વલસાડમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા
હાઉસિંગ બોર્ડ નજીક સિટી પોલીસની કાર્યવાહી, રૂ. 14 હજારનો મુદ્દામાલ કબજે
વલસાડમાં સિટી પોલીસે હાઉસિંગ બોર્ડ નજીક ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા. સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં કેટલાક ઇસમો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા ચાર ઇસમો તીનપત્તીનો જુગાર રમતા જોવા મળ્યા હતા, જેને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓની અંગઝડતી લેતા રૂ. 14 હજાર રોકડ તથા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે સિટી પોલીસે જુગાર અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#વલસાડ #સિટીપોલીસ #જુગાર #તીનપત્તી #ક્રાઇમન્યૂઝ #ValsadCrime
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
