વિશ્વાસ વધારવા પોલીસે 21 મોબાઇલ મૂળ માલિકોને પરત કર્યા

વિશ્વાસ વધારવા પોલીસે 21 મોબાઇલ મૂળ માલિકોને પરત કર્યા

વાપી ટાઉનમાં રૂ. 5.06 લાખના મોબાઇલ પોલીસે કબજે લીધા

વાપી ટાઉન પોલીસે ગુમ થયેલા અને ચોરીમાં ગયેલા 21 મોબાઇલ ફોન મૂળ માલિકોને પરત સોંપી પોલીસ પ્રત્યે પ્રજાનો વિશ્વાસ વધે તેવા પ્રશંસનીય પ્રયત્નો કર્યા છે. કુલ રૂ. 5,06,881 કિંમતના મોબાઇલ ફોન શોધી કાઢી માલિકોને પરત આપવામાં આવ્યા હતા.

ગુજરાતના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા પ્રજાલક્ષી અભિગમ અંતર્ગત લોકો સાથે તાદાત્મ્ય વધારવા તથા પોલીસ પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવા “તેરા તુજકો અર્પણ” અભિગમ મુજબ કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને વલસાડ જિલ્લા એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ “પોલીસ પ્રજાનો મિત્ર છે” સૂત્રને સાર્થક બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

વાપી ડીવાયએસપી બી. એન. દવેની સૂચના અને વાપી ટાઉન પીઆઈ એમ. પી. પટેલની રાહબરી હેઠળ સીઈઆઈઆર પોર્ટલ પર સર્ચ કરી ગુમ થયેલા 21 મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. બુધવારે આયોજિત કાર્યક્રમ દરમિયાન આ તમામ મોબાઇલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.

વાપી ટાઉન પોલીસ દ્વારા 21 મોબાઇલ ફોન કિં. રૂ. 5,06,881 મૂળ માલિકોને પરત સોંપી “તેરા તુજકો અર્પણ” સૂત્રને સાર્થક કરવામાં આવ્યું છે, જેનાથી પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનું બંધન વધુ મજબૂત બન્યું છે.

#વાપી #વાપીટાઉનપોલીસ #ગુમમોબાઇલ #તેરાતુજકોઅર્પણ #પોલીસપ્રજાનોમિત્ર #Valsad #PoliceNews


 


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

Leave a Comment