વાપીમાં રોહિત સમાજનો ભવ્ય ખેલ મહોત્સવ: વર્લ્ડ કપ વિજેતા ઓપીનાબેન ભીલારની ખાસ હાજરી | 300+ Athletes Shine at Rohit Samaj Sports Fest in Vapi

વાપીમાં રોહિત સમાજનો ભવ્ય ખેલ મહોત્સવ: વર્લ્ડ કપ વિજેતા ઓપીનાબેન ભીલારની ખાસ હાજરી | 300+ Athletes Shine at Rohit Samaj Sports Fest in Vapi

 

રોહિત સમાજ સેવા ટ્રસ્ટના સ્પોર્ટ્સ વિંગ દ્વારા રવિવારના રોજ વાપી ખાતે આશાધામ સ્કૂલના મેદાનમાં ભવ્ય ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેલ મહોત્સવમાં રોહિત સમાજના 28 ગામોમાંથી આશરે 300થી વધુ રમતવીરોએ ભાગ લઈને રમત, શિસ્ત અને ખેલદિલીની ભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત પધારેલા મહેમાનો દ્વારા પરંપરાગત રીતે દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ખેલ મહોત્સવ દરમિયાન તાજેતરમાં અવસાન પામેલ સમાજના યુવાનોની આત્માની શાંતિ માટે સમગ્ર સમાજ દ્વારા મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જે સમાજની એકતા અને સંવેદનશીલતાનું પ્રતિબિંબ હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે 2025 મહિલા ખો-ખો વર્લ્ડ કપ વિજેતા ખેલાડી ઓપીનાબેન ભીલાર ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શુવા દિવ્યા માલદેભાઈ નેશનલ એથલીટ તેમજ વિભૂતિ દીપકભાઈ ચૌધરી નેશનલ કબ્બડ્ડી ખેલાડી તરીકે ખાસ હાજરી આપી હતી. મહેમાનોની હાજરીએ ખેલાડીઓમાં ઉત્સાહ વધાર્યો હતો.

સાંસદ ધવલભાઈ પટેલે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી ખેલ મહોત્સવમાં ઉપસ્થિત રહી સમાજના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ભવિષ્યમાં સમાજસેવા માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી. ખેલ મહોત્સવ દરમિયાન નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પધારેલા મહેમાનોનું પરેડ અને ઢોલના તાલ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભર્યું બની ગયું હતું.

આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ગણેશભાઈ રોહિતે સમાજના યુવાનોને રોડ સેફ્ટી તથા ઈન્સ્યોરન્સ અંગે જાગૃત રહેવા આહવાન કર્યું હતું. ટ્રસ્ટ દ્વારા સ્પોર્ટ્સ વિંગના પ્રમુખ સતિષભાઈ, ઉપપ્રમુખ ધર્મેશભાઈ સહિત સમગ્ર સ્પોર્ટ્સ કમિટીને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અંતમાં ખેલ મહોત્સવ માટે દાન આપનાર દાતાઓ, આયોજનમાં સહયોગ આપનાર ટ્રસ્ટની કમિટી તેમજ ઉપસ્થિત રહેલા સમાજના તમામ લોકોનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

#રોહિતસમાજ #ખેલમહોત્સવ #વાપી #સમાજસેવા #રમતવીરો #SportsFestival #VapiNews #RohitSamaj #CommunityEvent #KhoKho #Kabaddi #Athletics


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

Leave a Comment