September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Udvada Pardi Valsad Vapi

સુરત સાર્વજનિક યુનિવર્સિટીની પ્રથમ PhDનું ગૌરવ ઉદવાડાની નિમિષાને | Udvada Girl Becomes First PhD of Sarvajanik University

સુરત સાર્વજનિક યુનિવર્સિટીની પ્રથમ PhDનું ગૌરવ ઉદવાડાની નિમિષાને | Udvada Girl Becomes First PhD of Sarvajanik University

 

વાપી–પારડીના ઉદવાડામાં રહેતી નિમિષા સુરેશભાઈ અગ્રવાલે ભૌતિકશાસ્ત્ર વિષયમાં સાર્વજનિક યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સૂરત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક યુનિવર્સિટીની પ્રથમ પીએચડી વિદ્યાર્થિની બનવાનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું છે.

નિમિષાએ “INFLUENCE OF SODIUM NITRATE AND POTASSIUM NITRATE ON PRISTINE GLYCINE LITHIUM NITRATE AND ITS ALLIED STUDIES” વિષય પર સંશોધન કાર્ય કર્યું છે. મટીરીઅલ સાયન્સ રિસર્ચ અંતર્ગત તેમણે નોન લિનિયર ઓપ્ટિકલ મટીરીઅલની કાર્યક્ષમતા, પરફોર્મન્સ અને ઉપયોગીતા વધારવા હેતુસર વિવિધ પ્રકારના ડોપિંગ કરીને પદાર્થના સ્ફટીક તૈયાર કરી તેમની લાક્ષણિકતાઓનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. આ સંશોધન નિબંધને સાર્વજનિક યુનિવર્સિટીએ માન્ય રાખતા પીએચડીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

આ સંશોધન કાર્ય નિમિષાએ સાર્વજનિક યુનિવર્સિટીમાં આવેલી સ્કેટ કોલેજના ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડો. પ્રથમેશ વ્યાસના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું હતું. તેમની આ મહત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ બદલ પરિવારજનો, શૈક્ષણિક વર્તુળો અને શુભેચ્છુકોએ અભિનંદન પાઠવ્યા છે.

#ઉદવાડા #પારડી #વાપી #Surat #SarvajanikUniversity #PhD #PhysicsResearch #MaterialScience #AcademicAchievement #EducationNews #GujaratNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *