September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Union Territory Dadra Daman Dudhni Naroli Silvassa Valsad Vapi

પ્રજાનો અવાજ: સેલવાસ રિવરફ્રન્ટની મરામત અને વાપી આસોપાલવ રોડના અધૂરા કામે નાગરિકો પરેશાન | Public Voice Highlights Selvas Riverfront Repair, Vapi Road Work Delay

પ્રજાનો અવાજ: સેલવાસ રિવરફ્રન્ટની મરામત અને વાપી આસોપાલવ રોડના અધૂરા કામે નાગરિકો પરેશાન | Public Voice Highlights Selvas Riverfront Repair, Vapi Road Work Delay

 

દાનહના સેલવાસ નરોલી બ્રિજ પાસે પ્રશાસન દ્વારા વિકસાવાયેલ રિવરફ્રન્ટને સુશોભિત કરી જાહેર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સ્થળે રોજે રોજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો તેમજ પર્યટકો મુલાકાત લે છે. જોકે હાલમાં રિવરફ્રન્ટ વિસ્તારમાં ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે. સાથે સાથે અનેક જગ્યાએ પાથરેલા પથ્થરો તૂટી ગયા છે અને કેટલાક સ્થળોએ રેલિંગ પણ લટકી પડેલી હાલતમાં છે. આ કારણે મુલાકાતીઓ માટે જોખમ ઊભું થયું છે. સ્થાનિક રહીશોએ પ્રશાસનને અપીલ કરી છે કે સ્થળની તાત્કાલિક મુલાકાત લઈ સફાઈ સાથે રેલિંગ અને તૂટેલા ભાગોની મરામત કામગીરી કરવામાં આવે જેથી રિવરફ્રન્ટનું સૌંદર્ય અને સલામતી જળવાઈ રહે.

બીજી તરફ વાપીના આસોપાલવ રોડ પર પણ નાગરિકો લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આશોપાલવ સોસાયટીથી છરવાડા રોડ તરફ જતા માર્ગ પર એક મહિનાથી વધુ સમયથી એક બાજુનો આખો રોડ ખોદી નાખવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કામની ગતિ અત્યંત ધીમી હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ રોજ પસાર થતા હજારો વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રોડ પર ધૂળ, ટ્રાફિક અને અકસ્માતનો ભય સતત રહેતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે વિકાસકાર્યો જરૂરી છે, પરંતુ તે સમયસર અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થવા જોઈએ. આસોપાલવ રોડ પર ચાલી રહેલું પાણીની લાઈનનું કામ ઝડપથી પૂર્ણ કરી રોડ ફરી ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. નાગરિકોની આશા છે કે પ્રશાસન પ્રજાના અવાજને ધ્યાનમાં લઈ બંને મુદ્દાઓ પર તાત્કાલિક પગલાં લેશે.

#પ્રજાનોઅવાજ #SelvasRiverfront #RiverfrontRepair #SelvasNews #VapiNews #AasopalavRoad #RoadWorkDelay #CivicIssues #PublicDemand #DadraNagarHaveli


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *