નવસારીમાં લોન અપાવવાના બહાને રૂ.69.55 લાખની છેતરપિંડી, કેળાના વેપારીને બનાવી શિકાર | ₹69.55 Lakh Loan Fraud in Navsari, Banana Trader Duped on Loan Pretext
નવસારી શહેરમાં લોન અપાવી વધુ નાણાં મેળવવાની લાલચ આપી મોટા પાયે છેતરપિંડી થયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ બે શખ્સોએ ગુનાહિત કાવતરું રચી એક કેળાના વેપારી અને અન્ય સાહેદના નામે કુલ રૂ.69.55 લાખની લોન મેળવી રકમ હડપ કરી લીધી છે. આ ઘટનાથી નવસારી જિલ્લામાં નાણાકીય છેતરપિંડીના વધતા કેસોને લઈને ફરી એક વખત ચિંતા વ્યક્ત થઈ રહી છે.
ફરિયાદી વિજલપોરના રામનગર વિસ્તારમાં રહેતા અને કેળાનો વ્યવસાય કરતા રાજીવકુમાર રામબહાદુર વર્માને આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજ ગીરધરભાઈ સોલંકી અને પી.કે. કન્સલ્ટન્સીના પ્રદિપ રામચરણ મિશ્રાએ વધુ રૂપિયાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ વિવિધ બેંકોમાંથી લોન અપાવવાની યોજના બનાવી હતી.
આરોપીઓએ સૌપ્રથમ ફરિયાદીના રામનગર સ્થિત મકાનની જૂની લોન બેંક ઓફ બરોડામાં ટ્રાન્સફર કરાવી હતી. ત્યારબાદ તે જ મિલકત પર રૂ.6 લાખની વધારાની લોન મેળવી હતી. એટલું જ નહીં, અમલસાડ ખાતે આવેલા બે મકાનો ફરિયાદીના નામે કરાવી યુકો બેંકમાંથી રૂ.30 લાખની લોન પણ લેવાઈ હતી.
આ ઉપરાંત આરોપી રાજેન્દ્રનું નવસારી ટાવર પાસેનું મકાન ફરિયાદીના નામે કરી તેના પર રૂ.13.55 લાખની રિન્યૂઅલ લોન લેવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં ફરિયાદીના શિરે કુલ રૂ.49.55 લાખની લોન ચઢાવવામાં આવી હતી. સાથે સાથે અન્ય સાહેદ સુરેશભાઈ રબારીના નામે પણ રૂ.20 લાખની લોન લઈ આરોપીઓએ કુલ રૂ.69.55 લાખની રકમ હડપ કરી લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદી અને સાહેદોને જ્યારે લોનના હપ્તા ભરવાનો દબાણ આવવા લાગ્યો ત્યારે સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ રાજીવકુમાર વર્માએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આ કેસમાં વધુ એક મહત્વની બાબત એ છે કે છેતરપિંડીના આરોપસર જે પ્રદિપકુમાર ઉર્ફે પી.કે. સામે ફરિયાદ નોંધાઈ છે, તેમણે તાજેતરમાં જલાલપોર વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી અને તેઓ નવસારી જિલ્લામાં આપ પાર્ટીના અગ્રણી તરીકે ઓળખાય છે. આ મામલે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે.
નવસારી સહિત સમગ્ર જિલ્લામાં ઓનલાઇન અને લોન સંબંધિત છેતરપિંડીના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. લોકોમાં પૂરતી જાગૃતિ ન હોવાના કારણે આવા ગુનાઓ વધતા જાય છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે લોન, બેંકિંગ કે નાણાકીય વ્યવહારમાં કોઈપણ પ્રકારની લાલચમાં ન આવે અને સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ નિર્ણય લે.
#નવસારી #લોનછેતરપિંડી #કેળાવ્યાપારી #નાણાકીયછેતરપિંડી #NavsariNews #LoanFraud #FinancialFraud #BankLoanScam #GujaratiNews #CrimeNews
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
