21 કરોડના ખર્ચે વલસાડમાં નવી શાકભાજી માર્કેટ તૈયાર થશે, 200 કેબિન દુકાનોની સુવિધા મળશે
ઘણાં વર્ષો બાદ વલસાડ શહેરને નગરપાલિકા દ્વારા નવીન અને ભવ્ય શાકભાજી માર્કેટ સંકુલની સુવિધા મળવાની છે. વર્ષ 2026 દરમિયાન કાર્યરત થનાર આ ન્યૂ વેજિટેબલ માર્કેટનું બાંધકામ હાલ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આશરે રૂ. 21 કરોડના ખર્ચે તૈયાર થનારા આ આધુનિક માર્કેટમાં વેપારીઓ તથા નાગરિકોને અનેક સુવિધાઓ મળશે.
વલસાડમાં નવી શાકભાજી માર્કેટનું ખાતમુહૂર્ત વર્ષ 2024માં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ માર્કેટમાં અદ્યતન સુવિધાઓ સાથે કુલ 200 પાથરણાં તથા લારી-કેબિન ધારકો માટે સુવ્યવસ્થિત બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેના કારણે શાકભાજી વેચાણ વ્યવસાય વધુ સુઘડ અને સ્વચ્છ બની રહેશે.
નવું માર્કેટ સંકુલ નિર્માણ કરવા માટે વલસાડ નગરપાલિકાના શાસકોએ રાજ્ય સરકાર સમક્ષ વિશાળ પ્રોજેક્ટ સાથે ગ્રાન્ટ માટે દરખાસ્ત મૂકી હતી. રાજ્ય સરકારમાં નાણાં મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ બિરાજમાન હોવાથી દરખાસ્તને મંજૂરી મળતાં ગત વર્ષના અંતિમ તબક્કામાં બાંધકામ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
નવું શાકભાજી માર્કેટ કાર્યરત થતાં વલસાડ શહેરના વેપારીઓને કાયમી અને સુવિધાસભર જગ્યા મળશે, સાથે જ નાગરિકોને પણ સ્વચ્છ અને વ્યવસ્થિત રીતે શાકભાજી ખરીદવાની સુવિધા પ્રાપ્ત થશે.
#વલસાડ #ન્યૂવેજિટેબલમાર્કેટ #શાકભાજીમાર્કેટ #નગરપાલિકા #વિકાસકાર્ય #21કરોડપ્રોજેક્ટ #Valsad #UrbanDevelopment
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
