કિંમતના અત્યાધુનિક વોલ્વો અને મર્સીડીઝ ફાયર બાઉઝર હાલમાં દીવ ખાતે આયોજિત બીચ ફેસ્ટિવલમાં વીઆઈપી ડ્યુટીમાં મોકલાયા છે. જો આ મોટા બાઉઝર અત્યારે દમણમાં હોત, તો આગને કદાચ વહેલી તકે ડામી શકાઈ હોત. હાલમાં માત્ર નાના અને મીડિયમ ફાયર ફાઈટરો વડે જ કામગીરી ચલાવવામાં આવી રહી હતી, જેનાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

સોમવારે મોડી રાત સુધી આગને સંપૂર્ણપણે ઓલવવાનું કાર્ય ચાલુ રહ્યું હતું. કંપનીના સંચાલકો બચેલો માલસામાન અને અન્ય મટીરીયલ બહાર કાઢવા માટે મથામણ કરતા નજરે પડ્યા હતા. આ ભીષણ આગમાં કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, પરંતુ સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ડુંગરા પોલીસ અને દમણ વહીવટી તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

#દમણ #આગ #બ્રેકિંગન્યૂઝ #ગુજરાતસમાચાર #વાપી #ફાયરબ્રિગેડ #ભીષણઆગ #કેમિકલબ્લાસ્ટ #દક્ષિણગુજરાત #ઘેલવાડ #Daman #FireAccident #BreakingNews #VapiNews #ChemicalBlast #DamanFire #Emergency #GujaratNews #IndustrialFire #SafetyFirst #FireSafety #VapiGIDC #ACEPackaging #TotalPackaging #Tragedy #FireFighters


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *