ખેરગામ આયુષ મેળામાં 381 લોકોએ લીધો લાભ, આયુર્વેદ અને યોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન | 381 Benefited from Ayush Mela in Khergam
આયુષ મેળાનું ભવ્ય આયોજન:-
આયુષ કચેરીના રાજ્ય નિયામક તેમજ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા નવસારી દ્વારા ખેરગામના રામજી મંદિર સંકુલમાં સ્વભંડોળના અનુદાનમાંથી આયુષ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય જાગૃતિ અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલા આ આયુષ મેળામાં કુલ 381 લોકોએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમથી આરંભ:-
કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ રતનબાઈ કન્યાશાળા, ખેરગામની બાલિકાઓ દ્વારા સુંદર પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આયુષ શાખાની કામગીરી અંગે માહિતી:-
જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય કાજલબેન મઢીકરે ઉપસ્થિતોને શાબ્દિક સ્વાગત કરી આયુષ મેળા તથા આયુષ શાખા દ્વારા કરવામાં આવતી વિવિધ આરોગ્ય સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપસ્થિત મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવાઈ:-
આરોગ્ય સમિતિના ચેરમેન સુમિત્રાબેન ગરાસીયાએ આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ લોકો માટે અત્યંત લાભદાયી સાબિત થઈ રહી છે. ખેરગામના સરપંચે આયુષ મેળાના સફળ આયોજન બદલ આયુર્વેદ અધિકારી કાજલબેન મઢીકરને અભિનંદન પાઠવ્યા હતા.
આયુર્વેદ અને હોમિયોપેથીના ફાયદા સમજાવ્યા:-
સા. ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલાએ આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિઓથી સારા પરિણામો મળતા હોવાનું જણાવ્યું હતું અને વધુમાં વધુ લોકોએ આ પદ્ધતિઓનો લાભ લે તેવી અપીલ કરી હતી.
યોગ, વનસ્પતિ અને આરોગ્ય સેવાઓ અંગે માર્ગદર્શન:-
મેળામાં આયુર્વેદિક ઔષધીય વનસ્પતિઓના ઉપયોગ, યોગ અને તેના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વૈદ્ય વંદનાબેન પટેલ (આયુર્વેદ મેડિકલ ઓફિસર-પાટી) દ્વારા આભારવિધિ કરી આયુષ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
સ્ટોલ્સ પર વિવિધ સેવાઓ ઉપલબ્ધ:-
મેળામાં ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. યોગ માર્ગદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, જીરિયાટ્રિક ઓપીડી, રોગોથી બચવા માટે હર્બલ ટીનું વિતરણ તેમજ વૈદ્ય પ્રકાશ ચૌહાણ દ્વારા વિવિધ ફૂલ અને છોડની ઉપયોગિતા અંગે માહિતી આપવામાં આવી હતી.
શાળાના બાળકો અને ગ્રામજનોએ લીધો લાભ:-
આયુષ મેળામાં શાળાના બાળકો તેમજ ગ્રામજનોએ આયુર્વેદ પદ્ધતિ અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. આયુષ મેળા દ્વારા પરંપરાગત આરોગ્ય પદ્ધતિ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવાઈ હોવાનું જણાયું હતું.
#KhergamNews #AyushMela #Ayurveda #YogaAwareness #HealthCamp #NavsariDistrict #AyushDepartment #HerbalMedicine #PublicHealth #LocalNews #ખેરગામસમાચાર #આયુષમેળો #આયુર્વેદ #યોગજાગૃતિ #આરોગ્યકેમ્પ #નવસારીજિલ્લો
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
