September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Dharampur and Kaprada

ફલધરામાં ‘આદિવાસી આંગણે’ લોકકલા-પરંપરા-સ્વાદનો મહામેળો | Adivasi Aangane Cultural Fair Faladhara

ફલધરામાં ‘આદિવાસી આંગણે’ લોકકલા-પરંપરા-સ્વાદનો મહામેળો | Adivasi Aangane Cultural Fair Faladhara

 

વિસરાતી આદિવાસી સંસ્કૃતિ, લોકકલા, પરંપરા, ભોજન અને બાળરમતોને ફરી જીવંત કરવા માટે ફલધરામાં એક અનોખો અને ભવ્ય પ્રયાસ થવાનો છે. વલસાડ જિલ્લાના ફલધરા ગામમાં આગામી રવિવાર તા. 11 જાન્યુઆરી 2026ના રોજ ‘આદિવાસી આંગણે’ નામે લોકસંસ્કૃતિનો વિશેષ મેળો યોજાવાનો છે, જેમાં લોકકલા, પરંપરા અને સ્વાદનો ત્રિવેણી સંગમ જોવા મળશે.

વલસાડના ફલધરામાં આવેલા પુરણેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આ લોકસંસ્કૃતિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજસેવી ડૉક્ટર હેમંત પટેલ અને સમસ્ત ફલધરા ગામવાસીઓના સહયોગથી યોજાનાર આ મેળો માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહી, પરંતુ આદિવાસી સમાજની મૂળ ઓળખને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી સમાજની લોકસંસ્કૃતિને એક જ મંચ પર રજૂ કરવાનો આ પહેલો મોટો પ્રયાસ ગણાઈ રહ્યો છે. આ મેળામાં આદિવાસી સમાજના વિવિધ લોકગીત, લોકધૂન અને લોકનૃત્ય રજૂ કરતી જાણીતી મંડળીઓ હાજર રહેશે. પરંપરાગત વેશભૂષા, ઢોલ-તારપાના તાલ અને લોકગીતોની ગુંજ સમગ્ર ફલધરા ગામને સંસ્કૃતિના રંગે રંગી દેશે.

આ મેળામાં આદિવાસી સમાજના જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફલ્યુએન્સર અને યુટ્યુબર પણ હાજરી આપશે. તેઓ મનોરંજનની સાથે-સાથે સમાજ ઉપયોગી સંદેશ આપીને યુવા પેઢીને પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરશે. ડિજિટલ યુગમાં પરંપરાની વાત કરતો આ મેળો નવી અને જૂની પેઢીને જોડતો સેતુ બનશે.

ધરમપુરના સમાજસેવી ડૉ. હેમંત પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં બીજા સમાજની જેમ આદિવાસી સમાજ પણ ઝડપી બદલાઈ રહ્યો છે. જોકે આજે પણ આદિવાસી સમાજની મૂળ પરંપરા ખૂણે-ખૂણે જીવંત છે. નવી પેઢી પાસે સોશિયલ મીડિયા છે અને જૂની પેઢી પાસે જીવન અનુભવ અને સમાજની ઊંડી સમજ છે. આ બંને પેઢીને એક મંચ પર લાવીને જૂનુ અને નવું જોડવાનું ઉદ્દેશ્ય ‘આદિવાસી આંગણે’ પાછળ રહેલું છે.

આ સમગ્ર કાર્યક્રમ માટે ફલધરાના ગામવાસીઓ સાથે આસપાસના અનેક ગામોના લોકોએ પણ સહયોગ આપ્યો છે. એક એવું આંગણું સજાવાયું છે, જ્યાં આદિવાસી લોકસંસ્કૃતિ માત્ર જોવાની નહીં પરંતુ અનુભવાની તક મળશે. આયોજકોના જણાવ્યા મુજબ ‘આદિવાસી આંગણું’ આદિવાસી સંસ્કૃતિનું એક વિશેષ અને યાદગાર આંગણું બની રહેશે.

મેળામાં પરંપરાગત લોકનૃત્ય અને લોકગીતોની વિશેષ રજૂઆત કરવામાં આવશે. માદળ નૃત્ય, ઘેરીયા, તારપા નાચ, લગ્નગીત, ઠાકર્યા નૃત્ય, ઢોલ નાચ, માવલી માતાની પૂજા અને તુર હરીફાઈ જેવી પરંપરાગત કલાઓ પરંપરાગત કલાકારો દ્વારા જ રજૂ કરવામાં આવશે. આ રજૂઆતોમાં આદિવાસી જીવનશૈલી અને સંસ્કૃતિની સાચી ઝલક જોવા મળશે.

બાળકો માટે આ મેળો વિશેષ આકર્ષણ બનવાનો છે. આજના મોબાઇલ અને ગેમના યુગમાં વિસરાયેલી પરંપરાગત રમતોને ફરી જીવંત કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. લંગડી, પથરા, લખોટી-લખોટા, ગિલ્લી દંડા, કુંદાણિયું, સાત ઠીકરી, ચોસર અને મુળી જેવી રમતો બાળકોને રમાડવામાં આવશે. આ રમતો દ્વારા બાળકો પોતાની સંસ્કૃતિને નજીકથી ઓળખી શકશે.

આદિવાસી આંગણે યોજાનારા મેળામાં પરંપરાગત વાનગીઓનો સ્વાદ પણ ખાસ આકર્ષણ બનશે. આદિવાસી બહેનો દ્વારા પરંપરાગત વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવશે, જેના કારણે એક તરફ સંસ્કૃતિ જીવંત થશે તો બીજી તરફ બહેનોને આવકનો અવસર પણ મળશે. આજના સમયમાં બહુ ઓછી જોવા મળતી અને ખવાતી આદિવાસી વાનગીઓ અહીં ઉપલબ્ધ રહેશે.

મેળામાં પાનેલા, પીઠયું, રસિયું, પેજવું-ચટણી, વાલનું શાક અને ચોખાના રોટલા, આંબિલ, ભુજ્યુ નાગલીના રોટલા, મહુડાના ફૂલનું સૂપ, ગોળ-આંબલીનું સરબત અને બૂરુંની ચા જેવી પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણી શકાશે. આ વાનગીઓ માત્ર ભોજન નહીં પરંતુ આદિવાસી જીવનશૈલીની ઓળખ છે.

ફલધરામાં યોજાનારો ‘આદિવાસી આંગણે’ મેળો લોકસંસ્કૃતિને ફરી ઉજાગર કરતો એક મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યો છે. લોકકલા, પરંપરા, ભોજન અને બાળરમતોને એક મંચ પર લાવતો આ મેળો માત્ર એક દિવસનો કાર્યક્રમ નહીં પરંતુ આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવાનો સંકલ્પ બની રહ્યો છે. 11 જાન્યુઆરી 2026ના રોજ ફલધરા આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાશે.

#ફલધરાન્યૂઝ #FaladharaNews #આદિવાસીઆંગણે #AdivasiCulture #ValsadNews #લોકસંસ્કૃતિ #TribalFair #GujaratiNews #CulturalEvent #AdiwasiMela #TraditionalFood #FolkDance #SouthGujarat #BreakingNews


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *