વાપી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલથી અઢી લાખની વસ્તીને મળશે આરોગ્ય સુવિધા

વાપી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલથી અઢી લાખની વસ્તીને મળશે આરોગ્ય સુવિધા, 45 કરોડના ખર્ચે હાઈવેની બાજુમાં બની રહેલી મિની સિવિલ આ વર્ષે જૂન સુધીમાં કાર્યરત થશે

 

વાપી તથા આસપાસના વિસ્તારોમાં સતત વધી રહેલી વસ્તીને ધ્યાનમાં રાખીને આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરવા માટે બલીઠા હાઈવે પર બની રહેલી મિની સિવિલ હોસ્પિટલનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. આશરે અઢી લાખની વસ્તીને સીધી આરોગ્ય સુવિધા આપતી આ 128 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ વર્ષ 2026ના જૂન સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે. 45 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલી આ નવી સરકારી હોસ્પિટલથી વાપી સહિત આજુબાજુના વિસ્તારોના દર્દીઓને મોટી રાહત મળશે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ બલીઠા હાઈવે પર રૂ. 45.30 કરોડના ખર્ચે 128 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલના નિર્માણ માટે જોગવાઈ કરી હતી. ત્યારબાદ આ મિની સિવિલ હોસ્પિટલનું કામ પૂરજોશમાં શરૂ થયું હતું, જે હવે પૂર્ણતાની નજીક છે. હોસ્પિટલ શરૂ થતાં વાપી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સારવાર માટે વલસાડ જવાની ફરજ નહીં પડે.

હાલ વાપી શહેરમાં આવેલી ચલા સીએચસી શહેરથી દૂર હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આરોગ્ય સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ હવે બલીઠા હાઈવે પર નવી મિની સિવિલ હોસ્પિટલ શરૂ થવાથી આ સમસ્યાનો ઉકેલ મળશે. બીજી તરફ ચલા સીએચસી વાપી મહાનગરપાલિકાના હસ્તક આવશે અને મનપા દ્વારા ઝોનવાઇઝ આરોગ્ય કેન્દ્રો તૈયાર કરવામાં આવશે. જેથી ચલા ખાતેનું સરકારી દવાખાનું બંધ નહીં થાય અને હાઈવે, ચલા તથા નજીકની પીએચસીમાં પણ આરોગ્ય સેવાઓ ચાલુ રહેશે.

નવી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સારવારની સુવિધા ઉપલબ્ધ રહેશે. હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિભાગ મુજબ હોસ્પિટલ માટે સાઇટ એરિયા 7003.90 સ્ક્વેર મીટર અને કુલ વિસ્તાર 15730.14 સ્ક્વેર મીટરનો રહેશે. અહીં 24 કલાક ફાર્મસી સ્ટોર, સિટી સ્કેન, એક્સ-રે, લેબોરેટરી, બ્લડ બેન્ક, ચાર ઓપરેશન થિયેટર, 19 ઓપીડી, 8 આઇસીયુ બેડ, પી.એમ. રૂમ, એડિશનલ સ્પેશિયલ રૂમ, વીઆઇપી રૂમ તથા ગ્રાઉન્ડ ફ્લોર પર ઇમરજન્સી વિભાગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

છીરી, કોપરલી, નાની તંબાડી, વટાર, કરવડ તેમજ અર્બન પીએચસી વિસ્તારમાં આવેલા વાલ્મિકી આવાસ, ગીતા નગર, ડુંગરા અને સુલપડ સહિતના વિસ્તારોના દર્દીઓને આ હોસ્પિટલથી સીધો લાભ મળશે. ઉપરાંત વલસાડ જિલ્લાના ત્રણ તાલુકા અને મહારાષ્ટ્ર બોર્ડર પાસેના ગામોના દર્દીઓને પણ સારવાર માટે વલસાડ જવું નહીં પડે.

બલીઠા હાઈવે પર તૈયાર થઈ રહેલી હોસ્પિટલને જોડતો નવો રોડ પણ બનાવવામાં આવશે. દર્દીઓની અવરજવર સરળ બને અને ઇમરજન્સી સેવાઓમાં વિલંબ ન થાય તે માટે માર્ગ સુવિધા વિકસાવવામાં આવશે. આ વિસ્તાર વાપી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતો હોવાથી હોસ્પિટલ શરૂ થવા પૂર્વે મનપા દ્વારા રોડની કામગીરી પૂર્ણ કરાશે તેવી માહિતી સૂત્રોએ આપી છે.

#વાપી #મિનીસિવિલહોસ્પિટલ #સબડિસ્ટ્રીકટહોસ્પિટલ #આરોગ્યસુવિધા #બલીઠાહાઈવે #128બેડ #સરકારીહોસ્પિટલ #વલસાડ #મહારાષ્ટ્રબોર્ડર #હેલ્થઇન્ફ્રાસ્ટ્રક્ચર



 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

Leave a Comment