September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Dharampur and Kaprada Kaprada

કપરાડાના દાબખલ–દિનબારી વિસ્તારમાં ભૂકંપના આંચકા, ધરતી ધ્રુજતા ગ્રામજનોમાં ભય | Earth Tremors Shake Dabkhal–Dinbari Area of Kaprada, Panic Among Villagers

કપરાડાના દાબખલ–દિનબારી વિસ્તારમાં ભૂકંપના આંચકા, ધરતી ધ્રુજતા ગ્રામજનોમાં ભય | Earth Tremors Shake Dabkhal–Dinbari Area of Kaprada, Panic Among Villagers

 

કપરાડા તાલુકાના પરાડા વિસ્તારના માતુનીયા, દાબખલ અને દિનબારી ગામોમાં છેલ્લા બે દિવસથી ભૂકંપના આંચકા અનુભવાતા ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. અચાનક જમીન ધ્રુજતી લાગતાં લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. સતત આવતાં આંચકાઓને કારણે ખાસ કરીને રાત્રિના સમયે લોકો ભયમાં જાગતા રહેવા મજબૂર બન્યા છે.

માતુનીયા ગામના વિગ્નેશભાઈ ફરી કુનાએ જણાવ્યું હતું કે શનિવારે રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે પ્રથમ વખત ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ રવિવાર રાત્રે ફરી એક વખત આશરે 8.28 વાગ્યે હળવો આંચકો અનુભવાતા લોકોમાં ફરી ગભરાટ ફેલાઈ ગયો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ સમયે ઘરમાં વાસણો હલવા લાગ્યા, પંખા ધ્રુજતા દેખાયા અને જમીનમાં હળવો કંપન સ્પષ્ટ અનુભવાયો હતો.

આ બનાવની જાણ થતા દાબખલ–દિનબારી વિસ્તારના ગ્રામજનો દ્વારા તલાટી કમ મંત્રી નારણભાઈ ચૌધરીને માહિતી આપવામાં આવી હતી. તલાટી નારણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગ્રામજનો પાસેથી મળેલી માહિતીના આધારે તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તેમજ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી છે.

ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ગામમાં ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને મહિલાઓમાં વધુ ભય જોવા મળ્યો હતો. સતત બે દિવસથી આંચકા આવતાં લોકોએ રાત્રિના સમયે ઘરમાં સૂવા કરતાં બહાર રહેવાનું વધુ પસંદ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

હાલ સુધીમાં કોઈ જાનહાની કે મોટા નુકસાનની માહિતી સામે આવી નથી, જે રાહતરૂપ બાબત ગણાઈ રહી છે. તલાટી દ્વારા ગ્રામજનોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી તેમજ તાલુકા કચેરીમાં લેખિત જાણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. તલાટીનું કહેવું છે કે ઉપરના અધિકારીઓને સંપૂર્ણ માહિતી પહોંચાડી દેવામાં આવશે, જેથી જરૂર જણાય તો ભૂવિજ્ઞાન વિભાગ અથવા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા વિસ્તારની તપાસ હાથ ધરવામાં આવી શકે.

ગ્રામજનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે ભૂકંપના આંચકાઓના કારણોની તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવે.

#કપરાડા #દાબખલ #દિનબારી #માતુનીયા #ભૂકંપ #ધરતીધ્રુજી #Kaprada #EarthTremors #GujaratEarthquake #RuralNews #DisasterAlert #GujaratiNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *