વલસાડમાં પ્રજાનો અવાજ

વલસાડમાં પ્રજાનો અવાજ

 

વલસાડમાં રસ્તા પર રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી ક્યારે કરાશે?:-
વલસાડ શહેરમાં ભૌગોલિક રીતે રસ્તાઓ સાંકડા છે અને વાહનોની સંખ્યા સતત વધી રહી હોવાથી ટ્રાફિકની સમસ્યા રોજબરોજ વિકટ બની રહી છે. આ વચ્ચે રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા વધુ ગંભીર બની છે. ઢોરના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે તો બીજી તરફ રાહદારીઓ, ખાસ કરીને વડીલો, મહિલાઓ અને બાળકો માટે આ ઢોર જીવલેણ સાબિત થઈ શકે છે.
ઢોરના માલિકો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી હોવા છતાં નગરપાલિકા માટે માલિકોને ઓળખવું મુશ્કેલ બનતું હોવાનું કહેવામાં આવે છે. તેમ છતાં શહેરની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે પાલિકાએ રખડતા ઢોર સામે કાયમી અને કડક કાર્યવાહી કરવી જરૂરી છે તેમ વાહનચાલક શુભમ પટેલે જણાવ્યું છે.

વલસાડમાં મોટા પાયે ડ્રેનેજ લાઇન નાખી કાયમી વ્યવસ્થા કરવી અનિવાર્ય:-
વલસાડ શહેરમાં હાલ ચાલી રહેલી ડ્રેનેજ લાઇન લગભગ 35 વર્ષ પહેલાંની વસતીને ધ્યાને રાખીને નાંખવામાં આવી હતી. સમય જતા રહેણાંક વિસ્તારોમાં ભારે વધારો થયો છે અને ડ્રેનેજ જોડાણો વધતા જતા નાના પાઈપો પડતાં સમસ્યા વિકટ બની છે. પાલિકા તંત્ર દ્વારા સમયાંતરે પેટા પાઈપલાઈનો નાંખી અથવા જેટિંગ-વેક્યુમ મશીનથી ડ્રેનેજ ઉલેચવાની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ માટે મોટા પાઈપોની ભૂગર્ભ ડ્રેનેજ લાઇન નાંખવાનું આયોજન થતું નથી.
આ કારણે શહેરમાં વારંવાર ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે, જે આરોગ્ય અને સ્વચ્છતા માટે ગંભીર ખતરો છે. સ્થાનિક નાગરિક વિજય પટેલે જણાવ્યું છે કે વલસાડમાં હવે તાત્કાલિક મોટા પાયે નવી ડ્રેનેજ વ્યવસ્થા અમલમાં મૂકવી અનિવાર્ય બની ગઈ છે.

#પ્રજાનોઅવાજ #વલસાડ #રખડતાઢોર #ટ્રાફિકસમस्या #નગરપાલિકા #ડ્રેનેજસમस्या #શહેરસમસ્યા #Valsad


 


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

Leave a Comment