September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Valsad

વલસાડમાં બે દિવસ મતદાર યાદી સઘન પુનઃસમીક્ષા કાર્યક્રમ, BLO દ્વારા ખાસ કેમ્પ | Two-Day Intensive Voter List Revision Drive in Valsad

વલસાડમાં બે દિવસ મતદાર યાદી સઘન પુનઃસમીક્ષા કાર્યક્રમ, BLO દ્વારા ખાસ કેમ્પ | Two-Day Intensive Voter List Revision Drive in Valsad

 

વલસાડ જિલ્લામાં મતદાર યાદીની સઘન પુનઃસમીક્ષા (Special Intensive Revision) કાર્યક્રમ અંતર્ગત શનિવાર અને રવિવારના રોજ તમામ મતદાન મથકો પર વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન દરેક મતદાન મથક પર બી.એલ.ઓ. (Booth Level Officer) સવારે 10.00 કલાકથી સાંજે 5.00 કલાક સુધી હાજર રહી મતદારોને માર્ગદર્શન આપશે.

આ કાર્યક્રમ અંતર્ગત મતદારો પોતાના નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરી શકશે. જો નામ મેપિંગમાં ન આવ્યું હોય તો આધાર સહિતના પુરાવા રજૂ કરીને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે. મતદાર યાદીમાં નામ દાખલ ન થયેલ હોય તો ફોર્મ–6 ભરી નવા નામની નોંધણી કરાવી શકાશે. ઉપરાંત ફોર્મ–7 દ્વારા નામ કમી કરાવવા તેમજ ફોર્મ–8 દ્વારા નામ, સરનામું કે અન્ય વિગતોમાં સુધારા-વધારા માટેના ફોર્મ પણ સ્વીકારવામાં આવશે.

જો કે તા. 04 જાન્યુઆરીના રોજ વલસાડ શહેરમાં ચાર મતદાન મથકો પર વેરા નિરીક્ષકોની પરીક્ષા યોજાનાર હોવાથી આ ચાર મથકોના બી.એલ.ઓ. મામલતદાર કચેરી, વલસાડ ખાતે ઉપલબ્ધ રહેશે. જ્યારે અન્ય તમામ મતદાન મથકો પર બી.એલ.ઓ. પોતાની ફરજ પર હાજર રહેશે.

આ ઝુંબેશ ખાસ કરીને નવા મતદારો માટે મહત્વપૂર્ણ છે. તા. 01-01-2026ના રોજ 18 વર્ષ કે તેથી વધુ વય પૂર્ણ કરનાર નાગરિકો અચૂક મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે અને પોતાનો મતદાન અધિકાર પ્રાપ્ત કરી શકશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ લાયક નાગરિકોને આ બે દિવસીય કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

#Valsad #મતદારયાદી #VoterListRevision #BLO #ElectionUpdate #GujaratNews #NewVoters #ECI


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *