શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દવે લાયન્સ વિજેતા
દરેક ટીમમાં 2 મહિલા ખેલાડીઓનો સમાવેશ, મહાદેવ વોરિયર્સ રનર-અપ શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાઈ હતી. ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો અને દરેક ટીમમાં ફરજિયાત રીતે 2-2 મહિલા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના કારણે રમત સાથે સમાનતા અને સામૂહિક ભાગીદારીનો સુંદર સંદેશ મળ્યો હતો.
ફાઈનલ મુકાબલામાં દવે લાયન્સ ટીમ વિજેતા બની હતી, જ્યારે મહાદેવ વોરિયર્સ ટીમ રનર-અપ રહી હતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્સાહપૂર્ણ અને રમતભાવનાપૂર્વક પ્રદર્શન કર્યું હતું.
ટૂર્નામેન્ટમાં કમેન્ટ્રી નિમેષ સેવક દ્વારા કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓ તરીકે ચૈતન્ય ભટ્ટ, મહેશભાઈ પંડ્યા, શરદભાઈ ઠાકર અને અગ્નિત જાની ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સમાજના પૂર્વ પ્રમુખો ચંદુભાઈ પંડ્યા, અમિત ભટ્ટ, પ્રકાશ જાની, પીયુષ જોશી અને પંકજ શુક્લાએ પણ સક્રિય ભાગ લીધો હતો.
સમાજના અગ્રણી આગેવાનોમાં પારસ ત્રિવેદી, જીગ્નેશ ભટ્ટ, હાર્દિક જોશી, રોહિતભાઈ સોમપુરા, મિતુલ હરીશ ઠાકર, કિરણ રાવલ, મનોજ યાશિક, હર્ષેશ ત્રિવેદી, કમલેશ પંડ્યા, રિતેશ રાવલ, હિતેશભાઈ જાની, કિશોરભાઈ બધેકા તથા પાર્થિવ મહેતાની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી.
કમિટી સભ્યો તરીકે પ્રીતેશ જોશી, મિહિર ઉપાધ્યાય, કાનાભાઈ અને વિનિત જાની દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન અપાયું હતું. કાર્યક્રમના સફળ આયોજનમાં હાર્દિક મહેતા (પ્રમુખ), રજત રાવલ (સેક્રેટરી), જાગૃત જાની (ખજાનચી) અને શિવમ બધેકાનું વિશેષ યોગદાન રહ્યું હતું. પ્રોજેક્ટ ચેર તરીકે નીરવભાઈ જાની, જયદીપ જોશી અને મેહુલભાઈ દવે દ્વારા આયોજન અને સંચાલન ખૂબ જ સરાહનીય રીતે કરવામાં આવ્યું હતું.
ઓક્શન વેન્યુ તથા ભોજન સ્પોન્સર તરીકે પંકજભાઈ શુક્લા (હોટેલ સિલ્વર લીફ), ભોજન સ્પોન્સરશિપ તરીકે પારસભાઈ ત્રિવેદી અને નાસ્તા સ્પોન્સરશિપ તરીકે જીગ્નેશ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
#વાપી #બ્રહ્મસમાજ #ક્રિકેટટૂર્નામેન્ટ #દવે_લાયન્સ #મહાદેવ_વોરિયર્સ #મહિલાખેલાડી #સમાજિકકાર્યક્રમ #SportsNews #Valsad
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
