September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Vapi

SBPP બેન્કની ચૂંટણી પૂર્વે બે ટર્મના ડિરેક્ટરોના નિર્ણય પર સૌની નજર | SBPP Bank Election: Two-Term Directors Face Uncertainty

SBPP બેન્કની ચૂંટણી પૂર્વે બે ટર્મના ડિરેક્ટરોના નિર્ણય પર સૌની નજર | SBPP Bank Election: Two-Term Directors Face Uncertainty

 

સરદાર ભીલાડવાળા બેન્ક (SBPP Bank)ના વર્તમાન શાસકોની ટર્મ હવે એકથી દોઢ માસમાં પૂર્ણ થવા જઈ રહી છે. આગામી ચૂંટણી 8 માર્ચે યોજવા અંગે વલસાડના રજિસ્ટ્રારને જાણ કરવાની તૈયારી ચાલી રહી છે. જોકે ચૂંટણી પૂર્વે સૌથી મહત્વની બાબત એ છે કે ભીલાડવાળા બેન્કની આવનારી ચૂંટણીમાં આરબીઆઈના નવા નિયમોનો અમલ થવાનો છે, જેના કારણે અનેક ડિરેક્ટરો ચૂંટણી લડી શકશે નહીં.

ચૂંટણી પૂર્વે બેન્કના ચેરમેન જીતુભાઈ દેસાઈએ અચાનક રાજીનામું આપી દેતાં બેન્કના આંતરિક વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. ચેરમેનના રાજીનામા બાદ હવે બાકી રહેલા કેટલાક ડિરેક્ટરો પણ બે કે તેથી વધુ ટર્મથી ડિરેક્ટર હોવાથી મૂંઝવણભરી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ચેરમેન રાજીનામું આપતી વખતે સાથી ડિરેક્ટરો અને અન્ય ઉચ્ચ નેતાઓને પૂર્વ જાણ કરી હતી કે નહીં તે મુદ્દે પણ સવાલો ઉઠી રહ્યા છે.

બીજી તરફ ચેરમેનનો ચાર્જ મતદાન વગર વાઇસ ચેરમેનને સોંપી શકાય કે કેમ તે બાબતે બેન્કના જીએમ સિદ્ધાર્થ શુકલા પાસે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ શુક્રવારે પણ કરવામાં આવ્યો હતો, પરંતુ રાબેતા મુજબ તેમણે ફોન ઉપાડ્યો ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વિવાદ વધુ વકરવાની સંભાવના
બેન્કના ડિરેક્ટરોના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચેરમેનના રાજીનામા બાદ અન્ય સાથી ડિરેક્ટરોમાં નારાજગી જોવા મળી રહી છે. કેટલાક ડિરેક્ટરોનું માનવું છે કે સળંગ બે ટર્મના નિયમ અંગે તમામ ડિરેક્ટરો સાથે મળીને સંયુક્ત નિર્ણય લેવો જરૂરી હતો. નવા નિયમોના અમલથી હાલ બેન્કમાં અનિશ્ચિતતા અને ગૂંચવણભરી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ચૂંટણી પૂર્વે વિવાદ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સાથે સાથે કેટલાક ડિરેક્ટરો વાપી મનપાની ચૂંટણી લડવાનું મન બનાવી ચૂક્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ કારણે હાલ તેઓ જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપતા નથી તેમ એક ડિરેક્ટરે જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. SBPP બેન્કની ચૂંટણી નજીક આવતાં બે ટર્મવાળા ડિરેક્ટરો શું નિર્ણય લેશે અને બેન્કની રાજકીય સ્થિતિ કઈ દિશામાં જશે તેની તરફ સૌની નજર મંડાયેલી છે.

#SBPPBank #સરદારભીલાડવાળાબેન્ક #BankElection #CooperativeBank #VapiNews #ValsadNews #BankPolitics #DirectorTerm #RBIrules #GujaratNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

One thought on “SBPP બેન્કની ચૂંટણી પૂર્વે બે ટર્મના ડિરેક્ટરોના નિર્ણય પર સૌની નજર | SBPP Bank Election: Two-Term Directors Face Uncertainty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *