September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Valsad

વલસાડમાં માનવતા શરમાઈ: પડોશી નરાધમે 4 વર્ષની માસૂમ બાળા સાથે કરી અભદ્ર હરકત, બાળકીએ કાલીઘેલી ભાષામાં ખોલ્યો પોલ | Valsad Child Abuse Case: Neighbor Arrested For Misbehaving With 4 Year Old Girl

વલસાડમાં માનવતા શરમાઈ: પડોશી નરાધમે 4 વર્ષની માસૂમ બાળા સાથે કરી અભદ્ર હરકત, બાળકીએ કાલીઘેલી ભાષામાં ખોલ્યો પોલ | Valsad Child Abuse Case: Neighbor Arrested For Misbehaving With 4 Year Old Girl

Valsad Child Abuse Case વલસાડ શહેરમાં પાડોશમાં જ રહેતા એક નરાધમ યુવકે માનવતાની તમામ હદો વટાવી 4 વર્ષની માસૂમ બાળકી સાથે અભદ્ર અડપલાં કર્યા હોવાની શરમજનક ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ અને ફિટકારની લાગણી વ્યાપી ગઈ છે. જોકે, માસૂમ બાળકીએ હિંમત દાખવી રડતા-રડતા પોતાની કાલીઘેલી ભાષામાં પાડોશીને આપવીતી જણાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. વલસાડ સિટી પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી નરાધમ યુવકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Valsad Child Abuse Case: સૂમસામ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ

Valsad Child Abuse Case ની વિગતો મુજબ, ભોગ બનનાર બાળકીના માતા-પિતા મજૂરી કામ અર્થે ગયા હતા અને બાળકી તેની 17 વર્ષીય ફોઈના ઘરે હતી. બપોરના સમયે બાળકી ઘરની બાજુમાં રમી રહી હતી ત્યારે પડોશમાં રહેતા નરાધમ યુવકે તેને લાલચ આપી નજીકની એક સૂમસામ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં આ યુવકે બાળકી સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ કરવાનો નિચ પ્રયાસ કર્યો હતો.

બાળકી આ અચાનક બનેલી ઘટનાથી ગભરાઈ ગઈ હતી અને રડતી-રડતી ત્યાંથી ભાગી હતી. તેને રડતી હાલતમાં દોડતી જોઈ એક પડોશી બહેનને શંકા ગઈ હતી. તેમણે બાળકીને શાંત પાડી પૂછપરછ કરતા, બાળકીએ પોતાની કાલીઘેલી ભાષામાં અને ઈશારા દ્વારા નરાધમ યુવકે કરેલી ગંદી હરકતનો ભાંડો ફોડી દીધો હતો.

પોલીસની ત્વરિત કાર્યવાહી: આરોપીની ધરપકડ

ઘટનાની જાણ થતા જ સ્થાનિક અગ્રણીઓએ વલસાડ સિટી પોલીસ મથકને જાણ કરી હતી. પીઆઈ દિનેશ પરમારના નેતૃત્વમાં પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બાળકીની માતાએ 112 નંબર પર સંપર્ક કરી પોલીસની મદદ માંગી હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.

ભાર્ગવ પંડ્યા (DySP HQ, વલસાડ) ના જણાવ્યા મુજબ, પોલીસે બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે અને પરિવારની ફરિયાદના આધારે પડોશી યુવક સામે પોક્સો (POCSO) સહિતની કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીનું પણ મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

🚨 આ મહત્વની સલાહ જરૂર વાંચો : ઉમરગામના ફણસામાં મહિલાને બંદૂકની અણીએ લૂંટી લેવાઈ | Umbergaon Fansa Armed Robbery Case News Update

પોલીસ અને સામાજિક કાર્યકરોએ વાલીઓને અપીલ કરી છે કે નાનાં બાળકો જ્યારે ઘરની બહાર રમતા હોય ત્યારે તેમના પર સતત નજર રાખવી જરૂરી છે. પડોશી કે પરિચિત વ્યક્તિ પર પણ આંધળો વિશ્વાસ મૂકવો જોખમી સાબિત થઈ શકે છે.

બાળકીની હિંમત અને પડોશીની સતર્કતા

આ કિસ્સામાં બાળકીની સાંકેતિક ભાષામાં વાત કરવાની હિંમત અને પડોશી બહેનની સતર્કતાને કારણે એક મોટો ગુનો આચરતા નરાધમ પકડાઈ ગયો છે. જો પડોશીએ બાળકીને રડતા જોઈને અવગણી હોત, તો કદાચ આરોપી બચી ગયો હોત. વલસાડ પોલીસ અત્યારે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આરોપીને સખતમાં સખત સજા કરાવી શકાય.

#વલસાડન્યૂઝ #ક્રાઈમઅપડેટ #બાળસુરક્ષા #વલસાડપોલીસ #પોક્સોએક્ટ #નરાધમનીધરપકડ #ગુજરાતક્રાઈમ #માસૂમબાળકી #સામાજિકજાગૃતિ #ValsadChildAbuseCase #VapiNews #ChildSafety #GujaratPoliceAction #POCSO


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

One thought on “વલસાડમાં માનવતા શરમાઈ: પડોશી નરાધમે 4 વર્ષની માસૂમ બાળા સાથે કરી અભદ્ર હરકત, બાળકીએ કાલીઘેલી ભાષામાં ખોલ્યો પોલ | Valsad Child Abuse Case: Neighbor Arrested For Misbehaving With 4 Year Old Girl

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *