ઉમરગામમાં કામદારોનું શોષણ થશે તો જીઆઈડીસી બંધ કરાવી દઈશું: ચૈતર વસાવા
ઉમરગામ તાલુકાની કેટલીક કંપનીઓ દ્વારા સરકારના મિનિમમ વેજીસના પરિપત્રનું પાલન ન થતું હોવા તેમજ બહેન-દીકરીઓ અને શ્રમિકોના શોષણની ફરિયાદોને લઈને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરીગામ બિરસા મુંડા પ્રતિમાથી સરીગામ જીઆઈડીસી સુધી પદયાત્રા યોજી હતી. સરીગામ બાયપાસથી નીકળેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
પદયાત્રા દરમિયાન ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે ઉમરગામ તાલુકાની કેટલીક કંપનીઓમાં સ્થાનિક કામદારોને ડોડીયા મજૂર તરીકે રાખી પગાર સ્લીપ, પીએફ, બોનસ, વીમો, ઓવરટાઈમ, ઈન્ક્રિમેન્ટ, ઈએસઆઈ જેવી સુવિધાઓ આપવામાં આવતી નથી. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કામદારોના હિતમાં વેતન અને સુવિધાઓ સાથે નવું પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે, છતાં તેનો અમલ થતો નથી અને કામદારોનું શોષણ થઈ રહ્યું છે.
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર જમીન માલિકો પાસેથી જમીન લઈ ઉદ્યોગપતિઓને ઓછી કિંમતે આપે છે, પરંતુ સ્થાનિક લોકોને 85 ટકા રોજગારી આપવામાં આવતી નથી. આ બાબતે વિરોધ નોંધાવતા તેમણે સરીગામમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર ચઢાવી પદયાત્રાની શરૂઆત કરી હતી.
તાલુકા આપ પ્રમુખ મનીષ હળપતિની ઉપસ્થિતિમાં પદયાત્રા સરીગામ જીઆઈડીસીમાં પૂર્ણ થઈ હતી. આ દરમિયાન ચૈતર વસાવાએ ચીમકી આપી હતી કે જો કંપનીઓમાં કામદારોનું શોષણ બંધ નહીં થાય તો આ વિસ્તારની જીઆઈડીસી બંધ કરાવવામાં આવશે. સાથે જ તેમણે તંત્ર સામે કડક વલણ દાખવી આવનારી ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો હતો તથા સ્થાનિક નેતાઓ પર આદિવાસી વિરોધી હોવાનો આક્ષેપ કરી બહારના લોકોએ ગામતળ અને ગૌચરણ જમીન પચાવી પાડ્યાની ફરિયાદ અંગે પગલાં ભરવાની માંગ કરી હતી.
ઉમરગામ કામદારો શોષણ, સરીગામ જીઆઈડીસી પદયાત્રા, ચૈતર વસાવા નિવેદન, Minimum Wages Gujarat, Umergam GIDC Protest, Workers Rights Gujarat, ઉમરગામ સમાચાર, સરીગામ જીઆઈડીસી, ચૈતર વસાવા, AAP Gujarat, Workers Protest, Minimum Wages, Labour Issues, Valsad District
————
પનવેલના બુલેટ શોરૂમ ચોરીનો આરોપી ઉમરગામથી ઝડપાયો
મુંબઈના પનવેલ સ્થિત રોયલ એનફિલ્ડ બુલેટના શોરૂમમાં ચોરી કરનાર વોન્ટેડ આરોપીને બે વર્ષ બાદ વલસાડ એલસીબીની ટીમે ઉમરગામથી ઝડપી લીધો છે. આરોપીએ મહારાષ્ટ્ર અને ઉમરગામ વિસ્તારમાં અનેક ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચનાના આધારે એલસીબી વલસાડની ટીમ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એલસીબીના પોલીસ કર્મચારીઓ વાલજીભાઈ મેરામભાઈ ચૌહાણ અને પિયુષકુમાર મહેન્દ્રસિંહ ઠાકોરને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે નવી મુંબઈ જિલ્લાના પનવેલમાં રોયલ એનફિલ્ડ બુલેટના શોરૂમમાં ચોરી કરનાર વોન્ટેડ આરોપી મુરલી ઉર્ફે એલેક્ષ મનોહર પવાર (ઉંમર 25)ને ઉમરગામમાંથી ઝડપી લીધો હતો. આરોપી હાલ ઉમરગામમાં રુદ્ર હોસ્પિટલની ઉપર પહેલા માળે તથા સંજાણ રોડ પીઠા ફળીયા વિસ્તારમાં રહેતો હતો. તેનો મૂળ વતન મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના પુલીયાગામ તરીકે ઓળખાયું છે. પોલીસે આરોપીને પકડી વધુ તપાસ અર્થે વાપી જીઆઈડીસી પોલીસને સોંપ્યો છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપી સિઝન દરમિયાન ડીજે વગાડવાનું કામ કરતો હતો અને ઓફ-સિઝનમાં મહારાષ્ટ્ર તથા ઉમરગામ વિસ્તારમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો. આરોપી સામે અનેક ઘરફોડ ચોરીના કેસ હોવાના કારણે વલસાડ અને મહારાષ્ટ્ર પોલીસ લાંબા સમયથી તેની શોધમાં હતી.
ઉમરગામ સમાચાર, Panvel Theft Case, Royal Enfield Showroom, LCB Valsad, Crime News, Maharashtra Police, Vapi GIDC Police, Local News
—————–
જંબુરી પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલક યુવકનું મોત
ઉમરગામ તાલુકાના એકલારા ગામે રહેતા 18 વર્ષીય આયુષ રાજેશ ધોડીનું માર્ગ અકસ્માતમાં મોત થતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. આયુષ શિક્ષણ સાથે પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. 30 નવેમ્બરે રાત્રે 8.05 કલાકે તે પોતાની બાઈક નં. GJ-15-AE-2018 પર ઘર તરફ પરત ફરી રહ્યો હતો.
આ દરમિયાન મોહન ગામ દમણ સ્ટેટ હાઈવે પર જંબુરી ગામ નજીક સામેથી આવતા અજાણ્યા વાહન ચાલકે તેની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં આયુષને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે આ માર્ગ પર છેલ્લા બે દિવસમાં બે આશાસ્પદ યુવકોના અકસ્માતમાં મોત થયા છે. આ બનાવ અંગે મૃતકના પિતા રાજેશભાઈ કુળભાઈ ધોડીએ ભીલાડ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરગામ સમાચાર, જંબુરી અકસ્માત, Road Accident, Bike Rider Death, Bhilad Police, Unknown Vehicle, Valsad District, Local News
———–
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
