ખેરગામ ઝંડાચોક પર ડ્રેનેજના ગંદા પાણીનો ત્રાસ, 7 દિવસમાં ઉકેલ નહીં તો ધરણાં | Khergam Zandachok Drainage Issue Sparks Protest Threat

ખેરગામ ઝંડાચોક પર ડ્રેનેજના ગંદા પાણીનો ત્રાસ, 7 દિવસમાં ઉકેલ નહીં તો ધરણાં | Khergam Zandachok Drainage Issue Sparks Protest Threat

 

ખેરગામના ઝંડાચોક વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ખાનગી ડ્રેનેજ લાઈનમાંથી દુર્ગંધવાળું ગંદું પાણી સતત ઉભરાતું હોવાથી સ્થાનિક રહીશો અને દુકાનદારો પરેશાન થઈ રહ્યા છે. સમસ્યા ઉકેલવા માટે સ્થાનિક દુકાનદારો અને રહીશોએ મામલતદાર, ગ્રામ પંચાયત, ટીડીઓ તેમજ આરોગ્ય વિભાગ સમક્ષ રજૂઆત કરી છે. સાથે જ 7 દિવસમાં ગંદા પાણીનો પ્રવાહ બંધ નહીં થાય તો પ્રતીક ધરણાં કરવાની ચીમકી આપવામાં આવી છે.

છેલ્લા દોઢેક માસથી ઝંડાચોક ભવાની માતાના મંદિર પાસે ગટરનું ગંદું પાણી વહી રહ્યું છે. આ ગંદું પાણી આશરે 200 મીટર સુધી ફેલાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. રાહદારીઓને ચાલવા માટે સ્વચ્છ જગ્યા શોધવી મુશ્કેલ બની છે. આસપાસ મંદિર, અનેક દુકાનો અને રહેણાંક વિસ્તાર હોવાને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે.

સ્થાનિક દુકાનદારોનું કહેવું છે કે ગંદા પાણી અને દુર્ગંધને કારણે ગ્રાહકો દુકાનો સુધી આવતાં હચકાય છે, જેના કારણે ધંધા પર સીધી અસર પડી રહી છે અને ઘરાકી ઘટી રહી છે. નજીક પવિત્ર સ્થળો હોવાને કારણે દર્શન માટે આવનાર લોકોને પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જેને લઈ ભારે નારાજગી જોવા મળી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ખાનગી ડ્રેનેજ લાઈન વારંવાર જામ થાય છે અને લીકેજની સમસ્યા સર્જાય છે. અગાઉ પણ આ મુદ્દે પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં ખાનગી ગટર લાઈનમાં નવી પાઈપલાઈન નાખ્યા બાદ છેવાડાનું કામ અધૂરું રહેતાં સમસ્યા વધુ વકરેલી છે. લાંબા સમયથી વિસ્તારના રહીશો અને દુકાનદારો આ તકલીફ સહન કરી રહ્યા છે, જેના કારણે હવે રોષ વ્યાપી ગયો છે.

8 જાન્યુઆરીએ ધરણાં કરવાની ચીમકી
સ્થાનિક આગેવાનોએ પંચાયતમાં કરેલી રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જો આગામી 7 દિવસમાં સમસ્યાનો ઉકેલ ન આવે અને રસ્તો ચોખ્ખો ન થાય, તો 8 જાન્યુઆરીના રોજ ભવાની માતાના મંદિરના પ્રાંગણમાં સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી દુકાનો બંધ રાખી પ્રતીક ધરણાં કરવામાં આવશે. આ અંગેની સંપૂર્ણ જવાબદારી પંચાયતની રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

#ખેરગામ #Zandachok #DrainageIssue #PublicProtest #CivicProblem #LocalDemand #GujaratNews #KhergamNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

Leave a Comment