વાપીના કથિત પત્રકાર યુનુસ શાહ સામે ખંડણીની વધુ એક ફરિયાદ: વેપારીને જેલની ધમકી આપી 56 હજાર પડાવ્યા | Another Extortion Complaint Against Fake Journalist Yunus Shah In Vapi: 56 Thousand Taken From Merchant
Fake Journalist Yunus Shah Extortion કેસમાં વાપીમાં ખળભળાટ મચી ગયો છે. પત્રકારત્વના ઓઠા હેઠળ વેપારીઓને ડરાવી-ધમકાવીને નાણાં પડાવતા યુનુસ દાઉદ શાહ નામના કથિત પત્રકાર વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસ એક્શન મોડમાં આવી છે. વાપી ટાઉન પોલીસમાં ટ્રાન્સપોર્ટર પાસેથી 1.20 લાખ પડાવવાના ગુનામાં ધરપકડ થયા બાદ, હવે ડુંગરા પોલીસ મથકે બલીઠાના અન્ય એક વેપારીએ યુનુસ સામે ખંડણીની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાએ વાપીના ઔદ્યોગિક વિસ્તારમાં પત્રકારના નામે હપ્તાખોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે.
Fake Journalist Yunus Shah Extortion: જેલની ધમકી આપી હપ્તાખોરી
Fake Journalist Yunus Shah Extortion ની પ્રાપ્ત વિગતો મુજબ, વાપીના ડુંગરા ભોપાલીનગર ખાતે આસ્થા હાઇટ્સમાં રહેતા યુનુસ દાઉદ શાહ સામે નવી ફરિયાદ બલીઠા શ્રીજીવિલામાં રહેતા ટ્રાન્સપોર્ટર યોગેશ નટવરલાલ દેસાઇએ નોંધાવી છે. યોગેશભાઈ પેપર ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે અને તેમની ગાડીઓ પ્લાસ્ટિક વેસ્ટ ભરીને વિવિધ કંપનીઓમાં પહોંચાડે છે.
ફર્યાદ મુજબ, 5 જાન્યુઆરી 2025ના રોજ યુનુસ શાહે સલવાવ બ્રિજ પાસે તેમની ગાડી અટકાવી હતી. યુનુસે ફોન પર ધમકી આપી હતી કે, “હું પત્રકાર બોલું છું, તારી ગાડી ઓવરલોડ છે અને તેમાંથી ગંદુ પાણી પડે છે. જો તારે ધંધો ચાલુ રાખવો હોય તો માસિક 5,000 રૂપિયાનો હપ્તો આપવો પડશે.” આટલું જ નહીં, યુનુસે વેપારીને ડરાવ્યા હતા કે જો પૈસા નહીં આપે તો જીપીસીબી (GPCB) માં ફરિયાદ કરી આજીવન જેલની સજા કરાવી દેશે.
ઓનલાઇન અને રોકડ મળી કુલ 56 હજાર પડાવ્યા
ડરના માર્યા વેપારીએ શરૂઆતમાં 5,000 રૂપિયા આપી દીધા હતા. જોકે, ત્યારબાદ યુનુસની લાલચ વધતી ગઈ અને તેણે સમયાંતરે ડરાવી-ધમકાવીને ઓનલાઇન અને રોકડા મળીને કુલ 56,000 રૂપિયા વસૂલી લીધા હતા. જ્યારે વેપારીએ આ હપ્તાખોરીથી કંટાળીને પૈસા આપવાનું બંધ કર્યું, ત્યારે કથિત પત્રકાર યુનુસે પોતાની અસલી ફિતરત બતાવી વેપારી વિરુદ્ધ સરકારી વિભાગોમાં ખોટી અરજીઓ કરવાનું શરૂ કર્યું હતું. આખરે કંટાળીને વેપારીએ ડુંગરા પોલીસના શરણ લીધા છે.
🚨 આ બ્રેકિંગ અપડેટ પણ જાણો : વાપીમાં હપ્તાખોરી કરતા કથિત પત્રકારની ધરપકડ | Fake Journalist Arrested in Vapi for Extortion
અગાઉ ટ્રાન્સપોર્ટર પાસેથી 1.20 લાખ પડાવ્યા હતા
નોંધનીય છે કે Fake Journalist Yunus Shah Extortion નો આ પહેલો કિસ્સો નથી. અગાઉ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ એક ટ્રાન્સપોર્ટરે યુનુસ સામે ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં યુનુસે વેસ્ટ પ્લાસ્ટિકના કચરા ભરેલી ગાડીઓ ખાલી કરવા બાબતે ડરાવીને અત્યાર સુધીમાં કુલ 1.20 લાખ રૂપિયા પડાવ્યા હતા. તે ફરિયાદ બાદ પોલીસે યુનુસની ધરપકડ કરી હતી. હવે એક પછી એક ભોગ બનનારા વેપારીઓ સામે આવી રહ્યા છે, જેના કારણે યુનુસની મુશ્કેલીઓ વધી શકે છે.
#વાપીન્યૂઝ #ખંડણી #યુનુસશાહ #કથિતપત્રકાર #ડુંગરાપોલીસ #બલીઠા #ક્રાઈમઅપડેટ #હપ્તાખોરી #વલસાડજિલ્લો #FakeJournalistYunusShahExtortion #VapiCrimeNews #PoliceActionVapi #ExtortionCase #GujaratPolice
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
